હનુમાનજીની પૂજા કરતી વખતે આ 3 રંગના વસ્ત્રો પહેરવા માનવામાં આવે છે શુભ, દરેક મનોકામના થાય છે પૂર્ણ

ધાર્મિક

હનુમાનજીની પૂજા કરવાનો પોતાનો અલગ આનંદ હોય છે. એવું કહેવામાં આવે છે કે બજરંગબલીની પૂજા કરવાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે. હનુમાનજી તમારું અને તમારા પરિવારનું મુશ્કેલીમાં રક્ષણ કરે છે. જો તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા ચાલી રહી છે, તો તમે તેનું સમાધાન માત્ર હનુમાનજીની પૂજા દ્વારા કરી શકો છો. આ પૂજા તમારા ભાગ્યને મજબુત બનાવવાનું કામ પણ કરે છે. જો કે હનુમાનજીની પૂજા કોઈ ખાસ વિધિ અને નિયમોને ધ્યાનમાં રાખીને જ કરવી જોઈએ. જોકે હનુમાનજીની પૂજામાં ધ્યાનમાં રાખવાની ઘણી બાબતો છે, પરંતુ આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે હનુમાનજીની પૂજા દરમિયાન તમારે કયા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.

તમારામાંથી કેટલાક લોકોને કદાચ આ વાત થોડી વિચિત્ર લાગી શકે છે કે હનુમાનજીની પૂજાને વસ્ત્રો સાથે શું સંબંધ છે. પરંતુ દરેક રંગ પોતાનામાં કોઈ સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જાનું પ્રતિક પણ હોય છે. આવી સ્થિતિમાં કોઈ પણ દેવતાની પૂજા કરતી વખતે તમારા અંદરની ઉર્જા ખૂબ મહત્વપૂર્ણ છે. પોઝિટિવ મૂડમાં કરવામાં આવેલી પૂજા વધુ લાભ આપે છે જ્યારે નેગેટિવ અથવા ઉદાસી મૂડથી કરેલી પૂજાથી કોઈ ફાયદો થતો નથી. આવી સ્થિતિમાં, તમારા શરીર પર પહેરેલા વસ્ત્રોના રંગોનું મહત્વ વધી જાય છે. આ જ કારણ છે કે હનુમાનજીની પૂજામાં પણ આ વાતનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.

આ રંગના વસ્ત્રો પહેરો: હનુમાનજીની પૂજા દરમિયાન સફેદ, નારંગી, લાલ અને પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. આ ચાર રંગ શાંતિ અને સમૃદ્ધિના પ્રતીક છે. તેને પહેરવાથી અને જોવાથી મન શાંત અને સ્થિર રહે છે. તેનાથી મૂડ ફ્રેશ થાય છે. આ ચાર રંગો સિવાય લીલો રંગ પણ પહેરી શકાય છે.

આ રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ: ચાલો જાણીએ કે હનુમાનજીની પૂજામાં ક્યા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ. ખરેખર હનુમાનજીની પૂજા કરતી વખતે તમારે કાળા અને ભૂરા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ. આ બંને રંગોથી એક પ્રકારની નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આવા રંગોનો ઉપયોગ સામાન્ય રીતે પૂજામાં પણ કરવામાં આવતો નથી. તેથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પૂજા દરમિયાન આ બંને રંગ ન પહેરવા જોઈએ. ખાસ કરીને જ્યારે તમે કોઈ વિશિષ્ટ કાર્ય માટે હનુમાનજી પાસેથી કેટલીક મનોકામનાઓ માંગી રહ્યા હોય.

આ બાબતોનું પણ ધ્યાન રાખો: કપડાના રંગ ઉપરાંત અન્ય કેટલીક બાબતોનું ધ્યાન પણ હનુમાનજીની પૂજામાં રાખવું જોઈએ. જેમ કે તમારું મન શાંત હોય, પૂજા સ્થળ શુદ્ધ હોવું જોઈએ, દીવો તેલનો પ્રગટાવવો જોઈએ, પૂજા સ્નાન કર્યા પછી જ કરવી જોઈએ, પૂજા દરમિયાન ઘરમાં શાંતિનું વાતાવરણ હોય વગેરે. જો તમે આ બધી બાબતોનીનું ધ્યાન રાખો છો, તો શક્ય છે કે હનુમાનજી તમારી પુકાર જલ્દી સાંભળે.

Leave a Reply

Your email address will not be published.