બાળપણમાં ખૂબ જ ક્યૂટ હતી બોલીવુડની આ 5 સુંદર અભિનેત્રીઓ, સારા તો હતી ગજબની ક્યૂટ, જુવો તસવીર

બોલિવુડ

આપણી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં આજે એકથી એક ચઢિયાતી અભિનેત્રી છે, જેની સુંદરતા અને સ્ટાઈલના લોકો દિવાના છે અને બોલિવૂડની આ અભિનેત્રી બાળપણમાં પણ ખૂબ જ ક્યૂટ હતી અને આજે અમે તમને બોલીવુડના કેટલાક સુંદર સ્ટાર કિડ્સના બાળપણની ન જોઈ હોય તેવી તસવીર બતાવવા જઈ રહ્યા છીએ. જે તેના બાળપણમાં ખૂબ જ સુંદર અને નિર્દોષ હતી, અને આજે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે.

સોનમ કપૂર: બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર, જે અભિનેતા અનિલ કપૂરની લાડલી પુત્રી છે અને સોનમ કપૂરે બોલીવુડમાં તેની સ્ટાઈલથી લાખો લોકોનું દિલ જીતી લીધું છે અને સોનમે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો પણ કરી છે. જણાવી દઈએ કે સોનમ કપૂર આજે જેટલી સુંદર છે તેટલી જ બાળપણમાં પણ ખૂબ જ ક્યૂટ હતી, જે તમે સોનમના બાળપણની આ તસવીરમાં જોઈ શકો છો.

આલિયા ભટ્ટ: આલિયા ભટ્ટનું નામ આજે બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં શામેલ છે અને આલિયા બોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટર મહેશ ભટ્ટની પુત્રી છે. જણાવી દઈએ કે આલિયાએ વર્ષ 1999 માં બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં પગ મૂક્યો હતો અને તેની પહેલી ફિલ્મ નામ હતું સંઘર્ષ અને તે પછી આલિયાએ વર્ષ 2012 માં સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ધમાકેદાર શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે આલિયા બાળપણમાં ખૂબ જ ક્યૂટ હતી અને આ છે તેના બાળપણની તસવીર.

જાનવી કપૂર: દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને પ્રખ્યાત ડિરેક્ટર બોની કપૂરની પુત્રી જાનવી કપૂર, જેમણે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2018 માં ધડક ફિલ્મથી કરી હતી અને આ ફિલ્મમાં તેની વિરુધ ઇશાન ખટ્ટર જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે શ્રીદેવીની પુત્રી પોતાની માતા જેવી જ લાગે છે અને બાળપણમાં જાનવી કપૂર ખૂબ જ ક્યૂટ હતી અને જાનવી કપૂરની આ તસવીરો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તે બાળપણમાં કેટલી નિર્દોષ અને ક્યૂટ હતી.

સારા અલી ખાન: સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન આજે કોઈ ઓળખની મોહતાજ નથી. જણાવી દઈએ કે સારા અલી ખાને આજે તેની સ્ટાઈલથી દરેકનું દિલ જીતી લીધું છે અને આજે સારા અલી ખાનના સોશિયલ મીડિયા પર કરોડો ચાહકો છે. સારાએ ખુબ જ ટૂંકા સમયમાં બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. સારા અલી ખાનની બાળપણની તસવીર જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તે બાળપણમાં કેટલી સુંદર લાગતી હતી.

શ્રદ્ધા કપૂર: શ્રદ્ધા કપૂર જે બોલીવુડના પ્રખ્યાત વિલન અને કોમેડિયન શક્તિ કપૂરની લાડલી પુત્રી છે અને આજે શ્રદ્ધા કપૂરની ગણતરી બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાં થાય છે. જણાવી દઈએ કે શ્રદ્ધાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો કરી છે અને તેની ફિલ્મ આશિકી 2 માં તેની જોરદાર એક્ટિંગની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી અને તે ખૂબ પ્રખ્યાત થઈ. શ્રદ્ધા કપૂરની બાળપણની તસવીર જોઈને, તમે અંદાજ લગાવી શકો કે તે બાળપણમાં કેટલી સુંદર હતી.

Leave a Reply

Your email address will not be published.