4 કરોડની કાર, 80 કરોડનું ઘર, આટલી અધધધ સંપત્તિના માલિક છે વિરાટ કોહલી

રમત-જગત

વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે અને હાલના સમયમાં તેમની ગણતરી શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે. વિરાટ કોહલીની ક્રિકેટ કારકિર્દી ખૂબ જ સુંદર રહી છે અને આજનો કોઈ પણ ક્રિકેટર તેની આસપાસ નથી ભટકતો. વિરાટે પોતાની રમતના દમ પર દુનિયામાં એક ખાસ ઓળખ બનાવી છે. ભારત જ નહિં પરંતુ સંપૂર્ણ દુનિયામાં વિરાટને ઓળખવામાં આવે છે અને તેમને પસંદ કરવામાં આવે છે.

પોતાની રમતની સાથે જ વિરાટ કોહલી પોતાની અમીરીને કારણે પણ ખૂબ ચર્ચામાં રહે છે. ખ્યાતિની સાથે જ વિરાટ સંપત્તિની બાબતમાં પણ ખૂબ આગળ છે. પોતાની કમાણીથી તે રમત સાથે જોડાયેલા દુનિયાના મોટા મોટા દિગ્ગઝોને પછાડે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જમીનથી આકાશ સુધીની સફર કરીને બધાને પોતાના ચાહક બનાવી લીધા છે.

વિરાટ કોહલી એક સમયે સામાન્ય છોકરા જેવો હતો. તે દિલ્હીના એક સરળ પરિવારમાંથી આવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાન સુધી પહોંચ્યા અને પછી રેકોર્ડ બનાવીને મહાન ખેલાડીઓના લિસ્ટમાં શામેલ થઈ ગયા. ધીમે ધીમે વિરાટ કોહલી દુનિયાના ખૂણે ખૂણામાં પ્રખ્યાત થઈ ગયો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વિરાટ આજે 127 મિલિયન યુએસ ડોલર એટલે કે કુલ 950 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

વિરાટ પાસે છે ઘણી લક્ઝરી કાર, 4 કરોડની લેમ્બોર્ગિની ના પણ છે માલિક: વિરાટ કોહલીને લક્ઝરી અને મોંઘી કારનો પણ શોખ છે. તેના કાર કલેક્શનમાં એકથી એક ચઢિયાતી મોંઘી કાર શામેલ છે. વિરાટ કોહલી પાસે Audi R8 V10 છે જેની કિંમત 2.6 કરોડ રૂપિયા છે.

95 લાખ રૂપિયાની Audi S6,1 કરોડ રૂપિયાની Audi Q74.2, 3 કરોડ રૂપિયાની Audi R8 V10 LMX, 62 લાખ રૂપિયાની રેંજ રોવર, 1.2 કરોડ રૂપિયાની BMW X6 અને 4 કરોડ રૂપિયાની કિંમત વાળી Lamborghini.

BCCI આપે છે આટલા કરોડ: ભારતીય કેપ્ટન કોહલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના A+ ગ્રેડમાં શામેલ છે. કોન્ટ્રાક્ટના આધારે કોહલીને BCCI દર વર્ષે 7 કરોડ રૂપિયા આપે છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે વિરાટને એક ટેસ્ટ, વનડે અને T20 મેચ માટે અનુક્રમે 15 લાખ, 6 લાખ અને 3 લાખ રૂપિયા મળે છે.

આ બ્રાન્ડ્સથી થાય છે કરોડોની કમાણી: હવે વાત કરીએ વિરાટ કોહલીની જાહેરાતોથી થતી કમાણી વિશે. વિરાટ આજના સમયમાં ઘણી બ્રાન્ડની જાહેરાત કરી રહ્યો છે. તેમાં Wrogn, One8, Puma, Audi, MRF, Colgate-Palmolive અને Tissot જેવી ઘણી મોટી બ્રાન્ડ્સના તે એમ્બેસેડર છે. તેઓ આ બ્રાન્ડ્સમાંથી દર વર્ષે 178.77 કરોડ રૂપિયાની કમાણી કરે છે

IPL થી દર વર્ષે કમાય છે 17 કરોડ રૂપિયા: વિરાટ કોહલી IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન હતો અને તેણે આ વર્ષે ટીમની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે તે ટીમ માટે IPL રમવાનું ચાલુ રાખશે. તેને આરસીબી દર વર્ષે 17 કરોડ રૂપિયા ચૂકવે છે.

અનુષ્કા પણ છે અબજોની માલિક: માત્ર વિરાટ જ નહીં પરંતુ તેની પત્ની અને હિન્દી સિનેમાની અભિનેત્રી અનુષ્કા શર્માની પણ અબજો રૂપિયાની સંપત્તિ છે. રિપોર્ટનું માનીએ તો અનુષ્કા શર્મા પોતે 350 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. તે મુજબ વિરાટ અને અનુષ્કા પાસે 1300 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

35 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે વિરાટ-અનુષ્કા: હવે વાત કરીએ વિરાટ અને અનુષ્કાના ઘરની તો તે મુંબઈમાં આવેલું છે. આ કપલ મુંબઈના વરલીમાં એક બહુમાળી ઈમારતમાં રહે છે. તેમના ઘરની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આટલું જ નહીં વિરાટ અને અનુષ્કા પાસે ગુરુગ્રામમાં પણ એક ઘર છે જેની કિંમત 80 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ઈંસ્ટાગ્રામથી પણ વિરાટની થાય છે મોટી કમાણી, ફોલોઅર્સની બાબતમાં એશિયા નંબર-1: વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ લોકપ્રિય છે. તે એક પેઇડ પોસ્ટથી લગભગ 5 કરોડ રૂપિયાની કમાણી કરે છે. ખાસ વાત એ છે કે વિરાટના ઇન્સ્ટાગ્રામ પર 16 કરોડ 60 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. આ બાબતમાં તે માત્ર ભારતમાં નહિં પરંતુ એશિયામાં નંબર-1 છે.