જાણો સૂર્યને શા માટે સવારે જળ અર્પણ કરવામાં આવે છે, અને તેનાથી મળતા ફાયદાઓ વિશે

ધાર્મિક

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા તરીકે વર્ણવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય ભગવાનના આશીર્વાદ વગર વ્યક્તિને સમાજમાં યોગ્ય માન-સમ્માન મળતું નથી. શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૂર્યોદય સમયે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. સૂર્યને જળ ચળાવવાથી એક નહીં પરંતુ અન્ય ઘણા ફાયદા થાય છે, જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે.

સૂર્ય ભગવાનને જળ ચળાવવાની પરંપરા આજની નથી પરંતુ ખૂબ જ જૂના સમયથી ચાલી આવી રહી છે. સૂર્ય દેવતાને પ્રત્યેક્ષ દેવતા માનવામાં આવે છે કારણ કે દરરોજ તેમના દર્શન પ્રાપ્ત થાય છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને કારણે બધા લોકો ખૂબ પરેશાન છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમને કોઈ પણ પ્રકારની બિમારી ન થાય. દરેક વ્યક્તિ તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે.

શાસ્ત્રોમાં પોતાને સ્વસ્થ અને નિરોગી રાખવાના ઉપાય જણાવવામાં આવ્યા છે. જો તમે દરરોજ સવારે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો છો તો તમે ઘણી બિમારીઓથી દૂર રહી શકો છો. આજે અમે તમને સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ક્યા ક્યા ફાયદઓ મળે છે અને જળ અર્પણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યન રાખવું જોઈએ. તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

શરીર રહે છે શક્તિશાળી: જો તમે દરરોજ સૂર્યને જળ અર્પણ કરો છો તો સૂર્યના તેજથી તમારું શરીર શક્તિશાળી રહે છે. આટલું જ નહિ પરંતુ તમને સારા કાર્યોની પ્રેરણા પણ મળે છે. સૂર્યને જળ ચળાવવાથી શરીર દિવસભર સ્ફૂર્તિલું રહે છે, જેનો ફાયદો કાર્યક્ષેત્રમાં મળે છે.

સૂર્યને જળ અર્પણ કરવાથી મળે સ્વાસ્થ્ય લાભ: સૂર્યને સકારાત્મક ઉર્જાના પ્રતીક માનવામાં આવે છે. જો તમે દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરો છો, તો તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. જણાવી દઈએ કે સૂર્યના કિરણોને શરીરમાં રહેલા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદગાર માનવામાં આવે છે અને તે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ દૂર કરે છે. જો દરરોજ સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે, તો તેનાથી આત્મવિશ્વાસ વધે છે અને મનુષ્યને અનેક રોગોથી સુરક્ષિત રહે છે.

પ્રગતિ અને માન-સમ્માન અપાવે છે સૂર્ય: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યને સામ-સમ્માનના કારક ગ્રહ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ નોકરીના ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિએ દરરોજ નિયમિતપણે સૂર્યને જળ ચળાવવું જોઈએ. આ ઉપાય કરવાથી ઓફિસમાં મોટા અધિકારીઓનો સાથ મળશે. એટલું જ નહીં, માન અને સન્માન પણ વધશે અને તેમને ઉચ્ચ પદ પણ મળશે.

કુંડળી દોષથી મળે છે છુટકારો: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ નબળી છે, તો તે વ્યક્તિએ દરરોજ સૂર્ય ભગવાનને જળ ચળાવવું જોઈએ. આ કરવાથી, સૂર્યના કારણે ઉત્પન્ન થતા અવરોધ દૂર થાય છે.

સૂર્યને જળ અર્પણ કરવાની યોગ્ય રીત: સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરે કરીને ફ્રી થઈ જાઓ. તાંબાના વાસણમાં પાણી ભરો અને સૂર્યદેવને અર્પણ કરો. તમે આ પાણીમાં એક ચપટી રોલી અથવા લાલ ચંદન મિક્સ કરીને લાલ ફૂલ સાથે સૂર્યદેવને જળ ચળાવો. જ્યારે તમે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરી રહ્યા છો ત્યારે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારો ચહેરો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. ધ્યાનમાં રાખો કે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે, પાણીના છાંટા તમારા પગ પર ન આવવા જોઈએ. જણાવી દઈએ કે સૂર્યોદયના એક કલાકની અંદર સૂર્યદેવને જળ અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો સવારે 8:00 વાગ્યા સુધી જળ અર્પણ કરી શકો છો

1 thought on “જાણો સૂર્યને શા માટે સવારે જળ અર્પણ કરવામાં આવે છે, અને તેનાથી મળતા ફાયદાઓ વિશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *