પૈસાનું નુક્સાન થાય ત્યારે કરી લો રાવણ સંહિતામાં જણાવેલા આ ઉપાય, પૈસાથી ભરાઈ જશે ઘર

ધાર્મિક

રાવણ સંહિતામાં ઘણા દુઃખોના હલ જણાવવામાં આવ્યા છે. રાવણ સંહિતામાં જણાવેલ આ ઉપાય કરવાથી કોઈ પણ પોતાની જિંદગીને સુંદર બનાવી શકે છે અને દુઃખોનો અંત કરી શકે છે. રાવણ સંહિતા એક જ્યોતિષ ગ્રંથ છે. જે રાવણ દ્વારા લખવામાં આવ્યો છે. તેથી જીવનમાં કોઈ પણ તકલીફ આવે ત્યારે આ ઉપાય એ કવખત જરૂર કરો.

ધંધામાં લાભ માટે: જે લોકોને ધંધામાં લાભ મળી રહ્યો નથી. તે લોકોએ આ ઉપાય જરૂર કરવો જોઈએ. આ ઉપાય હેઠળ સોમવારે શિવલિંગ પર જળ ચળાવો. ત્યાર પછી નાગાકેસરના પાંચ ફૂલો અને પાંચ બિલિ પત્રો ચળાવો. આ ઉપાય આવનારી પૂનમ સુધી દર સોમવારે કરો. છેલ્લા દિવસે ભગવાનને ચલાવેલા ફૂલને ઉઠાવીને લઈ આવો અને તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી ધન લાભ મળવા લાગશે.

બીજા ઉપાય હેઠળ એક નાળિયેર લો અને તેની પૂજા કરો. પૂજા કર્યા પછી, તેને વ્યવસાયની જગ્યા પર રાખી દો. આ કરવાથી પણ ધન લાભ મળવા લાગે છે. આ ઉપરાંત જો તમે ઇચ્છો તો આ ઉપાય પણ કરી શકો છો. આ ઉપાય હેઠળ ગોમતી ચક્ર લાવો અને તેને લાલ કપડામાં બાંધીને ધંધાના સ્થળ પર રાખી દો. આ ઉપાય કરવાથી ક્યારેય પૈસાની અછત નહિં થાય.

નવો ધંધો કરવા માટે: જો તમે નવો ધંધો શરૂ કરી રહ્યા છો. તો આ ઉપાય જરૂર કરો. આ ઉપાય કરવાથી નવો ધંધો ટૂંક સમયમાં સારી રીતે ચાલવા લાગશે. આ ઉપાય હેઠળ 4 માટીના કળશમાં કાળ તલ, જવ, મગ અને પીળા સરસવ ભરીને રાખી દો. એક વર્ષ પછી તેમને પાણીમાં પ્રવાહિત કરી દો. જો તમે ઇચ્છો તો આ ફરીથી આ ઉપાય કરી શકો છો અને 4 માટીના કળશ ધંધાના સ્થળ પર દર વર્ષે રાખી શકો છો.

નહિં મળે દગો: આ ઉપાય કરવાથી તમને ક્યારેય પણ દગો નહિં મળે. આ ઉપાય હેઠળ શનિદેવના 10 નામના ઉચ્ચાર કરો. શનિદેવના દસ નામો નીચે મુજબ છે – શ્રી શનિદેવ, છાયાત્મઝ, સૌરી, પંગુ, યમ, કૃષ્ણમયમ, અર્કિમંમંદ, અસિત, રવિજ અને પીપ્લાદ. આ નામોના ઉચ્ચાર યોગ્ય રીતે કરો. આ ઉપાય કરવાથી ધંધામાં કોઇપણ વ્યક્તિ તમને દગો આપી શકશે નહિં અને ધંધો પણ સારી રીતે ચાલશે.

જરૂર કરો ધૂપ: લક્ષ્મીની મૂર્તિને તમારા ધંધાના સ્થળે રાખો અને દરરોજ તેની પૂજા કરો. પૂજા દરમિયાન ધૂપ કરો. ધૂપ કરવાથી કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અને ધંધાના સ્થળમાં માતાનો વાસ થઈ જાય છે અને ધંધામાં બરકત આવવા લાગે છે. આટલું જ નહિં અટકેલા પૈસા પણ સરળતાથી મળી છે.