વિરાટ કોહલી એ આ વ્યક્તિ સાથે કેક કટ કરીને ઉજવ્યો પોતાનો જન્મદિવસ, BCCI એ વીડિયો શેર કરીને આપી શુભકામનાઓ, જુવો તે વીડિયો

રમત-ગમત

ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. વિરાટ આ દિવસોમાં T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયામાં છે. વિરાટે પોતાના જન્મદિવસ પર સાથી ખેલાડીઓ સાથે જન્મદિવસની કેક કટ કરી.

બીસીસીઆઈએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં વિરાટ કોહલી કેક કટ કરતા જોવા મળી રહ્યો છે. તેની સાથે ટીમ ઈન્ડિયાના મેન્ટલ કન્ડીશનીંગ કોચ પેડી અપટન પણ જન્મદિવસની કેક કટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિરાટની સાથે 5 નવેમ્બરે કોચ પેડી અપટનનો પણ જન્મદિવસ છે. વિડિયો શેર કરતા ટ્વિટમાં BCCIએ લખ્યું છે કે, “ઓસ્ટ્રેલિયામાં જન્મદિવસ સેલિબ્રેશન શરૂ. હેપી બર્થડે @imVkohli અને @PaddyUpton1”.

BCCIએ વિરાટના જન્મદિવસ પર કર્યું ખાસ: BCCIએ આ પહેલા એક ટ્વીટ કરીને વિરાટને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ટ્વીટમાં BCCIએ વિરાટની તસવીર શેર કરવાની સાથે લખ્યું કે, “477 ઈંટરનેશનલ મેચ. 24350 રન. 2011 ICC વર્લ્ડ કપ અને 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા. વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છા. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને આધુનિક સમયના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક વિરાટ કોહલીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

પાકિસ્તાનના ખેલાડી શાહનવાઝ દહાનીએ એક દિવસ પહેલા કર્યું ટ્વિટ: વિરાટ કોહલીને તેના જન્મદિવસ પર દેશ અને દુનિયાના ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. પાકિસ્તાની ક્રિકેટર શાહનવાઝ દહાનીએ વિરાટને એક દિવસ પહેલા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વિરાટ સાથેની પોતાની તસવીર શેર કરીને લખ્યું કે, “ક્રિકેટને સૌથી સુંદર બનાવનાર કલાકારને શુભેચ્છા આપવા માટે 5મી નવેમ્બરની રાહ જોઈ શકતો નથી. જન્મદિવસની શુભેચ્છા @imVkohli. #GOAT. તમારા દિવસનો આનંદ માણો ભાઈ અને દુનિયાનું મનોરંજન કરતા રહો.”

સાથે જ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને વિરાટના ખાસ મિત્ર એબી ડી વિલિયર્સે વિરાટ માટે એક ખાસ વીડિયો સંદેશ મોકલ્યો હતો. તેમણે કહ્યું કે, “હું તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આશા છે કે તમારો દિવસ સારો પસાર થાય. તમે એક સારા ક્રિકેટર છો અને એક સારા માણસ પણ છો. મારી સાથે મિત્રતા કરવા બદલ આભાર. તમારા અને ટીમ ઈન્ડિયા માટે ટી20 વર્લ્ડ કપ શ્રેષ્ઠ રહે. આશા છે કે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સાથે મુકાબલો થાય. તે ખૂબ જ રોમાંચક હશે.”

વિરાટને જન્મદિવસ પર હાર્દિક પંડ્યા, સુરેશ રૈના, યુવરાજ સિંહ, શ્રેયસ અય્યર, શુભમન ગિલ, વેંકટેશ અય્યર, દિનેશ કાર્તિક, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, સૂર્યકુમાર યાદવ, ગ્લેન મેક્સવેલ, ઈરફાન પઠાન, યુસુફ પઠાન સહિત ઘણા ક્રિકેટરોએ પણ શુભેચ્છા પાઠવી હતી.