અનુષ્કા શર્મા અને તેની પુત્રીએ એવું શું કર્યું કે વિરાટે ટ્વિટર પર બદલ્યો પોતાનો બાયો, જાણો અહીં

બોલિવુડ

વિરાટ કોહલી ક્રિકેટ જગતનું એક એવું નામ છે જેની દીવાનગી દુનિયા ભરમાં છે. વિરાટ જેટલો તેના ક્રિકેટને લઈને હેડલાઇન્સમાં છે તેટલો જ તે તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. આ વખતે વિરાટ ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખતે ક્રિકેટને કારણે નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે છે. ક્રિકેટર વિરાટ કોહલીએ તાજેતરમાં જ તેના ટ્વિટર બાયોમાં ફેરફાર કર્યો છે. વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર બાયોમાં પોતાને ગૌરવપૂર્ણ પિતા અને પતિ જણાવ્યો છે. જણાવી દઈએ કે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો. આ સમયે વિરાટ અને અનુષ્કા બંને તેમની પુત્રીને દુનિયાની સામે લાવ્યા નથી.

વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર પર પ્રાઉડ ફીલ કરતા લખી આ વાત: તમને જણાવી દઈએ કે ભારતની આ પ્રખ્યાત કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રીની એક પણ તસવીર બહાર આવી નથી. પુત્રીનો જન્મ થતાની સાથે જ વિરાટ અને અનુષ્કાએ તમામ ફોટોગ્રાફરોને પુત્રીની તસવીર ન લેવાની અપીલ કરી હતી અને સોશિયલ મીડિયા દ્વારા મેસેજ આપ્યો હતો કે, ‘આશા છે કે, તમે લોકો અમારી પર્સનલ લાઈફનું સમ્માન કરશો’.

જણાવી દઈએ કે આ દિવસોમાં વિરાટ કોહલી પૈટરનિટી લીવ પર છે. વિરાટ કોહલી ડિસેમ્બરથી ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા છોડીને આવ્યો હતો. વિરાટે આ સીરીજની માત્ર એક જ મેચ રમી હતી. બાકીની ત્રણ મેચ માટે તેમની જગ્યાએ અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાની પુત્રીના ઉછેર અંગે કહ્યું હતું કે, “હું મારી કારકિર્દી દરમિયાન મળતી કોઈ પણ સિદ્ધિ કે સફળતાને સાથે લઈને નહિં આવું. હું નથી ઇચ્છતો કે જ્યારે મારા બાળકો મોટા થઈ રહ્યા હોય ત્યારે મારી ટ્રોફી ઘર સુધી આવે.” એક પુત્રીના પિતા બન્યા પછી વિરાટ કોહલી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને પોતાના પરિવાર સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે 11 જાન્યુઆરીએ પિતા બનવાની ખુશી જહેર કરતા વિરાટ કોહલીએ લખ્યું હતું કે, “આ સમાચાર આપતા અમને બંનેને ખુશી થઈ રહી છે કે આજે બપોરે અમારી ઘરે પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા બધાના પ્રેમ અને શુભકામનાઓ માટે આભારી છીએ. મારી પત્ની અનુષ્કા અને પુત્રી, બંને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.”

જણાવી દઈએ કે તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક રૂપે જીત મેળવી છે. તેમાં ધ્યાન આપવાની વાત એ છે કે તેમાં કેપ્ટન વિરાટ ઉપરાંત ટીમ ઈન્ડિયાના ઘણા મોટા ખેલાડીઓ રમી રહ્યા ન હતા. અડધાથી વધુ ટીમ ઈજાને કારણે બહાર થઈ ગઈ હતી. કેએલ રાહુલ, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી વગેરે દિગ્ગજ ખેલાડીઓ ટીમ સાથે ન હતા. છતાં પણ ટીમ ઈન્ડિયાએ જબરદસ્ત પુનરાગમન કરીને, માત્ર મેચ જીતી જ નહીં, પરંતુ ઈતિહાસ બનાવતા આ સીરીઝ પણ પોતાના નામે કરી.

Leave a Reply

Your email address will not be published.