માલદીવમાં સમુદ્ર કિનારે વેકેશન એંજોય કરતા જોવા મળ્યા દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયા, જુવો તેમની રોમેંટિક તસવીરો

મનોરંજન

દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની દુનિયાનો પ્રખ્યાત ચહેરો છે. બનુ મેં તેરી દુલ્હન અને યે હૈ મોહબ્બતેં જેવી સિરિયલોથી લોકપ્રિય બનેલી દિવ્યાંકા ત્રિપાઠીએ તાજેતરમાં પોતાના લગ્નની 6ઠ્ઠી એનિવર્સરી સેલિબ્રેટ કરી. જણાવી દઈએ કે તે અને વિવેક દહિયા 9 જુલાઈ 2016ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેના પ્રેમની શરૂઆત પણ ‘યે હૈ મોહબ્બતેં’ના સેટ પર થઈ હતી.

માલદીવમાં પતિ સાથે મસ્તી કરી રહી છે દિવ્યાંકા: આ દિવસોમાં દિવ્યાંકા અને વિવેક માલદીવમાં વેકેશન એંજોય કરી રહ્યા છે. તેઓ સતત પોતાના રોમાંસ અને ઇન્જોયમેંટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહ્યાં છે. આ તસવીરો જોઈને લાગે છે કે લગ્નના 6 વર્ષ પછી પણ બંને વચ્ચે ખૂબ જ ગાઢ પ્રેમ છે. બંનેએ માલદીવમાં સાથે ખૂબ જ મસ્તી કરી છે.

જો કે દિવ્યાંકા મોટાભાગે પોતાના કામમાં વ્યસ્ત રહે છે. પરંતુ આ વખતે તેણે કામથી બ્રેક લીધો અને મનને ફ્રેશ કરવા માટે વેકેશનનો સહારો લીધો. આ દરમિયાન, કપલે ક્યારેક પાણીમાં તરતી પ્લેટમાં ડિનર કર્યું તો ક્યારેક સ્વિમિંગ પૂલ પાસે રોમેન્ટિક સ્ટાઈલમાં તસવીરો ક્લિક કરાવી હતી.

લગ્નની 6ઠ્ઠી એનિવર્સરી પર આપ્યા અભિનંદન: પોતાના લગ્નની એનિવર્સરી પર, કપલે સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને અભિનંદન પણ આપ્યા હતા. દિવ્યાંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિવેક સાથે એક તસવીર શેર કરી છે. સાથે કેપ્શનમાં લખ્યું છે, “હું તમારો આભાર માનવા ઈચ્છું છું કે તમે આપણા નસીબ પર વિશ્વાસ કર્યો. 6 વર્ષ પહેલા મારી સાથે પ્રેમ કર્યો. હેપ્પી વેડિંગ એનિવર્સરી વિવ.”

બીજી તરફ વિવેક પણ પોતાની ધર્મપત્નીને અભિનંદન આપવામાં પાછળ નથી રહ્યા. તેમણે પોતાની અને દિવ્યાંકાની તસવીરો શેર કરતા લખ્યું, “આ 6 વર્ષ ક્યારે પસાર થઈ ગયા ખબર ન પડી. તમારો જાદુ અને પ્રેમ છે જે આપણને સાથે રહેવાની પ્રેરણા આપતો રહે છે. હું તમને વચન આપું છું કે દુનિયાની કોઈ પણ ચીજ માટે તેનો વેપાર નહિં કરું.”

જણાવ્યું પોતાની હેપ્પી મેરિડ લાઈફનું સીક્રેટ: પોતાના લગ્નને આટલા વર્ષ હસી ખુશી સાથે જાળવી રાખવા પર દિવ્યાંકા એ કહ્યું હતું કે તમારે તમારા પાર્ટનર સાથે તે ચીજો પર ધ્યાન આપવું જોઈએ જે તમને બંનેને એક સાથે બાંધી રાખે છે. જેવી રીતે વિવેક અને હું શરૂઆતના દિવસોમાં એકબીજાને આઈ લવ યુ કહેતા ન હતા. પરંતુ પછી અમે બોલવાનું શરુ કર્યું. તેનાથી ઘણો ફરક જોવા મળ્યો. હા હું જાણું છું કે તમે તમારા જીવનસાથીને પ્રેમ કરો છો. પરંતુ ક્યારેક ક્યારેક તેને ખુલીને વ્યક્ત કરવામાં આવે તો સંબંધ વધુ મજબૂત બને છે.

કામની વાત કરીએ તો દિવ્યાંકા ત્રિપાઠીના પતિ પરમેશ્વર વિવેક દહિયા આ દિવસોમાં પોતાની એક્ટિંગ કારકિર્દી પર ખૂબ ધ્યાન આપી રહ્યા છે. તે તાજેતરમાં જ અંકિતા લોખંડેની વેબ સિરીઝ પવિત્ર રિશ્તા 2 ની નવી સીઝનમાં જોવા મળ્યા હતા. સાથે જ દિવ્યાંકા છેલ્લી વખત કહાં હમ કહાં તુમ શો માં જોવા મળી હતી.