દુલ્હન બનેલી આ 7 અભિનેત્રીઓએ જીત્યું હતું બધાનું દિલ, કોઈએ પહેરી 33 વર્ષ જૂની સાડી તો, કોઈએ નિભાવી આ પરંપરા

બોલિવુડ

છેલ્લા કેટલાક દિવસોથી હિન્દી સિનેમાની જાણીતી અને સુંદર અભિનેત્રી યામી ગૌતમ તેના લગ્નને લઈને ચર્ચામાં છે. તેનો દુલ્હન લૂક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે યામી પહેલા બોલીવુડની ઘણી દુલ્હનોએ પણ પોતાના લુકથી દરેકનું દિલ જીતી લીધું હતું. તેમણે લગ્નમાં કૌટુંબિક પરંપરા અને તેની સંસ્કૃતિની ઝલક બતાવી હતી. ચાલો તમને યામી સહિત અન્ય અભિનેત્રીના લગની સુંદર તસવીરો બતાવીએ.

યામી ગૌતમે 4 જૂને ગુપ્ત રીતે ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન હિમાચલ પ્રદેશમાં થયા હતા. લગ્નના લહેંગામાં યામી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ છે.

લગ્ન પર પહાડી નથ અને તેની માતાની 33 વર્ષ જૂની સાડી યામીએ પહેરી હતી. સાથે જ લગ્ન પછી અભિનેત્રીએ પોતાના કાનમાં મોટા-મોટા જૂમકા પહેરીને પોતાની સંસ્કૃતિને ખાસ સમ્માન આપ્યું.

દીપિકા પાદુકોણ: આજના સમયની સૌથી સફળ અને પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણે અભિનેતા રણવીર સિંહ સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યાં હતાં. સિંધી વેડિંગના એક દિવસ પહેલા જ દીપિકા અને રણવીરે કોંકણી રિવાજો સાથે લગ્ન કર્યા હતા. કન્નડ-બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવતી દીપિકાએ એક કંજીવરામ સાડી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

કરીના કપૂર ખાન: વર્ષ 2012 માં, કરીના કપૂર ખાને અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં અભિનેત્રીએ પોતાની સાસુના લગ્નનું શરારા સૂટ પહેર્યું હતું. સાથે જ તેણે મુસ્લિમ દુલ્હનની જેમ પોતાના માથા પર પાસા પણ સજાવ્યું હતું. કરીનાની દુલ્હનના રૂપમાં સુંદરતા જોતા જ બની રહી હતી.

સોહા અલી ખાન: સૈફ અલી ખાનની બહેન અને કરીના કપૂરની નણંદ સોહા અલી ખાને વર્ષ 2015 માં અભિનેતા કૃણાલ ખેમુ સાથે લગ્ન કર્યા હતા. તેણે લગ્નમાં પોતાના પરિવારના ટ્રેડિશનને મહત્વ આપીને પન્ના અને હીરા જડેલી જ્વેલરી પહેરી હતી અને માથા પર માંગ ટીકો અને ટ્રેડિશનલ પાસા પહેર્યો હતો. જણાવી દઈએ કે, સોહાએ માતાની જ્વેલરી લગ્નમાં પહેરી હતી.

એશ્વર્યા રાય બચ્ચન: હવે વાત કરીએ દેશ અને હિન્દી સિનેમાના જાણીતા બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન વિશે. એશ્વર્યાએ વર્ષ 2007 માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. દુલ્હન બનેલી એશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. લગ્નમાં એશ્વર્યાએ પરંપરાગત ‘મુન્ડેલા’ પહેર્યું હતું, જે એક પ્રકારનો માંગ ટિકો અને માથા પટ્ટી હોય છે.

ઈશા દેઓલ: તમિલ-બ્રાહ્મણ માતા હેમા માલિની અને હિન્દુ જાટ પિતા ધર્મેન્દ્રની પુત્રી ઈશા દેઓલે લગ્નમાં હેમા માલિનીની ઇચ્છાઓ અને તેની સંસ્કૃતિને વિશેષ મહત્વ આપતા તમિલ દુલ્હનનો લુક પસંદ કર્યો હતો. તેણે ગોલ્ડની ટૈંપલ જ્વેલરી પહેરી હતી.

બિપાસા બસુ: બોલિવૂડની બોલ્ડ અને હોટ અભિનેત્રી બિપાશા બસુ બંગાળી છે. વર્ષ 2016 માં બિપાશા બસુએ અભિનેતા કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. દુલ્હન બનેલી બિપાશા ખૂબ જ સુંદર લાગી રહી હતી. લગ્ન દરમિયાન અભિનેત્રીએ હાથમાં શંખ-પોલાની બંગડીઓ અને માથા પર સફેદ મુગટ સજાવ્યો હતો.