ખૂબ જ સુંદર છે વિવેક ઓબેરોયની પત્ની, બે બાળકોના પિતા છે અભિનેતા વિવેક, જુવો તેમના પરિવારની કેટલીક તસવીરો

બોલિવુડ

વિવેક ઓબેરોય એક સમયે હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા હતા, જો કે વિવાદોને કારણે તેની કારકિર્દી ઉતાર ચઢાવમાં ચાલી ગઈ હતી. તે એક સમયે હિંદી સિનેમામાં સારું કામ કરી રહ્યા હતા અને દર્શકોને પસંદ પણ આવી રહ્યાં હતા પરંતુ આ ટ્રેન્ડ લાંબો સમય ટકી શક્યો નહીં અને હવે તેની ગણતરી બોલીવુડના ફ્લોપ અભિનેતાઓમાં થાય છે.

3 સપ્ટેમ્બર 1976 ના રોજ વિવેકનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તે હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા સુરેશ ઓબેરોયના પુત્ર છે. વિવેકે પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘કંપની’ થી કરી હતી. આ ફિલ્મમાં હિંદી સિનેમાના દિગ્ગજ અભિનેતા અજય દેવગન પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ હિટ રહી હતી અને તે બોક્સ ઓફિસ પર પણ તેનો ધમાકો જોવા મળ્યો હતો.

વિવેકને પહેલી જ ફિલ્મથી મોટી ઓળખ મળી ગઈ હતી. વર્ષ 2002 માં આવેલી આ ફિલ્મ વિવેક માટે ખૂબ મહત્વની સાબિત થઈ હતી. તેની શ્રેષ્ઠ એક્ટિંગની દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી. આ ફિલ્મ પછી તે જ વર્ષે તેની ફિલ્મ ‘સાથિયા’ આવી હતી. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર પણ ધમાકો કર્યો અને ખૂબ હિટ બની. ‘સાથિયા’ માં તેની અભિનેત્રી રાની હતી મુખર્જી.

વિવેક ત્યાર પછી ફિલ્મ ‘ઓમકારા’ માં જોવા મળ્યા. તે જ આગળ જઈ શૂટઆઉટ એટ લોખંડવાલા ‘રોડ’, ‘દમ’અને ‘યુવા’ જેવી ફિલ્મોએ વિવેકને એક અલગ ઓળખ આપાવી. જો કે ધીરે ધીરે વિવેકનું સ્ટારડમ ફિક્કું પડતું ગયું. અભિનેતા સલમાન ખાન સાથે પંગો લેવાને કારણે તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ.

એક સમયે એશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન વચ્ચેના સંબંધો હેડલાઈન્સમાં રહ્યા હતા. જ્યારે બંનેનું બ્રેકઅપ થયું હતું તો એશ્વર્યાને વિવેકનો સાથ મળ્યો હતો. એવું કહેવાય છે કે એશ્વર્યા અને વિવેકનું પણ થોડા સમય સુધી અફેર ચાલ્યું હતું અને આ વાતથી સલમાનને ઘણું દુ:ખ થયું હતું. આ કારણે બંને અભિનેતાઓ વચ્ચે વિવાદ થઈ ગયો હતો.

જણાવી દઈએ કે પછી એશ્વર્યા અને વિવેકનો સંબંધ પણ સમાપ્ત થઈ ગયો. એશ્વર્યાએ 2007 માં અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા તો વિવેકે વર્ષ 2010 માં પ્રિયંકા અલ્વા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 29 ઓક્ટોબર 2010 ના રોજ સાત ફેરા લીધા હતા અને હવે બંને સાથે ખૂબ જ સુખી જીવન પસાર કરી રહ્યા છે. વિવેક અને પ્રિયંકા બે બાળકોના માતા-પિતા છે. કપલની પુત્રીનું નામ અમિયા નિરવાના વીર ઓબેરોય છે જ્યારે પુત્રનું નામ વિવાર વીર ઓબેરોય છે.

વિવેક ઓબેરોય ઘણા ધાર્મિક પણ છે. દર વર્ષે તેમના ઘરમાં ગણેશજીનું આગમન થાય છે. તે તેમના પરિવાર સાથે ખૂબ જ ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવે છે. સાથે જ એવું પણ કહેવાય છે કે વિવેકની ભગવાન કૃષ્ણમાં પણ ઉંડી શ્રદ્ધા છે. તે દર વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ પ્રસંગે સમગ્ર પરિવાર સાથે ઈસ્કોન મંદિર પણ જાઈ છે.

આ છે વિવેકનું રિયલ નામ: આ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે વિવેકનું પૂરું નામ વિવેકાનંદ છે કે જે તેમના પિતાએ સ્વામી વિવેકાનંદના નામ પરથી રાખ્યું હતું. જો કે સ્વામી વિવેકાનંદના નામની ગરિમા જાળવવા માટે વિવેકે તેના બોલીવુડ ડેબ્યુ સાથે નામના પાછળના ભાગમાંથી આનંદ શબ્દ કાઢી તેને માત્ર વિવેક જ રહેવા દીધું.

શાકાહારી છે વિવેક: વિવેક એક શાકાહારી વ્યક્તિ છે. તેના શાકાહારી બનવા પાછળ અભિનેત્રી કરીના કપૂરનો હાથ છે. તે પહેલા શાકાહારી ન હતા, જો કે તે માંસાહાર છોડવાનો શ્રેય કરીનાને આપે છે.

વિવેક હવે ફિલ્મોથી દૂર જ છે. તે તેના પરિવાર અને બાળકો સાથે વધારે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તે ચેરિટી માટે પણ કામ કરે છે. આ દિવસોમાં વિવેક કોઈ ને કોઈ કારણથી હેડલાઈન્સનો ભાગ બની રહે છે. વર્કફ્રંટની વાત કરીએ તો તે છેલ્લે પીએમ મોદીની બાયોપિકમાં પીએમની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા હતા.