વિરાટ કોહલીને ક્રિકેટની સાથે છે મોંઘી કારનો શોખ, અહીં જાણો તેમની પાસે ઓડી – રેન્જ રોવર ઉપરાંત અન્ય કઈ કાર છે

રમત-જગત

વિરાટે 2008માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને આજે તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના એક મોટા સેલિબ્રિટી બની ગયા છે. ક્રિકેટની સાથે વિરાટ કોહલીને લક્ઝરી કારનો પણ શોખ છે. કેટલીક કાર તેમને ગિફ્ટમાં મળી છે, જ્યારે કેટલીક કાર તેમણે પોતે ખરીદી છે. વિરાટ પાસે બેન્ટલીથી લઈને ઓડી સુધીની કાર છે. ચાલો જોઈએ વિરાટ કોહલીનું કાર કલેક્શન.

વિરાટ માટે ક્રિકેટ કારકિર્દી પણ છે અને પેશન પણ છે. પરંતુ રમત ઉપરાંત તેમને કાર પ્રત્યે પણ ખૂબ પ્રેમ છે. વિરાટ પાસે લાખો કરોડોની કિંમતની ઘણી કાર છે. વિરાટ પાસે સૌથી વધુ કાર ઓડી કંપનીની છે. તે ઓડીના બ્રાન્ડ એમ્બેસેડર છે. જો કે આ ઉપરાંત પણ તે ઘણી કંપનીઓની કારનો ઉપયોગ કરે છે. ચાલો જોઈએ વિરાટ કોહલીની કારનું કલેક્શન.

વિરાટ કોહલી પાસે Audi Q7 થી Audi A8L W12 Quattro અને Audi R8 LMX જેવી કાર છે. તેમાંથી સૌથી મોંઘી કાર Audi R8 LMX છે, જેની કિંમત 2.97 કરોડ રૂપિયા છે. આ કારમાં 5.2 લિટરનું એન્જિન છે, જે 562 bhp પાવર અને 540 Nm ટોર્ક જનરેટ કરે છે. આવા ઘણા અનોખા ફીચર્સ આ કારમાં છે.

નોન-લક્ઝરી કારોમાં, તેમની પાસે ટોયોટા ફોર્ચ્યુનર અને રેનો ડસ્ટર છે. રેનો ડસ્ટરની કિંમત લગભગ 13.5 લાખ રૂપિયા છે. 2012માં શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને ડસ્ટર કાર આપવામાં આવી હતી.

વિરાટ કોહલીના કાર કલેક્શનમાં લેમ્બોર્ગિની પણ શામેલ છે. આ લેમ્બોર્ગિની કારની શરૂઆતી કિંમત 1.55 કરોડ રૂપિયા છે. આ સ્પોર્ટ્સ કારમાં 5.2 લીટરનું પેટ્રોલ એન્જિન આવે છે, જે ખૂબ જ પાવરફુલ છે.

આ તમામ કાર ઉપરાંત વિરાટના કાર કલેક્શનમાં વોક્સવેગન ગ્રુપની બેન્ટલી કોન્ટિનેંટલ જીટી પણ સામેલ છે. વિરાટની આ Bentley Continental GT સેકન્ડ હેન્ડ કાર છે. ભારતમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત લગભગ 3 થી 4 કરોડ રૂપિયા છે.