16 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે ‘વિવાહ’ ની શાહિદ કપૂરની સાળી, તસવીરો જોઈને ઓળખવી પણ બની જશે મુશ્કેલ

બોલિવુડ

બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ પોતાના ટ્રાંસફોરમેશનથી લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. ખાસ કરીને જે અભિનેત્રીઓ ઘણા વર્ષો પહેલા જોવા મળી હોય, તે અચાનક જોવા મળે તો અલગ જ સ્ટાઈલમાં જોવા મળે છે. કંઈક આવી જ તસવીરો આ દિવસોમાં શાહિદ કપૂરની ઓનસ્ક્રીન સાળીની પણ જોવા મળી રહી છે. તેણે અદ્ભુત પરિવર્તન કર્યું છે.

શાહિદની ફિલ્મ ‘વિવાહ’ ખૂબ હિટ થઈ હતી. આ ફિલ્મમાં તેમની સાળીનું પાત્ર અમૃતા પ્રકશ એ નિભાવ્યું હતું. તે આ ફિલ્મમાં શ્યામ છોકરી બની હતી. જો કે 16 વર્ષ પછી, તેણે પોતાને એટલી બદલી નાખી છે કે તમે તેને ઓળખી શકશો નહીં. ચાલો જોઈએ તેની હાલની તસવીરો.

19 વર્ષની ઉંમરમાં બની હતી શાહિદની સાળી: અમૃતા પ્રકાશે પોતાની ફિલ્મી કારકીર્દિની શરૂઆત ખૂબ જ નાની ઉંમરમાં કરી હતી. તે, તે સમયે માત્ર 19 વર્ષની હતી જ્યારે તેણે શાહિદ કપૂરની સાળીનું પાત્ર નિભાવ્યું હતું. તે સમયે તે એક સામાન્ય ઘરેલું છોકરી બની હતી. શ્યામ રંગ અને સામાન્ય કપડાંમાં તે કોઈ સામાન્ય પરિવારની છોકરી જેવી લાગી રહી હતી.

જો કે સમયની સાથે તેણે પોતાને ટ્રાંસફોર્મ કરવાના ખૂબ પ્રયત્નો કર્યા. પરિણામ પણ દરેકની સામે છે. વર્ષ 2006 માં વિવાહ ફિલ્મમાં જોવા મળેલી અમૃતા પ્રકાશ હવે ખૂબ જ આકર્ષક લાગે છે. સમયની સાથે તેની અંદર એટલું પરિવર્તન આવ્યું છે કે તેને જોઈને તમે દાંત નીચે આંગળી દબાવવા પર મજબૂર થઈ જશો.

35 વર્ષની થઈ ગઈ છે અભિનેત્રી અમૃતા: અમૃતા હવે 35 વર્ષની થઈ ચુકી છે. તેની સુંદરતા સમયની સાથે વધુ નિખરી રહી છે. તેની એકથી એક ચઢિયાતી સુંદર તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉંટ પર જોવા મળે છે. તે વેસ્ટર્નથી લઈને ઈંડિયન લુકમાં પરફેક્ટ જોવા મળે છે. અભિનેત્રીએ નાની ઉંમરથી જ જાહેરાત સાથે એક્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું.

તેણે ઘણી કંપનીઓની એડમાં કામ કર્યું. તેમાં કેરળની ફૂટવેર કંપનીથી લઈને લગભગ 50 મોટી બ્રાન્ડ્સ શામેલ છે. પછી તેને ટીવી શોમાં પણ કામ મળવા લાગ્યું હતું. નાના બાળકોના શોમાં અમૃત પ્રકાશ જોવા મળી હતી. જોકે અમૃતની પહેલી ફિલ્મ ‘વિવાહ’ ન હતી. તેણે 2001 માં ‘તુમ બિન’ ફિલ્મથી ફિલ્મી કારકીર્દિની શરૂઆત કરી હતી.

સાઉથ ફિલ્મમાં પણ કરી ચુકી છે કામ: ‘તુમ બિન’ ફિલ્મ કર્યા પછી, અભિનેત્રીને ટીવી શોની ઓફર મળવા લાગી. ત્યાર પછી તેણે ‘ક્યા મસ્તી ક્યા ધૂમ’ નામના ટીવી શોમાં કામ કર્યું. તેની સાથે જ ‘હર ઘર કુછ કહતા હૈ’ ટીવી શોમાં પણ અભિનેત્રીએ પોતાની કુશળતા બતાવી હતી. જોકે અભિનેત્રી માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ સાઉથ ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો જાદુ બતાવી ચુકી છે.

તેણે વર્ષ 2004 માં મલયાલમ ફિલ્મમાં પણ એક્ટિંગ કરી હતી. આ ફિલ્મનું નામ ‘મંજુપોલોરો પેનક્યુટી’ હતું. આ ફિલ્મને પછી તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં એક્ટિંગ માટે અમૃતાને સ્ટેટના નેશનલ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે નામાંકિત કરવામાં આવી હતી.