મેળવવા ઇચ્છો છો માતા લક્ષ્મીના આશીર્વાદ, તો દરરોજ સાંજના સમયે જરૂર કરો આ કામ

ધાર્મિક

માતા લક્ષ્મી ધન અને સંપત્તિની દેવી છે. જેના પર માતા લક્ષ્મીની આશીર્વાદ હોય છે. તેમને કોઈ પણ પ્રકારની અછતનો સામનો કરવો પડતો નથી. માતા લક્ષ્મીના આશીર્વાદને કારણે ઘરમાં ધન-સંપત્તિની અછત રહેતી નથી, તેથી દરેક વ્યક્તિ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા ઇચ્છે છે. સંપત્તિ મેળવવા માટે સૌથી જરૂરી હોય છે વ્યક્તિ સખત મહેનત કરે અને મહેનતના આધારે બધું પ્રાપ્ત કરી શકાય છે. મહેનતુ લોકોથી માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે ખૂબ જ મહેનત કરે છે, છતાં પણ તેમને ધન, સુખ-સમૃદ્ધિ અને ખ્યાતિ પ્રાપ્ત થતી નથી. જો સખત મહેનત કર્યા પછી પણ તમારા ઘરમાં ધન-સંપત્તિની અછત છે, તો તમે આ એક કાર્ય દરરોજ કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો. તો ચાલો જાણીએ તે કયું કાર્ય છે, જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

હિન્દુ ધર્મમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બંને સમય ઇશ્વર બંધનના સમય માનવામાં આવે છે. તેથી, આ સમયે કરવામાં આવેલી પૂજાનું ટૂંક સમયમાં જ ફળ મળે છે. જો તમારા પર આર્થિક સમસ્યા છે તો તમે પણ સાંજના સમયે આ કાર્ય કરી શકો છો.

હિંદુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને તેથી તેને હરીવલ્લભ કહેવામાં આવે છે. ધાર્મિક મત મુજબ, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને દરરોજ તેમની પૂજા કરવામાં અને તેમને જળ ચઢાવવામાં આવે તો ત્યાં હંમેશા માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે. તેથી પહેલાના સમયમાં, આંગણાંની વચ્ચે તુલસીનો છોડ લગાવવામાં આવતો હતો.

જાણો સાંજના સમયે શું કરવું: દરરોજ સાંજના સમયે તુલસીના છોડની સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તુલસીની પરિક્રમા કરતી વખતે સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની અછત આવતી નથી. સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ ન કરો. દીવો એમ જ ન પ્રગટાવો. તુલસીના છોડની સામે હંમેશા ચોખાનું આસન આપીને દીવો પ્રગટાવો.

Leave a Reply

Your email address will not be published.