‘કાશ્મીર ફાઇલ્સ’ પછી ‘દિલ્હી ફાઇલ્સ’ બનાવશે વિવેક અગ્નિહોત્રી, જાણો શું હશે ફિલ્મનો વિષય?

બોલિવુડ

ધ કશ્મીર ફાઈલ્સની રેકોર્ડબ્રેક સફળતા પછી ફિલ્મના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ પોતાના નવા પ્રોજેક્ટની ઘોષણા કરી છે. તેમની નવી ફિલ્મ હશે ‘ધ દિલ્હી ફાઇલ્સ’. આ ફિલ્મના વિષય વિશે વિવેકે હજુ સુધી કોઈ ઔપચારિક ખુલાસો કર્યો નથી, પરંતુ લોકોમાં આ વાતની અટકળો ચાલી રહી છે કે આ ફિલ્મ 1984ના દિલ્હી દંગો પર આધારિત હોઈ શકે છે.

ટ્વિટ કરીને આપી માહિતી: ધ કશ્મીર ફાઇલ્સ પછી, વિવેક રંજન અગ્નિહોત્રી દિલ્હી ફાઇલ્સ બનાવશે. વિવેક રંજન અગ્નિહોત્રીએ ટ્વિટ પર પોતાની નવી ફિલ્મનું ટાઇટલ જણાવ્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું – હું તે તમામ લોકોનો આભાર માનું છું જેમણે કશ્મીર ફાઇલ્સ બનાવી છે. છેલ્લા 4 વર્ષથી અમે પૂરી ઇમાનદારી સાથે મહેનત કરી છે. બની શકે છે કે મેં તમારા TL ને સ્પામ કર્યો હોય પરંતુ કશ્મીરી હિંદુઓ સાથે થયેલા નરસંહાર અને અન્યાય વિશે લોકોને જણાવવું ખૂબ જ જરૂરી છે. હવે સમય આવી ગયો છે કે હું મારી નવી ફિલ્મ પર કામ કામ કરું.

‘ધ દિલ્હી ફાઇલ્સ’માં શું બતાવશે? આગલા ટ્વીટમાં, વિવેક અગ્નિહોત્રીએ નવી ફિલ્મની ઘોષણા કરતા, લખ્યું – #TheDelhiFiles, વિવેક અગ્નિહોત્રીના આ નવા પ્રોજેક્ટ વિશે જાણ્યા પછી, લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકોના રિએક્શન જોયા પછી એવું લાગે છે કે તેઓ એ જાણવા માટે ઉત્સુક છે કે ધ દિલ્હી ફાઇલ્સમાં વિવેક અગ્નિહોત્રી શું બતાવવા જઈ રહ્યા છે. ઘણા યુઝર્સ એ અંદાજ લગાવી રહ્યા છે કે ધ દિલ્હી ફાઇલ્સમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બતાવવામાં આવશે. તો કેટલાક લોકો દિલ્હી દંગો પર આધારિત હોવાની વાત કરી રહ્યા છે, તો કેટલાક લોકોએ વિવેક અગ્નિહોત્રીને નવા પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવી છે.

‘અમે બોલીવુડની બહારના છીએ’: બોલિવૂડના મુદ્દા પર વાત કરતા વિવેકે ETimes ને કહ્યું, ‘હું અહીં કોઈને ખોટા જણાવવા કે કોઈને હરાવવા માટે નથી આવ્યો. આપણે આપણા દમ પર ફિલ્મો બનાવીએ છીએ. અમે બોલીવુડની બહાર છીએ. ખરેખર અને બોલીવુડથી બિલકુલ વિરુદ્ધ છીએ. અમે સ્વતંત્ર ફિલ્મમેકર છીએ. મને કોઈ ફરક નથી પડતો કે કોઈ પ્રસંશા કરે છે કે નહિં. મેં માત્ર એટલું જ જણાવ્યું હતું કે કેવી રીતે ખૂબ જ પ્રભાવશાળી લોકો ફેક ન્યૂઝ અને નફરતી પ્રોપેગેંડા દ્વારા મારી ફિલ્મને બરબાદ કરવા ઈચ્છતા હતા.’

મોટા સ્ટાર સાથે શા માટે કામ કરવા નથી ઈચ્છતા? વિવેક અગ્નિહોત્રીએ ‘ધન ધના ધન ગોલ’ અને ‘ચોકલેટ’ જેવી કોમર્શિયલ ફિલ્મોથી શરૂઆત કરી હતી. પછી તેમણે ‘બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ’ અને ‘ધ તાશકંદ ફાઇલ્સ’ જેવી ઓફબીટ ફિલ્મો બનાવી. તેના વિશે વાત કરતાં તેમણે કહ્યું, ‘હું ટેલેંટેડ લોકો સાથે ક્રિએટિવ કામ કરવા ઈચ્છું છું. હું જે વાતાવરણમાં કામ કરી રહ્યો હતો તેને એંજોય કરી રહ્યો ન હતો. છેવટે કેવી રીતે કોઈ સ્ટાર કોન્ટ્રેક્ટ માં ફિલ્મનું ક્રિએટિવ, એડિટિંગ અને માર્કેટિંગ કંટ્રોલ લઈ શકે? તમે કોણ છો ભાઈ? હું એક ફિલ્મ બનાવી રહ્યો છું અને તે ડાયરેક્ટરની જ ફિલ્મ હોવી જોઈએ.

બોલિવૂડની સિસ્ટમને કરી ચેલેંજ: લોકો સ્ક્રિપ્ટ બદલવા આવે છે. માની લો કે હું કોઈ અજાણી વ્યક્તિ સાથે કામ કરી રહ્યો છું તો મને કોઈ કંઈ સમજશે નહીં પરંતુ જો હું કોઈ મોટા સ્ટારને સાઈન કરીશ તો મારું સ્ટેટસ ખૂબ મોટું સમજવામાં આવશે. જો તમે બાદશાહ સાથે કામ કરી રહ્યા છો તો તમે બાદશાહ છો પરંતુ જો તમે બાદશાહ સાથે કામ કરી રહ્યા નથી તો તમે રંક છો. તમે કંઈ પણ નથી. હું બસ આ માનસિકતાને તોડવા ઈચ્છતો હતો અને સિસ્ટમને ચેલેંજ કરવા ઈચ્છતો હતો.