સૂર્યદેવને જળ ચળાવતા સમયે તેમાં મિક્સ કરી દો આ 4 ચીજો, મોટામાં મોટી ઈચ્છા પણ પૂર્ણ થઈ જશે

ધાર્મિક

સૂર્ય ગ્રહને બધા ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આપણે સૂર્યને ભગવાન તરીકે પૂજએ છીએ. એવું કહેવામાં આવે છે કે જો તમે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરો છો, તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે દરરોજ સવારે તેને જળ ચળાવવાથી ફાયદો થાય છે. આ કરવાથી, સૂર્ય ભગવાનના આશીર્વાદ તમારા પર રહે છે. તમારા બધા દુઃખ સમાપ્ત થાય છે અને તમારી દરેક ઇચ્છા સમયસર પૂર્ણ થાય છે.

ધર્મ અને જ્યોતિષ બંનેમાં સૂર્ય ભગવાનને જળ ચળાવવાના ફાયદાઓનો ઉલ્લેખ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે આ જળમાં કેટલીક વિશેષ ચીજો મિક્સ કરો અને પછી સૂર્યદેવને જળ ચળાવો, તો તમને તેનાથી અન્ય ઘણા ફાયદા મળે છે. આ કરતી વખતે તમે કોઈ વિશેષ મંત્રનો જાપ પણ કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે તમારે સૂર્યને જળ ચળાવતી વખતે તેમાં શું મિક્સ કરવું જોઈએ.

અક્ષત: ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જ્યારે પણ કોઈ શુભ કાર્ય કે પૂજા કરવામાં આવે છે ત્યારે અક્ષતનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યને જળ ચળાવતી વખતે જો તેમાં અક્ષતનાં કેટલાક દાણા મિક્સ કરવામાં આવે તો ઘણા લાભ મળે છે. આ કરવાથી જીવનમાં કોઈ દુ: ખ રહેતું નથી અને વ્યક્તિ ખુશ રહે છે. આ ઉપરાંત આ ઉપાય દ્વારા ઘરમાં ઝઘડા પણ બંધ થઈ જાય છે અને શાંતિ રહે છે.

રોલી: સૂર્યને ચળાવવાના જળમાં રોલી પણ મિક્સ કરવું જોઈએ. આ કરવાથી સૂર્ય ગ્રહ સાથે જોડાયેલા બધા દોષ સમાપ્ત થઈ જાય છે. આ ઉપરાંત તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ ઉપાય કરવાથી તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે. જો તમારા ઘરના કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડે છે, તો તેની પાસે આ ઉપાય જરૂર કરાવો. તેના સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

ફૂલો: દેવી-દેવતાઓની પૂજામાં ફૂલોનો ઉપયોગ પણ ખૂબ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાનને ફૂલો ખૂબ પ્રિય હોય છે. તેથી જ્યારે તમે સૂર્ય ભગવાનને જળ ચળાવો ત્યારે તેમાં ફૂલો પણ શામેલ કરો. આ કરવાથી તમારા બધા કામ કોઈપણ અવરોધ વગર સમયસર પૂર્ણ થશે.

સાકર: હિન્દુ ધર્મમાં ભગવાનને ઘણીવાર સાકરનો પ્રસાદ ચળાવવામાં આવે છે. આ ભોગનો સ્વીકાર કરીને ભગવાન ખુશ થાય છે. તેથી તમે તેને સૂર્યને ચળાવવાના જળમાં મિક્સ કરી શકો છો. આ કરવાથી તમને ભગવાન સૂર્યના આશીર્વાદ મળશે અને તમે દરેક કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખી શકશો.

સૂર્યદેવને જળ ચળાવતા સમયે કરો આ મંત્રના જાપ: સૂર્યને જળ ચળાવતી વખતે જો તમે આ મંત્રના જાપ કરો તો પણ વધુ લાભ મળે છે. આ મંત્ર છે – ‘ૐ સૂર્યાય નમઃ’. આ ઉપરાંત તમે ગાયત્રી મંત્રના જાપ પણ કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ મંત્રોનો જાપ કરવાથી સૂર્ય ગ્રહ સાથે સંબંધિત દોષ સમાપ્ત થાય છે. આ મંત્ર દૂર્યદેવને પ્રસન્ન કરે છે.