વિરાટ કોહલીએ પોતાના દિલની વાત શેર કરતા કહ્યું કે, મને મજબૂર બનાવે છે બોલીવુડની આ…

બોલિવુડ

ભારતના કેપ્ટન વિરાટ કોહલી આ દિવસોમાં ઇંગ્લેન્ડ સાથે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં વ્યસ્ત છે. આ પહેલા તે તેની પત્ની બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે હતો. તે તેની પ્રેગ્નેંસીમાં તેનું ધ્યાન રાખી રહ્યો હતો. આ કપલને ત્યાં તાજેતરમાં જ એક નાની પરીએ જન્મ લીધો છે. બંને તેના સ્વાગતનું સેલિબ્રેશન કરી રહ્યા હતા. વિરાટ હવે રમતના મેદાનમાં પરત ફર્યો છે. ત્યારે અનુષ્કા તેની પુત્રીનું ધ્યાન રાખવામાં વ્યસ્ત છે.

પોતાની આ સુંદર જીંદગી વિશે વિરાટ કોહલીએ ખુલાસો કરતા પત્ની અનુષ્કા શર્માની પ્રશંસામાં કહ્યું છે કે જ્યારે પણ વાત રમતમાં સારા પ્રદર્શનની આવે છે ત્યારે આ બોલિવૂડ અભિનેત્રી હંમેશા તેમના માટે એક સ્ટ્રોન્ગ પિલર બનીને ઉભી રહે છે. થોડા દિવસો પહેલા જ એક પોડકાસ્ટ દરમિયાન માર્ક નિકોલસને આપેલા ઇન્ટરવ્યુમાં, તેણે કહ્યું હતું કે જ્યારે તે ગ્રાઉંડ પર હોય ત્યારે કોઈ પ્રકારના તણાવનો સામનો કરવો પડે છે.

અનુષ્કા વિશે આગળ વાત કરતાં તેમણે કહ્યું કે, “મારી વચ્ચે અને અનુષ્કામાં અમારા મનની મુશ્કેલીઓ વિશે ઘણી વાતચીત થતી રહે છે. તે મારા માટે તાકાતનો આધારસ્તંભ રહી છે. કારણ કે તે પોતે એક એવા તબક્કે છે જ્યાં તેને ઘણી નકારાત્મકતાનો સામનો કરવો પડે છે. તેથી તે મારી પરિસ્થિતિને ખૂબ સારી રીતે સમજે છે અને હું તેની પરિસ્થિતિ સમજું છું.”

પત્નીની પ્રશંસા કરતા વિરાટે આગળ કહ્યું કે, જો મારી લાઈફમાં અનુષ્કા ન હોત, તો કદાચ મારી પાસે ‘સ્પષ્ટતા’ નો અભાવ હોત. તે એકદમ સાચો વિચાર કરી લે છે કે હું શું વિચારી રહ્યો છું. કેપ્ટન કોહલીએ આગળ કહ્યું કે, ‘અનુષ્કા દ્વારા બોલવામાં આવેલી વાતો અને અમારી વચ્ચે થયેલી ચર્ચા મને દરેક પ્રકારની નકારાત્મકતા અને તણાવથી દૂર રહેવામાં મદદ કરે છે. અનુષ્કા હંમેશાંથી અમારા સંબંધ માટે એક તાકાતનો આધારસ્તંભ રહી છે. તે હંમેશાંથી મારી તાકાત બનીને રહી છે.

વિરાટ કોહલીએ કહ્યું કે, ‘હું અને અનુષ્કા શર્મા હંમેશાં એકસાથે રહેવાનું પસંદ કરીએ છીએ. અમે સાથે રહેવા માટે કોઈ કારણ શોધતા નથી. તેમણે એ ખુલાસો કર્યો કે મે એ વાતનો અહેસાસ કર્યો છે કે અમારી લાઈફમાં કેટલા પણ ઉતાર-ચઢાવ કેમ ન આવે પરંતુ છતાં પણ અમે હંમેશા એકબીજાની સાથે રહીએ છીએ. નોંધપાત્ર વાત એ છે કે ભારતના કેપ્ટનની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ તાજેતરમાં જ તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક પુત્રીના માતાપિતા બની ચુક્યા છે અને બંનેએ તેનું નામ વામિકા રાખ્યું છે. વિરાટ આ દિવસોમાં ઇંગ્લેન્ડ સાથેની ટેસ્ટ સિરીઝમાં વ્યસ્ત છે, ત્યાર પછી તેને ઈંગ્લેન્ડ સાથે વનડે અને ટી 20 મેચ પણ રમવાની છે.

1 thought on “વિરાટ કોહલીએ પોતાના દિલની વાત શેર કરતા કહ્યું કે, મને મજબૂર બનાવે છે બોલીવુડની આ…

Leave a Reply

Your email address will not be published.