વિશાલ દદલાની ના પિતાનું થયું નિધન, સંગીતકાર નું છલક્યું દર્દ, જાણો તેમના પિતાના નિધનનું કારણ

બોલિવુડ

દુનિયાભરમાં ફરી એકવાર કોરોનાએ પોતાના પગ ફેલાવ્યા છે. સામાન્ય માણસનું જીવન પાટા પર આવી ગયું હતું કે કોરોનાના નવા વેરિયંટ એ ફરીથી બધું તબાહ કરીને રાખી દીધું છે. આ વાયરસે ફરી એકવાર લોકોને પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય માણસથી લઈને ટીવી અને બોલિવૂડ સેલેબ્સ સુધી આ વાયરસનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં એંટરટેનમેંટ ઈંડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સિંગર-મ્યૂઝિક વિશાલ દદલાનીના પિતા મોતી દદલાનીનું 79 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. આ વાતની માહિતી વિશાલે શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી છે.

નોંધપાત્ર છે કે વિશાલના પિતા કોરોનાથી સંક્રમિત હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ચાહકોની સાથે સેલેબ્સે પણ વિશાલના પિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં બોલિવૂડથી લઈને સાઉથ અને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા સેલેબ્સ કોરોના વાયરસનો શિકાર થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા દ્વારા આપ્યા દુઃખદ સમાચાર: મ્યુઝિક કંપોઝર વિશાલ દદલાનીએ પિતાના નિધનની માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા આપી છે. તેમણે પોતાના પિતાની એક તસવીર શેર કરતા લખ્યું, “ગઈ રાત્રે, મારા સૌથી સારા મિત્ર, પૃથ્વી પર સૌથી સારા અને દયાળુ માણસને મેં ગુમાવ્યા છે. હું જીવનભર મારા શિક્ષક બનવા માટે એક શ્રેષ્ઠ પિતા અથવા એક સુંદર વ્યક્તિ માટે વધુ કંઈ કહી શકતો નથી. મારી અંદર જે કંઈ પણ સારું છે તે તેમનું જ એક હળવું પ્રતિબિંબ છે.” જણાવી દઈએ કે આ દરમિયાન વિશાલ પોતે પણ સંક્રમિત છે.

તેમણે પોતાની આ પોસ્ટમાં પોતાનું દુઃખ વ્યક્ત કરતાં આગળ લખ્યું, ‘હું ન તો મારા બીમાર પિતા સાથે અને ન તો શોકમાં ડૂબેલી માતા સાથે આ સમયે રહી શકું છું. તે છેલ્લા કેટલાક દિવસોથી ICUમાં એદમિટ હતા. પરંતુ આ સમય દરમિયાન હું તેને મળવા જઈ શક્યો નહીં. સાથે જ હું મારી માતાનો તેના સૌથી મુશ્કેલ સમયમાં સાથ આપી શકતો નથી. આ ખરેખર યોગ્ય નથી. હું નથી જાણતો કે તેમના વગર દુનિયામાં કેવી રીતે રહેવું. હું સંપૂર્ણ રીતે તૂટી ચુક્યો છું.

કોરોનાએ તેમને પણ ન છોડ્યા: બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ મેકર પ્રિયદર્શન કોરોના પોઝિટિવ છે. તેઓ આ સમયે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં એદમિટ છે. ડોકટરોની ટીમ તેમની દેખરેખમાં કાર્યરત છે. 64 વર્ષના ફિલ્મ મેકરની હાલત હાલમાં સ્થિર અને નાજુક જણાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ચાહકો તેમની ટૂંક સમયમાં સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

નોંધપત્ર છે કે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સેલેબ્સ એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જોકે તેમાંથી ઘણા ઠીક પણ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિશાલ દદલાની, સોનુ નિગમ, મ્યુઝિક ડિરેક્ટર એસ થમન, સ્વરા ભાસ્કર સહિત ઘણા સેલેબ્સ હાલમાં કોવિડ 19 થી સંક્રમિત છે. આ પહેલા કરીના કપૂર ખાન, મનોરા ફતેહી, અંશુલા કપૂર, રિયા કપૂર, અર્જુન કપૂર, મહિપ કપૂર, શનાયા કપૂર સહિત ઘણા સેલેબ્સ કોરોના સામે લડી ચુક્યા છે.