‘હુસ્ન ની મલ્લિકા’ છે વિવેક ઓબેરોય ની બહેન, ગ્લેમર દુનિયાથી દૂર રહીને કરે છે આ કામ, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

ફિલ્મ ‘કંપની’ દ્વારા બોલિવૂડ દુનિયામાં પ્રવેશ કરનાર અભિનેતા વિવેક ઓબેરોયની પોતાની એક ખાસ ઓળખ છે. વિવેક ઓબેરોયે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી એશ્વર્યા રાયથી લઈને રાની મુખર્જી સુધી બધી મોટી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. જોકે વિવેક અત્યારે બોલિવૂડમાં વધુ એક્ટિવ નથી, પરંતુ તે હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.

જણાવી દઈએ કે, વિવેક ઓબેરોય પોતાના જમાનાના પ્રખ્યાત અભિનેતા સુરેશ ઓબેરોયનો પુત્ર છે. આવી સ્થિતિમાં વિવેક ઓબેરોયનો ફિલ્મી દુનિયામાં પગ મૂકવો વ્યાજબી છે, પરંતુ વિવેકની બહેન જે આ ગ્લેમર દુનિયાથી દૂર રહે છે અને તેને લાઇમલાઇટમાં આવવું પણ પસંદ નથી. ફિલ્મી પરિવાર સાથે સંબંધ હોવા છતાં, તે લાઈમલાઈટથી ખૂબ દૂર રહે છે. આજે અમે તમને વિવેક ઓબેરોયની બહેન અને અભિનેતા સુરેશ ઓબેરોયની પુત્રી મેઘના ઓબેરોય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તો ચાલો જાણીએ મેઘના ઓબેરોયના જીવન વિશે.

ફિલ્મી પરિવારથી હોવા છતાં મેઘના ઓબેરોય એક્ટિંગની દુનિયામાં આવવા ઈચ્છતી નથી. મેઘના દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તે પોતાની સુંદરતાથી બોલિવૂડની મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. મેઘના પોતાની પર્સનલ લાઈફમાં ખૂબ સ્ટાઇલિશ છે પરંતુ કેમેરા સામે આવવાથી ખૂબ દૂર રહે છે.કહેવાય છે કે તે પોતાની લાઈફને પર્સનલ રાખવાનું પસંદ કરે છે. આટલું જ નહીં પરંતુ મેઘના સોશિયલ મીડિયા પર પણ વધુ એક્ટિવ રહેતી નથી. ખાસ વાત એ છે કે મેઘનાને એક્ટિંગનો કોઈ શોખ નથી, પરંતુ તે સિંગિંગનો શોખ ધરાવે છે અને બોલિવૂડના ઘણા પ્રોજેક્ટ પણ કરી ચૂકી છે.

જણાવી દઈએ કે મેઘના ઓબેરોયે ફિલ્મ ‘મસ્તી’ માટે ‘સાયાનજી બૈયાં ચુડાકે’ ગીત ગાયું હતું. ફિલ્મ મસ્તીમાં તેમના ભાઈ વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં હતા. મેઘનાના લગ્ન મુંબઈના બિઝનેસમેન અમિત બામા સાથે થયા છે. તેમણે વર્ષ 2002 માં તેમનું એક આલ્બમ ‘વાદા કરો’ રીલીઝ કર્યું હતું. હાલમાં મેઘના તેના પરિવારનું ધ્યાન રાખી રહી છે અને તે પોતાની પર્સનલ લાઈફમાં ખૂબ ખુશ છે.

બીજી બાજુ જો આપણે વિવેક ઓબેરોય વિશે વાત કરીએ, તો તે બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા અભિનેતા છે. વિવેક ઓબેરોયે વર્ષ 2002 માં રામ ગોપાલ વર્માની ફિલ્મ કંપનીથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે એક ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી હતી અને તેમણિ એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

ત્યાર પછી વિવેક ઓબેરોયે રોમેન્ટિક, એક્શન, ડ્રામા અને કોમેડી ફિલ્મોમાં કામ કર્યું છે. વિવેકને તેની એક્ટિંગ માટે બેસ્ટ મેલ ડેબ્યુ અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યો છે. વિવેકે ફિલ્મ યુવા, સાથિયા, મસ્તી અને ઓમકારા જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવી છે. વિવેક ઓબેરોય બોલિવૂડની જાણીતી અભિનેત્રી એશ્વર્યા રાય સાથેના અફેરને કારણે પણ હેડલાઇન્સમાં રહી ચૂક્યા છે.