ચાંદીના વાસણમાં આ ખાસ ચીજ મિક્સ કરીને સૂર્યદેવને ચળાવો જળ, હંમેશા થતો રહેશે આવકમાં વધારો

ધાર્મિક

હિન્દુ ધર્મમાં રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે સૂર્યદેવને જળ ચળાવવાથી ખૂબ લાભ મળે છે. તમે બધા લોકોએ કોઈને કોઈ દિવસે સૂર્યદેવને જળ ચળાવ્યું હશે. સામાન્ય રીતે આપણે સૂર્યદેવને સામાન્ય પાણી ચળાવીએ છીએ. જો કે ખૂબ ઓછા લોકો જાણે છે કે જો તમે આ જળમાં કોઈ ખાસ ચીજ મિક્સ કરીને સૂર્યદેવને જળ ચળાવો તો તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. મનુષ્યના જીવનમાં દુર્ભાગ્ય સૌથી મોટી સમસ્યા છે. જ્યારે નસીબ તમારો સાથ આપવાનું બંધ કરે છે, તો તમારી સાથે એક પછી એક ખરાબ ઘટનાઓ બને છે. આજનો અમારો આ ઉપાય તમારા મોટામાં મોટા દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં બદલવાની શક્તિ ધરાવે છે. આટલું જ નહિં આ ઉપાયથી ઘણા ઈચ્છિત ફળ પણ મળે છે.

સામાન્ય રીતે લોકોના જીવનમાં દુર્ભાગ્ય તેમની કુંડળીમાં કેટલાક ગ્રહ ઉત્પન્ન થવાને કારણે આવે છે. આવી સ્થિતિમાં 9 ગ્રહોના દેવ ભગવાન શ્રી સૂર્ય નારાયણની પૂજા-પાઠ કરવાથી તમામ પ્રકારના ગ્રહ દોષ દૂર થઈ શકે છે. રવિવારના દિવસે ગાયના દૂધનો એક ઉપાય તમારી ધન સંબંધિત બધી સમસ્યા હલ કરી શકે છે. આ સાથે આ ઉપાયથી તમારા ઘરે ખુશીઓ આવે છે. તેથી જો તમે પૈસાની અછતનો સામનો કરી રહ્યા છો, તો પણ આ ઉપાય ખૂબ અસરકારક સાબિત થશે. તો ચાલો જાણીએ આ ઉપાય વિશે.

જો કે આ ઉપાય કોઈપણ દિવસે કરી શકાય છે, પરંતુ રવિવારે તેની અસર ખૂબ જ ઝડપથી જોવા મળે છે. તેથી, રવિવારે સવારે સૂર્યોદય પહેલાં, સ્નાન કરીને તૈયાર થઈ જાઓ. આ દરમિયાન તમારે પીળા અથવા સફેદ કપડાં પહેરવા જોઈએ. આ પછી સૂર્ય ઉગતા પહેલા સૂર્ય બીજ મંત્ર ‘ૐ ધૃણિઃ સૂર્યાય નમઃ’ના 108 વાર જાપ કરો. આ આ દરમિયાન તમારે એક સ્ટીલ અથવા ચાંદીના વસણમાં શુદ્ધ જળ લેવાનું છે અને તેમાં ગાયનું દૂધ મિક્સ કરો.

હવે જ્યારે તમારા મંત્રના જાપ પૂર્ણ થઈ જાય ત્યારે સૂર્યદેવની સામે ઉભા રહો. હવે આ સ્ટીલ અથવા ચાંદીના વાસણથી સૂર્યદેવને જળ ચળાવો. એટલે કે તે જ જળ જેમાં તમે મંત્રના જાપ દરમિયાન ગાયનું દૂધ મિક્સ કર્યું હતું. તેને અર્પણ કરતી વખતે ફરી એક વાર તમારે ‘ૐ ધૃણિઃ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરવો પડશે. આ વખતે તમારે આ મંત્રનો 11 વખત જાપ કરવો પડશે. આ ઉપાય કરવાથી તમારી દરેક ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થશે.

Leave a Reply

Your email address will not be published.