આ સમાચાર સાંભળીને અનુષ્કાની સામે ખૂબ રડ્યા હતા વિરાટ, ખુદ કોહલીએ કર્યો મોટો ખુલાસો

બોલિવુડ

1 મે, 1988ના રોજ ભગવાન રામની નગરી અયોધ્યામાં જન્મેલી હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. આર્મી ઓફિસર રહી ચુકેલા કર્નલ અજય કુમાર શર્માની પુત્રી અનુષ્કા એ ફિલ્મોમાં અભિનેત્રીની સાથે જ ફિલ્મ નિર્માતા તરીકે પણ કામ કર્યું છે.

અયોધ્યામાં જન્મેલી અનુષ્કાનો ઉછેર બેંગ્લોર અને અસમ સહિત ઘણી જગ્યાએ થયો હતો. કારણ કે તેના પિતા આર્મી ઓફિસર હતા અને તેમની પોસ્ટીંગ વારંવાર બદલતી રહેતી હતી. અનુષ્કાની ગણતરી હિન્દી સિનેમાની ટોપ અભિનેત્રીઓમાં થાય છે. અનુષ્કાએ પોતાની 14 વર્ષની કારકિર્દીમાં માત્ર 22 ફિલ્મોમાં જ કામ કર્યું છે પરંતુ તેના ભાગમાં ઘણી મોટી અને હિટ ફિલ્મો આવી છે.

અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને આજના સમયના સૌથી મહાન અને શ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. હવે બંને એક પુત્રીના માતા-પિતા છે. જ્યારે બંને કારકિર્દીમાં શરૂઆતના વર્ષો પછી ટોપ પર પહોંચવા લાગ્યા હતા ત્યારે બંનેની મુલાકાત થઈ હતી. અનુષ્કા અને વિરાટની પહેલી મુલાકાત સંયોગથી થઈ હતી. ખરેખર વર્ષ 2013માં બંનેએ સાથે એક શેમ્પૂની એડ કરી હતી. આ દરમિયાન બંનેની પહેલી મુલાકાત થઈ હતી. શેમ્પૂ એડમાં સાથે કામ કરતી વખતે તેમના દિલના તાર જોડાઈ ગયા હતા. આગળ જઈને બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

વિરાટ અને અનુષ્કાના પ્રેમની ચર્ચાઓ ધીમે ધીમે જાહેર થવા લાગી હતી. અવારનવાર અનુષ્કા વિરાટ અને ભારતીય ટીમને ચીયર કરવા સ્ટેડિયમમાં દેખાવા લાગી. જેના કારણે બંનેના સંબંધો પર વધુ મુહર લાગતી ગઈ. વર્ષ 2013થી શરૂ થયેલી ડેટિંગ વર્ષ 2017 સુધી ચાલી અને તે જ વર્ષે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

વિરાટ અને અનુષ્કાએ ભારતથી દૂર જઈને ઈટાલીમાં ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને લઈને ખૂબ ચર્ચા થઈ હતી અને કપલના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રસંશા મેળવી હતી. લગ્નના ત્રણ વર્ષ પછી અનુષ્કાએ એક પુત્રીને જન્મ આપ્યો.

વિરાટ અને અનુષ્કાની પુત્રી 1 વર્ષ અને ત્રણ મહિનાની થઈ ગઈ છે. પુત્રીનું નામ ‘વામિકા’ રાખવામાં આવ્યું છે જે માતા દુર્ગાનું નામ છે. વિરાટ અને અનુષ્કા ગયા વર્ષે 11 જાન્યુઆરીએ માતા-પિતા બન્યા હતા. અત્યાર સુધી આ કપલે પોતાની પુત્રીનો ચહેરો ચાહકોને બતાવ્યો નથી.

જ્યારે અનુષ્કાની સામે રડ્યો વિરાટ: અવારનવાર વિરાટ કોહલી મેદાન પર આક્રમક સ્ટાઈલમાં જોવા મળે છે. તેના ચાહકોને તેનું આક્રમક વલણ ખૂબ જ પસંદ આવે છે, જો કે એક વખત વિરાટ તેની પત્ની અનુષ્કાની સામે રડી પડ્યો હતો. આ વાતનો ખુલાસો પણ ખુદ વિરાટ કોહલીએ પોતાના ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

વિરાટ કોહલીએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સમયે અમે મોહાલીમાં ટેસ્ટ સિરીઝ રમી રહ્યા હતા. ત્યારે અનુષ્કા પણ તેની સાથે હતી. ત્યારે જ મને ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ સમાચાર સાંભળીને હું અનુષ્કાની સામે ખૂબ રડ્યો હતો.

મૉડલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અનુષ્કા ટૂંક સમયમાં બૉલીવુડમાં અભિનેત્રી બની ચુકી હતી. વર્ષ 2008માં લગભગ 20 વર્ષની ઉંમરમાં તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ હતી. અભિનેત્રીની પહેલી ફિલ્મ હતી ‘રબ ને બના દી જોડી’. જેમાં તેની સાથે શાહરૂખ ખાન જોવા મળ્યા હતા. તેની આગળની ફિલ્મ ‘બદમાશ કંપની’ ફ્લોપ રહી હતી. જ્યારે પછી વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી તે દર્શકોના દિલ જીતવામાં સફળ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) 

અનુષ્કાએ 14 વર્ષની કારકિર્દીમાં 22 ફિલ્મોમાં કામ કર્યું છે. તે પટિયાલા હાઉસ, લેડી વર્સીસ વિકી બહલ, જબ તક હૈ જાન, પીકે, એ દિલ હૈ મુશ્કિલ, ‘એનએચ10’, પરી, સુલતાન જેવી સફળ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેની આગામી ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બોલર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત ‘ચકડા એક્સપ્રેસ’ છે.