સફેદ વાળથી છો પરેશાન તો ડાય વગર નેચરલ રીતે કરો કાળા બસ સરસવના તેલમાં મિક્સ કરી દો આ ચીજ

હેલ્થ

સફેદ વાળ કોઈને પસંદ નથી હોતા. ખાસ કરીને ત્યારે જ્યારે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. ખોટી ખાવા-પીવાની રીત અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આજકાલ યુવાનોમાં સફેદ વાળ જલ્દી દેખાવા લાગ્યા છે. આવી સ્થિતિમાં કેટલાક વાળને ડાય કરીને, તેને કાળા કરે છે. પરંતુ આ ડાયની ઘણી આડઅસરો છે. આવી સ્થિતિમાં આજે અમે તમને બિલકુલ કુદરતી રીતે સફેદ વાળને કાળા કરવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. તેના માટે તમારે માત્ર ત્રણ મહત્વપૂર્ણ ચીજો સરસવનું તેલ, મહેંદી (હીના) અને આમળા (ગૂસબેરી)ની જરૂર પડશે. આ ઉપાયથી માત્ર તમારા વાળા કાળા જ નહિં થાય પરંતુ વાળની ​​અન્ય સમસ્યાઓથી પણ છુટકારો મળશે.

આ રીતે બનાવો વાળને કાળા કરવાનું તેલ: સૌ પહેલા લોખંડની એક કઢાઈ લો. જો કે, તમે અન્ય કઢાઈ પણ લઈ શકો છો, પરંતુ લોખંડની કઢાઈથી તેની અસર વધુ અસરકારક રહે છે. હવે આ કઢાઈમાં લગભગ 200 મિલી સરસવનું તેલ નાખો. આ તેલ તમે કોઈપણ બ્રાન્ડનું લઈ શકો છો.

હવે આ તેલ વાળી આ કઢાઈને ગેસ પર મધ્યમ આંચ પર રાખો. ત્યાર પછી તેમાં બે થી ત્રણ મોટી ચમચી હર્બલ ડ્રાય મેંદી પાવડર મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરીને પકાવો. ધ્યાનમાં રાખો કે આ દરમિયાન આંચ ધીમી હોવી જોઈએ. સાથે જ ગાંઠા ન પડે તેના માટે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો. તેને લગભગ બે થી ત્રણ મિનિટ સુધી પકાવો.

હવે તેમાં 1 ચમચી આમળા પાવડર મિક્સ કરો. તે તમારા વાળની ​​ચમક જાળવવામાં મદદ કરશે, વાળની ​​સમસ્યાઓ દૂર કરશે અને સફેદ વાળથી છુટકારો મળશે. ત્યાર પછી તેમાં દોઢથી બે ચમચી મેથીનો પાવડર મિક્સ કરો. તેનાથી તમારા વાળ મજબૂત બનશે. સાથે જ વાળા કાળા પણ બનશે.

આ મિશ્રણ બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. તેમાં લગભગ 7 થી 8 મિનિટનો સમય લાગે છે. આ વાતનું ધ્યાન રાખો તેલ બળી ન જાય. તેથી મિશ્રણને સતત હલાવતા પણ રહો. જ્યારે તે બ્રાઉન રંગનું થઈ જાય ત્યારે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો.

જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેને 12 થી 24 કલાક ઢાંકીને રાખો. આ મિશ્રણ ઘાટું થઈ જશે. સાથે જ મેથી, આમળા અને મહેંદી પોતાનો રંગ છોડી દેશે. હવે આ તેલને ગાળી લો અને તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. આ વાસણ પ્લાસ્ટિક કે કાચનું હોવું જોઈએ. આ મિશ્રણને તમે થોડા મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો.

વાળમાં લગાવવાની રીત: આ તેલ તમે અઠવાડિયામાં એક કે બે વાર લગાવી શકો છો. તેને હંમેશા શેમ્પૂ કરવાના 3 કલાક પહેલા લગાવો. આ તેલમાં એક કોટન બોલ બોળીને વાળના મૂળ સુધી લગાવો. થોડા દિવસોમાં તમને તેની અસર જોવા મળવા લાગશે. ત્યાર પછી તમારે વાળને ડાય કરવાની જરૂર નહિં પડે. સૌથી સારી વાત એ છે કે આ તેલની કોઈ આડ અસર નથી.