જાણો શું છે વિવાહ પંચમી અને ક્યારે છે તેનું શુભ મુહૂર્ત, આ છે તેનું મહત્વ અને પૂજા વિધિ

ધાર્મિક

હિંદુ કેલેન્ડર મુજબ માગસર મહિનામાં શુક્લ પક્ષની પાંચમ તિથિએ વિવાહ પંચમી ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં આ દિવસનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. આ વખતે વિવાહ પંચમી બુધવાર, 08 ડિસેમ્બર 2021 ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક કથાઓનું માનીએ તો આ દિવસે પુરુષોત્તમ ભગવાન રામ અને માતા સીતાના લગ્ન થયા હતા.

આ કારણોસર વિવાહ પંચમીનો તહેવાર ભગવાન શ્રી રામ અને માતા સીતાના લગ્નની વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવે છે. અન્ય માન્યતા મુજબ તુલસીદાસજી દ્વારા રામચરિતમાનસ પણ આ દિવસે સમાપ્ત થયું હતું. આ દિવસે ભગવાન રામ અને સીતા માતાના મંદિરોમાં અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. લોકો પૂજા અને અનુષ્ઠાન કરે છે.

આ દિવસે ઘણી જગ્યા પર શ્રી રામચરિતમાનસનો પાઠ કરવામાં આવે છે. મિથિલાંચલ અને નેપાળમાં તો આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે કારણ કે માતા સીતા ત્યાંની પુત્રી હતી. અહીં જાણો આ તહેવારનું મહત્વ, શુભ સમય અને પૂજા વિધિ વિશે.

જાણો આ દિવસનું મહત્વ: આ દિવસ તે લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમના લગ્ન નથી થઈ રહ્યા અને અનેક પ્રકારના અવરોધ આવી રહ્યા છે. આ લોકોએ વિવાહ પંચમીના દિવસે ભગવાન શ્રી રામ અને માતા સીતાનું વ્રત રાખવું જોઈએ અને નિયમ પ્રમાણે તેમની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી લગ્નજીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. સાથે જ તમને તમારા મન મુજબ જીવન સાથી મળશે.

આટલું જ નહીં, જો પરિણીત લોકો આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધા સાથે રાખે છે તો લગ્નજીવનની દરેક પ્રકારની સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. આ સાથે જ જો તમે લગ્ન પંચમીના દિવસે ઘરમાં રામચરિતમાનસના પાઠ કરો છો તો ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

લગ્ન પંચમી શુભ મુહૂર્ત: વિવાહ પંચમી તિથિ શરૂ – 07 ડિસેમ્બર 2021 ના રોજ રાત્રે 11:40 વાગ્યે અને વિવાહ પંચમી તિથિ સમાપ્ત – 08 ડિસેમ્બર 2021 ના રોજ રાત્રે 09:25 વાગ્યે.

વિવાહ પંચમી પૂજા વિધિ આ રીતે છે: સૌથી પહેલા સવારે ઉઠીને સ્નાન કરો, પછી ભગવાન શ્રી રામ અને માતા સીતાનું સ્મરણ કરીને મનમાં વ્રતનો સંકલ્પ લો. ત્યાર પછી એક ચોકી પર ગંગા જળ છાંટીને, લાલ અથવા પીળા રંગના વસ્ત્રો પાથરો અને ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિની સ્થાપના કરો. આ સાથે જ ભગવાન રામને પીળા વસ્ત્રો અને માતા સીતાને લાલ વસ્ત્રો પહેરાવો. આટલું કર્યા પછી, રોલી, અક્ષત, ફૂલ, ધૂપ અને દીવા વગેરેથી તેમની પૂજા કરો. પ્રસાદ ચળાવો. આ દિવસે પૂજા દરમિયાન બાલકાંડમાં આપેલા લગ્ન પ્રસંગના પાઠ કરવા જોઈએ. ત્યાર પછી ‘ૐ જાનકી વલ્લભાય નમઃ’ મંત્રની 1, 5, 7 અથવા 11 માળા કરો. ત્યાર પછી સાચા મનથી પ્રેમપૂર્વક આરતી કરો. પૂજા કર્યા પછી, તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો. ત્યારા પછી આખા ઘરને પ્રસાદ ખવડાવો.