ક્રિકેટની આવી દિવાનગી પહેલા નહિં જોઈ હોય, સ્ટેડિયમ ફુલ થયું તો ઝાડ પર ચઢી ગયા લોકો, જુવો આ તસવીરો

રમત-જગત

ક્રિકેટ એક એવી રમત છે જેને દુનિયાભરમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. બાળક જ્યારે પોતાના પગ પર ચાલતા શીખે છે, ત્યારે સૌથી પહેલા રમતના નામે તેને બેટ અને બોલ આપવામાં આવે છે. સાથે જ શેરીઓમાં પણ ક્રિકેટ રમતા બાળકો, યુવાનો અને વૃદ્ધો પણ જોવા મળે છે. ક્રિકેટ દરેકની ફેવરિટ રમત છે. તેના પ્રત્યે લોકોની દિવાનગી સૌથી વધુ હોય છે.

પહેલા નહીં જોઈ હોય મેચ પ્રત્યે આવી દીવાનગી: જ્યારે પણ કોઈ મોટી મેચ હોય ત્યારે તેને જોવા લોકોની ભીડ લાગી જાય છે. કરોડો લોકો તેને ટીવી સાથે ચિપકીને જુએ છે. પરંતુ સાચી મજા લાઈવ મેચ જોવાની હોય છે. પરંતુ દરેકને આ તક મળતી નથી. ખાસ કરીને જ્યારે કોઈ મોટી અને લોકપ્રિય મેચ હોય ત્યારે સ્ટેડિયમની ટિકિટ ખૂબ જ ઝડપથી વેચાઈ જાય છે. આવી સ્થિતિમાં, લોકો આ મેચ જોવા માટે કોઈને કોઈ જુગાડ શોધી લે છે.

મોટાભાગે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને લોકોમાં મોટો ક્રેઝ હોય છે. આ મેચ જ્યાં પણ થાય છે ત્યાં સ્ટેડિયમ ફુલ થઈ જાય છે. તમે પણ લોકોથી ભરેલા ખચાખચ સ્ટેડિયમ જોયા હશે. પરંતુ આજે અમે તમને એક એવું સ્ટેડિયમ બતાવવા જઈ રહ્યા છીએ જેનો નજારો જોઈને તમારા હોંશ ઉડી જશો. અહીંની ભીડ જોઈને તમારું મગજ કામ નહીં કરે.

સ્ટેડિયમ ફુલ થયું તો ઝાડ પર ચઢી ગયા લોકો: આ સ્ટેડિયમમાં લોકો અંદરની જગ્યા ફૂલ થવા પર બહાર મેદાનમાં અને ઝાડ પર ચઢીને મેચ જોઈ રહ્યા છે. અહીંની ભીડ ખૂબ જ વધુ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ નજારો નેપાળનો છે. અહીં નેપાળ અને UAE વચ્ચે મેચ હતી. આ મેચ નેપાળ ના ત્રિભુવન યુનિવર્સિટી ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ, કીર્તિપુર માં રમાઈ હતી. આ મેચ જોવા માટે લોકોમાં ખૂબ દીવાનગી જોવા મળી.

જ્યારે સ્ટેડિયમ ભરાઈ ગયું હતું ત્યારે લોકો બહાર ઝાડ પર ચડીને મેચની મજા લેતા જોવા મળ્યા હતા. આ મેચ જોવા માટે ચાહકોની એટલી મોટી ભીડ હતી કે બહાર ચક્કા જામની સ્થિતિ સર્જાઈ હતી. હવે દર્શકોથી ભરેલા આ સ્ટેડિયમનો અદભૂત નજારો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં કેટલા લોકો હતા, તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ નજારો જોનારાઓનું કહેવું છે કે જો ચાહકોની ગણતરી કરવામાં આવે તો વર્લ્ડ રેકોર્ડ બની શક્યો હોત.