કંઈક આ રીતે પોતાનો જન્મદિવસ ઉજવતા જોવા મળ્યા સની દેઓલ, પુત્ર કરણ અને પિતા ધર્મેન્દ્ર એ આપ્યા આ અનોખી સ્ટાઈલમાં અભિનંદન

બોલિવુડ

ઘાયલ, બોર્ડર, ગદર, ,ધાતક અને અર્જુન જેવી મોટી અને હિટ ફિલ્મોમાં પોતાની જોરદાર એક્ટિંગથી લાખો દિલો પર રાજ કરનાર બોલિવૂડ અભિનેતા સની દેઓલ પોતાનો 64 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 90 ના દાયકામાં સની દેઓલ ઇન્ડસ્ટ્રીનો એક પ્રખ્યાત ચેહરો રહ્યા છે. અને હંમેશાં તેના ટાઈમિંગ અને અલગ સ્ટાઇલમાં ડાયલોગ ડિલીવર કરવા માટે સની દેઓલ જાણીતા છે. આવી સ્થિતિમાં, તેમના જન્મદિવસ પર તેમને બોલિવૂડના સ્ટાર્સ અને તેના લાખો ચાહકો તરફથી ઘણા અભિનંદન મળી રહી છે.

વર્ષ 1983 માં આવેલી ફિલ્મ બેતાબથી સન્ની દેઓલે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેમની સાથે બોલિવૂડની જાણીતી અભિનેત્રી અમૃતા સિંહ સાથે જોવા મળી હતી. અમૃતા સાથે સનીની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને આ પહેલી ફિલ્મને પણ લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. ઉપરાંત, થોડા વર્ષો પછી સનીને તેની ફિલ્મ બેતાબ માટે ફિલ્મફેરમાં શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા. અને બધા બાળકોમાં કદાચ સની દેઓલ જ એવા છે જેમણે તેમના પિતા ધર્મેન્દ્રની જેમ જ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું હતું.

જ્યારે સની એક તરફ ચાહકોના અભિનંદન લઈ રહ્યા છે અને બધાનો આભાર માની રહ્યા છે. તો બીજી બાજુ, તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમણે તેના જન્મદિવસની કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં અભિનેતા તેમના જન્મદિવસની કેક કાપતા જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં સની ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને તેણે કેપ્શનમાં લખ્યું છે – ‘લવ યૂ ઓલ ફોર ઓલ ધ લવ યૂ ગિવ મી.’

બધા ચાહકોમાં, તેના પરિવારના સભ્યોએ પણ તેમને એક અનોખી સ્ટાઇલમાં જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. તેના પરિવારના સભ્યોમાં, તેના ભાઈ બોબી દેઓલે તેમને જન્મદિવસ પર અભિનંદન આપતા ર્ક તસવીર શેર કરી છે જેની સાથે તેમણે લખ્યું છે ‘હેપ્પી બર્થડે ટૂ ધ ગ્રેટેસ્ટ બ્રધર, ફ્રેન્ડ’ જેના પર ઘણા ચાહકોએ જન્મદિવસનિ શુભેચ્છાઓ આપી છે.

તે જ સમયે, તેમના પિતા ધર્મેન્દ્રભાઇ પણ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં પાછળ રહ્યા નથી. બધાથી અલગ તેમણે તેમના પુત્રની યંગ એઝની એક તસવીર શેર કરીને, પિતા ધર્મેન્દ્રએ તેમના પુત્ર સનીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. ધર્મેન્દ્રએ તસવીર સાથે એક સુંદર કેપ્શન પણ આપ્યું છે. તેમાં ધર્મેન્દ્રએ લખ્યું છે – ‘લવ યુ જેલી, જીતે રહો… મારા આત્માનો અવાજ … તમે જ છો.’

બહુ ઓછા લોકો જાણે છે કે સની દેઓલનો એક પુત્ર પણ છે. જણાવી દઇએ કે સનીના આ પુત્રનું નામ કરણ દેઓલ છે અને જો વાત કરીએ સની દેઓલના લગ્નની તો તેણે એક એનઆરઆઈ યુવતી પૂજા સાથે લગ્ન કર્યા છે, જેની સાથે આજે તે ખૂબ સુખી જીવન જીવી રહ્યા છે. આ સાથે જો આપણે વાત કરીએ તેની ફિલ્મી કારકિર્દીની, તો આપણે બધા જાણીએ છીએ કે તેણે લાંબા સમયથી ફિલ્મોને અલવિદા કહી દીધું છે. જોકે સની દેઓલ આ દિવસોમાં રાજકારણમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે, જેમાં તે ખૂબ જ સફળ જોવા મળી રહ્યા છે.

7 thoughts on “કંઈક આ રીતે પોતાનો જન્મદિવસ ઉજવતા જોવા મળ્યા સની દેઓલ, પુત્ર કરણ અને પિતા ધર્મેન્દ્ર એ આપ્યા આ અનોખી સ્ટાઈલમાં અભિનંદન

  1. An interesting discussion is worth comment. I do think that you ought to write more on this topic, it may not be a taboo matter but typically people don’t discuss these topics. To the next! Many thanks!!

  2. I was more than happy to uncover this page. I need to to thank you for your time just for this wonderful read!! I definitely liked every little bit of it and i also have you saved to fav to look at new things in your blog.

  3. Hello, I think your website might be having browser compatibility issues. When I look at your website in Opera, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, terrific blog!

Leave a Reply

Your email address will not be published.