બુધવારે કરો આ 6 સરળ ઉપાય, ખુલી જશે નસીબ, દૂર થઈ જશે બધા દુઃખ

ધાર્મિક

જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે તમે નીચે જણાવેલા ઉપાય બુધવારના દિવસે કરો. આ ઉપાય કરવાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. સાથે જ દેવાથી પણ છુટકારો મળી જશે. તો ચાલો એક નજર કરીએ આ ઉપાયો પર.

કરો ગણેશજીની પૂજા: બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત હોય છે. તેથી બુધવારે તેની પૂજા જરૂર કરો. તેમની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. બુધવારે તમે સવારે સ્નાન કરીને ગણપતિજીની પૂજા કરો. પૂજા કરતી વખતે તેમને દુર્વા અને લાડુનો ભોગ પણ જરૂર લગાવો.

કરો પૈસાનું દાન: બુધવારના દિવસે પૈસાનું દાન કરવું શ્રેષ્ઠ હોય છે. આ દિવસે જો કિન્નરોને થોડા પૈસાનું દાન કરવામાં આવે અને તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો આશીર્વાદ રૂપે લેવામાં આવે, તો તે લાભદાયક હોય છે. ખરેખર કિન્નરો પાસેથી પૈસા લેવાથી આર્થિક તંગી નથી થતી અને પૈસાનો વરસાદ થવા લાગે છે. તેથી બુધવારે શક્ય હોય તો કિન્નરોને પૈસાનું દાન કરો અને તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો લઈ લો. સાથે જ સિક્કો લીધા પછી તેને પૂજા સ્થળ પર રાખી દો અને તેની સામે અગરબતી પ્રગટાવી દો. પછી લીલા કપડામાં તેને લપેટી ધન સ્થાન પર રાખી દો. તેનાથી સંપત્તિમાં બરકત થશે.

તિજોરીમાં રાખી દો કોડીઓ: બુધવારના દિવસે 7 આખી કોડીઓ લઈને તેને ઘરના પૂજા સ્થળ પર રાખી દો. ત્યાર પછી તેમની પૂજા કરો. તેમને લાલ કપડામાં લપેટી દો. ત્યાર પછી તેમને તમારી તિજોરીમાં રાખી દો.

મગની દાળનો ઉપાય: બરકત માટે આ ઉપાયને કરો. ઉપાય હેઠળ એક મુઠ્ઠી લીલા આખા મગ અને સાત કોડીઓને એકસાથે એક લીલા કપડામાં બાંધી દો. ત્યાર પછી કોઈ મંદિરમાં જઈને તેને સીડી પર રાખી દો. યાદ રાખો કે આ ઉપાય કરતી વખતે તમને કોઈ જુવે નહીં અને સાથે જ તેને મંદિરના પગથિયા પર મૂક્યા પછી તમે પાછળ વળીને ન જુઓ.

ગાયને ખવડાવો દાળ: બુધવારના દિવસે મગની દાળ ઉકાળી લો. પછી તેમાં ઘી અને ખાંડ મિક્સ કરી ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી તમને દેવાથી છુટકારો મળી જશે.

ગ્રહને કરો શાંત: જે લોકોની કુંડળીમાં રાહુ ગ્રહ ભારે છે તે લોકો બુધવારે આ ઉપાય કરો. ઉપાય હેઠળ બુધવારે રાત્રે એક નાળિયેરને માથા પાસે રાખી સૂઈ જાઓ અને બીજા દિવસે આ નાળિયેર કોઈ ગણેશ મંદિરમાં રાખી આવો. નાળિયેર રાખતી વખતે તેની સાથે થોડા પૈસા પણ રાખી દો. સાથે જ વિઘ્નહર્તા ગણેશ સ્ત્રોતનો પાઠ પણ કરો.