તિજોરીમાં પૈસા રાખતી વખતે, તમારી આ ભૂલને કારણે થાય છે નુક્સાન, ધ્યાનમાં રાખો આ મહત્વપૂર્ણ બાબતો

Uncategorized

પૈસા એક એવી વસ્તુ છે જેને મેળવવાની ઇચ્છા દરેક વ્યક્તિના મનમાં હોય છે. લોકો રાત-દિવસ સખત મહેનત કરે છે, જેથી તેઓ તેમના જીવનમાં પ્રગતિ કરી શકે અને વધુને વધુ પૈસા કમાઈ શકે, પરંતુ કેટલાક લોકો પૈસા કમાવામાં સફળ થાય છે, તો કેટલાક લોકોને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જો તમે સખત મહેનત કરીને પૈસા કમાઈ પણ લો છો, તો પછી પૈસા રાખવાની જગ્યાની પણ મહત્વ ભુમિકા માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની અંદર પૈસા રાખવાની જગ્યા અંગે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. જો તમે આ નિયમોનું પાલન કરો છો તો તમારા પૈસામાં વધારો થઈ શકે છે પરંતુ આ નિયમોનું પાલન ન કરવાથી તમારે ફાયદાને બદલે નુકસાનનો સામનો કરવો પડશે. આ કારણોસર, આ નિયમો વિશે જાગૃત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે નાની એવી પણ ભૂલ કરો છો, તો તમારે તેના કારણે સતત પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં જે જગ્યા પર પૈસા રાખો છો ત્યાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તેના વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ.

પૈસાની તિજોરી આ જગ્યા પર રાખો: જો તમે પૈસા રાખવા માટે તિજોરીનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે તમારા પૈસાની તિજોરીને હંમેશાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો આ દિશામાં પૈસાની તિજોરી રાખવામાં આવે તો ઘરમાં પૈસાની તંગી રહેતી નથી. ભૂલથી પણ તિજોરીને ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખો, કારણ કે તેનાથી પૈસાની ખોટનો સામનો કરવો પડે છે.

તિજોરીનો દરવાજો આ દિશામાં ન ખોલો: ઘણા લોકો પૈસા રાખવા માટે તિજોરીને તેમના ઘરની અંદર એક ફિક્સ જગ્યાએ રાખે છે, પરંતુ જો તમે પણ તમારા ઘરની અંદર તિજોરીને એક ફિક્સ જગ્યાએ રાખી છે, તો ધ્યાનમાં રાખો કે તિજોરીનો દરવાજો દક્ષિણ દિશામાં ન ખોલવો જોઈએ. જો તમે આવું કરો છો તો તેનાથી તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થતો નથી.

કબાટને જમીનને અડીને ન રાખવો જોઈએ: જો તમે તમારા ઘરમાં કબાટ રાખી રહ્યા છો, તો તમે તેની નીચે સ્ટેન્ડ જરૂર લગાવો. ક્યારેય પણ કબાટને જમીનને અડીને ન રાખો. કબાટ એ ધનની દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જો તમે કબાટને જમીન પર સ્ટેન્ડ વગર રાખો છો, તો તે અશુભ પરિણામ આપે છે. જો તમે કબાટની નીચે કોઈ સ્ટેન્ડ ન રાખ્યું હોય, તો તમે કબાટની નીચે કોઈ કપડું જરૂર રાખો અથવા તમે કબાટની નીચે લાકડાનો ટુકડો પણ મૂકી શકો છો, પરંતુ કબાટને કોઈ પણ સ્ટેન્ડ વગર જમીન પર ન મુકવો જોઈએ.

પૈસાની તિજોરી ખાલી ન રાખવી: પૈસાની તિજોરીને ખાલી છોડવી જોઈએ નહીં કારણ કે તેનાથી માતા લક્ષ્મીજી નારાજ થાય છે. તમે તિજોરીમાં હંમેશાં ઘરેણાં અથવા પૈસા જરૂર રાખો. આ સિવાય તમે તિજોરીમાં હંમેશાં ચાંદીના સિક્કાઓ એકી સંખ્યામાં રાખો અને ગોમતી ચક્ર પણ રાખો. તમે આ ચીજોને લાલ કાપડમાં વીટીને રાખી શકો છો.

Leave a Reply

Your email address will not be published.