શું ઘરમાં કીડીઓનું આગમન આપે છે કોઈ સંકેત, જાણો અહિં ઘરમાં કીડીઓનું આગમન ક્યા શુભ અને અશુભ સંકેત આપે છે

ધાર્મિક

સામાન્ય રીતે ઘરમાં લાલ અને કાળા રંગની કીડી જોવા મળે છે. તેથી તમે આ તરફ વધુ ધ્યાન આપતા નથી. પરંતુ માન્યતાઓ અનુસાર કીડીઓ સાથે પણ શુભ અને અશુભ શકુન સંકળાયેલા છે. એવું કહેવામાં આવે છે કે ઘરમાં નીકળતી કીડીઓ પણ જીવનમાં બનવાની ઘટનાઓના સંકેત આપે છે. માનવામાં આવે છે કે લાલ અને કાળી કીડીનું આગમન વિવિધ સંકેતો આપે છે. ચાલો જાણીએ કીડીઓ સાથે સંકળાયેલા સંકેતો.

ઘરમાં કાળી કીડીનું આગમન શુભ માનવામાં આવે છે. ઘણા ઉપાયોમાં કાળી કીડીઓને લોટ, ખાંડ વગેરે ખવડાવવાનું કહેવામાં આવે છે. કારણ કે કાળી કીડીઓને ભોજન આપવું શુભ માનવામાં આવે છે. કાળી કીડીનું આગમન ઘરમાં સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો ચોખા ભરેલા વાસણમાંથી કાળી કીડીઓ બહાર આવે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તે આર્થિક મુશ્કેલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘરમાં ધનના આગમનના સંકેત આપે છે.

જોકે સામાન્ય રીતે ઘરમાં લાલ કીડીઓ આવે છે, પરંતુ ઘરમાં વધુ લાલ કીડીઓનું આગમન શુભ માનવામાં આવતું નથી. તેને આવનારા સમયની પરેશાની, વિવાદ અને ખોટની નિશાની માનવામાં આવે છે જેમ કે વિવાદના પૈસાની ખોટ વગેરે. જ્યારે તમારા ઘરમાં લાલ કીડીઓ મોઢામાં અનાજ લઈને આવતી દેખાય છે તો તે અશુભ નહિં પણ શુભ માનવામાં આવે છે.

દિશા અનુસાર કીડીઓનું આગમન પણ આપે છે અલગ-અલગ સંકેત: એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં કાળી કીડીઓ ઉત્તર દિશાથી આવી રહી છે તો તે શુભ સંકેત છે. તો પૂર્વ દિશામાંથી આવતી કીડી તમારા માટે કોઈ સકારાત્મક નિશાની લાવી શકે છે. પશ્ચિમ દિશામાંથી આવતી કીડીઓ મુસાફરીના સંકેત આપે છે.

4 thoughts on “શું ઘરમાં કીડીઓનું આગમન આપે છે કોઈ સંકેત, જાણો અહિં ઘરમાં કીડીઓનું આગમન ક્યા શુભ અને અશુભ સંકેત આપે છે

  1. Hello this is kind of of off topic but I was wondering if blogs use WYSIWYG editors or if you have to manually code with HTML.
    I’m starting a blog soon but have no coding expertise so I wanted
    to get advice from someone with experience.
    Any help would be enormously appreciated!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *