કોઈ પણ રત્ન પહેરતા સમયે ધ્યાનમાં રાખો આ 6 વાત, નહિં તો લાભની જગ્યાએ થશે નુક્સાન

ધાર્મિક

દુઃખ અને સમસ્યાઓ દરેકના જીવનમાં આવે છે. જો જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો તેની પાછળનું કારણ તમારી જન્મ કુંડળીમાં ગ્રહ દોષ અથવા ગ્રહ નબળા હોવા હોય છે. આવી સ્થિતિમાં, આ ગ્રહોને મજબૂત બનાવવા માટે રત્ન અને ઉપ-રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. રત્ન શાસ્ત્ર મુજબ તમારી રાશિ મુજબ યોગ્ય રત્ન ધારણ કરવાથી તમારા જીવનમાં ઘણા સારા પરિવર્તન આવે છે. જીવનમાં દુઃખ સમાપ્ત થાય છે અને સુખ વધે છે. આ રત્ન તમારા નસીબને ચમકાવી દે છે. તેમને પહેર્યા પછી દુર્ભાગ્ય તમારી આસપાસ ભટકતું નથી. આટલું જ નહીં આર્થિક મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા પણ માટે આ રત્નો પહેરી શકાય છે.

જો કે, આ રત્ન પહેરવાનો પણ પોતાની યોગ્ય રીત અને સમય હોય છે. જો તમે ખોટો રત્ન પહેરો છો અથવા સાચો રત્ન ખોટી રીતે પહેરો છો, તો તે તમને સંપૂર્ણ લાભ નહિં આપે. આ જ કારણ છે કે ઘણા લોકોને યોગ્ય રત્ન પહેર્યા પછી પણ તેનો પૂરો લાભ મળતો નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવી જ કેટલીક બાબતો જણાવીશું, જેનુ ધ્યાન રત્ન પહેરતી વખતે સારી રીતે રાખવું જોઈએ.

રત્ન પહેરતી વખતે આ વાત ધ્યાનમાં રાખો: રત્ન પહેરતા પહેલા શુદ્ધિકરણ કરવું જરૂરી હોય છે. આ માટે તમે રત્ન જે પણ આભૂષણમાં ધારણ કરી રહ્યા છો, તેને દૂધમાં નાખીને પાણીથી ધોઈને તેનું શુદ્ધિકરણ કરી લો. આ દરમિયાન એક વાત યાદ રાખો કે તમે રત્નને લાંબા સમય સુધી દૂધમાં ન રાખો. તેનું કારણ એ છે કે કેટલાક રત્ન દૂધને શોષી લે છે. આવી સ્થિતિમાં રત્ન અશુદ્ધ થઈ જાય છે. પછી આ રત્ન તમારા કોઈ કામનિ નહિં રહે. જ્યારે પણ રત્ન પહેરો ત્યારે તેને પહેલા તમારા પ્રિય દેવતાની મૂર્તિ સાથે સ્પર્શ કરો. આ કરવાથી રત્નની શક્તિ વધુ વધશે.

ચતુર્થી, નવમી અથવા ચૌદશના દિવસે રત્ન પહેરવાથી બચો. અમાસ, ગ્રહણ અને સંક્રાંતિના દિવસે પણ રત્ન પહેરવાથી બચવું જોઈએ. આ ઉપરાંત તમે જે દિવસે રત્ન પહેરો છો, તે દિવસે ચેક કરી લો કે તે તારીખમાં ચંદ્ર તમારી રાશિથી 4,8,12 માં ભાવમાં ન હોય. રત્ન પહેરવાનો વિશેષ સમય હોય છે. આ સમય દરેક રત્ન માટે અલગ હોય છે. તેની માહિતી તમે કોઈ નિષ્ણાત પાસેથી જરૂર લો.

મોતી, મૂંગા જેવા સમુદ્રમાંથી મળી આવતા રત્નને રેવતી, અશ્વિની, રોહિણી, ચિત્રા, સ્વાતિ અને વિશાખા નક્ષત્રમાં પહેરવા જોઈએ. તેનાથી વધુ લાભ મળે છે. સુહાગન મહિલાઓએ પુનર્વસુ, પુષ્ય નક્ષત્રમાં રત્ન પહેરવાથી બચવું જોઇએ. તમે તેને રેવતી, અશ્વિની, હસ્તા, ચિત્રા, અનુરાધા નક્ષત્રમાં પહેરી શકો છો.

મૂંગા અને મોતી છોડીને બીજા બધા રત્નો જેવા કે રૂબી, નીલમણિ, પોખરાજ, હીરા, નીલમ વગેરેનું જીવન ક્યારેય સમાપ્ત થતું નથી. એટલે કે તમે તેમને જીવનભર પહેરી શકો. તેને બદલવાની જરૂર નથી. બીજી બાજુ જો મોતીની ચમક ફિક્કી થઈ જાય છે અથવા કોરલ ઉઝરડા થાય છે, તો તેને બદલવા જોઈએ.