ભારતના કેપ્ટન વિરાટ કોહલી શરીર બનેલા છે આટલા બધા ટેટૂ, જાણો તેના દરેક ટેટૂનો અર્થ

રમત-જગત

ભારતમાં ક્રિકેટની પોતાની એક અલગ જ ઓળખ છે. અહીં ક્રિકેટને લઈને લોકોમાં એક અજીબ દીવાનગી. ભારતમાં ક્રિકેટને ધર્મનું મહત્વ આપવામાં આવે છે. ક્રિકેટ અહીં એટલું લોકપ્રિય છે કે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીંનું દરેક બાળક મોટા થઈને ક્રિકેટર બનવાનું સ્વપ્ન જુવે છે. આટલું જ નહીં દુનિયાનું સૌથી મોટું બોર્ડ પણ બીસીસીઆઈ ભારતનું જ છે.દુનિયાની સૌથી મોટી અને મોંઘી ક્રિકેટ લીગ પણ ભારતમાં જ રમવામાં આવે છે.

આજે આપણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વિશે વાત કરીશું. વિરાટ કોહલી ભારતનો કેપ્ટન હોવાની સાથે દુનિયાનો સૌથી પ્રખ્યાત ખેલાડી પણ છે. તેની બેટિંગ તેની ફિટનેસ અને તેની ફોર્મના દરેક દીવાના છે. જ્યારે પણ વિરાટ કોહલી મેદાનમાં આવે છે ત્યારે દરેક તરફ તેમનું નામ સંભળાય છે. આ સાથે તમે વિરાટ કોહલીના શરીર પર ઘણા ટેટૂ જોયા હશે. શું તમે જાણો છો કે તેમના દરેક ટેટૂનો એક અર્થ છે.

ભારતના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન વિરાટ કોહલીએ તેની કારકિર્દી દરમિયાન તેના શરીર પર અત્યાર સુધી 11 ટેટૂ બનાવ્યા છે. આ બધા ટેટૂઝ તેને એક ખાસ હેતુ માટે બનાવ્યા છે. ચાલો જાણીએ વિરાટ કોહલીના દરેક ટેટૂનો અર્થ. સૌથી પહેલા આવે છે માતાના નામનું ટેટૂ. વિરાટ કોહલીએ પોતાનું પહેલું ટેટૂ તેની માતા સરોજના નામથી કરાવ્યું હતું. આ ટેટૂ તેના ડાબા હાથની ઉપરની તરફ બનાવવામાં આવ્યું છે.

ત્યાર પછી વાત કરીએ તેના બીજા ટેટૂ વિશે વાત કરો, તો વિરાટ કોહલીના પિતાનું નામ પ્રેમ કોહલી હતું. તેણે તેના હાથની પાછળ તરફ પિતાના નામનું ટેટૂ બનાવ્યું છે. આ સાથે, તેણે ભગવાનનું ટેટૂ પણ બનાવ્યું છે. વિરાટ કોહલી ભગવાન શિવના મહાન ભક્ત છે. તેથી તેના ડાબા હાથમાં ભગવાન શિવનું ટેટૂ પણ બનેલું છે. તેમાં કૈલાસ પર્વત પર ભગવાન શિવને ધ્યાન કરતા જોઈ શકાય છે. આ ઉપરાંત વર્ષ 2008 માં કોહલીએ વનડે ઈંટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. વિરાટ ભારત તરફથી વનડેમાં પ્રવેશ કરનાર 175 મો ખેલાડી હતો. વિરાટની વન ડે કેપનો નંબર છે 175.

ત્યારપછી વિરાટ કોહલીએ 269 નું ટેટૂ પણ બનાવ્યું છે. કોહલીએ જૂન 2011 માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં પગ મુક્યો હતો અને 269 મો ખેલાડી બન્યો. તેથી તેણે તેનું ટેટૂ બનાવ્યુંછે. આ ખેલાડીએ ડાબા હાથ પર જાપાની સમુરાઇ યોદ્ધાનું ટેટુ પણ બનાવ્યું છે. આ જાપાની સમુરાઇ હાથમાં તલવાર લઈને જોવા મળે છે. જણાવી દઈએ કે વિરાટ આ ટેટૂને પોતાનો ‘ગુડલક’ માને છે.

વિરાટના શરીર પર ઓમનું ટેટૂ પણ છે. કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988 ના રોજ થયો હતો. તેની રાશિ વૃશ્ચિક છે, તેથી કોહલીએ તેની રાશિ જમણા હાથ પર લખાવી છે. આ સાથે જ ટ્રાઈબલ ટેટૂનો હાથ પણ છે તે તેની જનજાતિ, ટીમ અને લડાઈની ભાવના દર્શાવે છે.