ખૂબ જ સુંદર છે વિરેંદ્ર સેહવાગની પત્ની આરતી, જુવો સેહવાગની તેમના પરિવાર સાથેની તસવીરો

રમત-જગત

ક્રિકેટ, આ એક એવી રમત છે જેને દરેક પસંદ કરે છે અને દરેક શહેરના નાનામાં નાના મેદાનમાં અને ભારતની દરેક ગલીમાં પણ રમાય છે. અને જો જોવામાં આવે તો અહીંથી મોટા-મોટા ક્રિકેટરો પણ નીકળે છે, તેમાંથી એક છે વીરેન્દ્ર સહવાગ. જેને પ્રેમથી વીરૂના નામથી પણ ઓળખવામાં આવે છે, તે શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે.

વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક સહવાગનો જન્મ 20 ઓક્ટોબર 1978ના રોજ નવી દિલ્હીમાં અનાજના વેપારીના ઘરે થયો હતો. તેમણે પોતાનું બાળપણ સંયુક્ત પરિવારમાં તેમના ભાઈ-બહેન, કાકા, કાકી અને ભાઈઓ સાથે પસાર કર્યું હતું. તેમનો પરિવાર હરિયાણાનો છે અને પછી તેઓ દિલ્હી શિફ્ટ થઈ ગયા હતા. પોતાના પિતા કૃષ્ણા અને માતા કૃષ્ણા સહવાગના ચાર સંતાનોમાંથી સહવાગ ત્રીજા છે. તેમના પિતાએ બાળપણમાં જ સહવાગનો ક્રિકેટમાં રસ માપી લીધો હતો અને સાત મહિનાના સેહવાગને તેમણે રમકડાંનું બેટ અપાવ્યું હતું.

પછી સેહવાગ અભ્યાસ માટે નવી દિલ્હીની અરોરા વિદ્યા સ્કૂલમાં અભ્યાસ કરવા લાગ્યા અને સેહવાગ હંમેશા તેમના માતા-પિતાને ક્રિકેટ રમવા માટે પરેશાન કરતા રહેતા હતા. તેના આધારે તેમણે પોતાની ક્રિકેટ કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં આક્રમક બેટ્સમેન તરીકે પોતાની ઓળખ બનાવી અને તે સમયે તેના કોચ અમરનાથ શર્મા હતા. 1990માં ક્રિકેટ રમતી વખતે જ્યારે સેહવાગનો દાંત તૂટી ગયો હતો તે સમયે તેના પિતાએ તેની કારકિર્દી સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સેહવાગે તેની માતાની મદદથી પ્રતિબંધ દૂર કર્યો હતો.

વર્ષ 2008માં સેહવાગ ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયા. આ મેચ તેમણે દક્ષિણ આફ્રિકા સામે ચેન્નાઈમાં રમી હતી. સેહવાગના નામે 2009માં વન ડે ઈન્ટરનેશનલ (ODI) મેચમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ બન્યો, જેને ચાર વર્ષ પછી વિરાટ કોહલીએ તોડ્યો હતો. 2005માં શ્રીલંકા સામે રમાયેલી સેહવાગની આ ઓવર કોણ ભૂલી શકે જ્યારે તેમણે ઓવરના છ બોલમાં 4,4,6,4,4,4 ફટકાર્યા હતા.

વીરેન્દ્રનો જન્મ 20 ઓક્ટોબર, 1978ના રોજ હરિયાણાના એક સમૃદ્ધ અને સંયુક્ત પરિવારમાં થયો હતો. તેમના પિતાનો અનાજનો ધંધો હતો અને તેમની માતા હાઉસવાઈફ હતી, ઘરમાં તેની બે મોટી બહેનો અને એક નાનો ભાઈ હતો અને તે ત્રીજા નંબરના પુત્ર હતા. બાળપણથી જ રમતગમતમાં રસ હોવાને કારણે તેણે વધુ અભ્યાસ નથી કર્યો. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીની અરોરા વિદ્યા સ્કૂલમાંથી કર્યું હતું અને નવી દિલ્હીની જામિયા મિલિયા ઈસ્માઈલિયા કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે 22 એપ્રિલ 2004ના રોજ પ્રખ્યાત એડવોકેટ સૂરજ સિંહ અહલાવતની પુત્રી આરતી અહલાવત સાથે લગ્ન કર્યા હતા. વીરેન્દ્ર સેહવાગ અને આરતી અહલાવતને બે બાળકો છે. જેમના નામ આર્યવીર સેહવાગ અને વેદાંત સેહવાગ છે.

વીરેન્દ્ર સેહવાગ અને આરતી અહલાવતની પહેલી મુલાકાત કોઈ સંબંધીના લગ્નમાં થઈ હતી. તે સમયે સેહવાગ 7 વર્ષના હતા અને આરતી 5 વર્ષની હતી. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. પરંતુ 14 વર્ષ પછી સેહવાગે મજાકમાં આરતીને પ્રપોઝ કર્યો હતો. જો કે, આરતી અહલાવતે તેને રિયલમાં પ્રપોઝ સમજીને હા પાડી.

પરંતુ જ્યારે પરિવારના સભ્યોને આ વાતની જાણ થઈ તો વીરેન્દ્ર સેહવાગના પરિવારે આ લગ્ન માટે મનાઈ કરી દીધી અને કહ્યું કે આપણે સંબંધીઓમાં લગ્ન ન કરી શકીએ. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બંને પરિવારો વચ્ચે સહમતિ બની અને છેવટે 22 એપ્રિલ 2004ના રોજ વીરેન્દ્ર સેહવાગ અને આરતી અહલાવત લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

સેહવાગ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને પોતાના મેન્ટર માને છે. તેમની બેટિંગ સ્ટાઇલ માટે સેહવાગની તુલના સચિન તેંડુલકર સાથે કરવામાં આવે છે. મોટા સ્કોર બનાવવાની બાબતમાં તે ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેન અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાની બરાબરી પર છે.

સેહવાગનો સારો અને ખરાબ સમય પણ રહ્યો. તે લાંબા સમય સુધી ભારતીય ટીમથી પણ દૂર રહ્યા. ખાસ કરીને 2007ના વર્લ્ડ કપ પછી તેમનો વનવાસ થોડો લાંબો રહ્યો. પરંતુ કમબેક થયું તો જબરદસ્ત થયું. સેહવાગે ટેસ્ટની સાથે સાથે વનડેમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. વિરેન્દ્ર સેહવાગ તમામ ક્રિકેટ પ્રેમીઓના દિલમાં એક ફેવરિટ ખેલાડી તરીકે વસે છે.