રોયલ લાઈફસ્ટાઈલના શોખીન છે વિરાટ-અનુષ્કા, કરોડની ઘડિયાળથી લઈને લક્ઝરી બંગલાના છે માલિક

બોલિવુડ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ધાકડ બેટ્સમેન વિરાટ કોહલી દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં શામેલ છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેમનો રેકોર્ડ સર્વશ્રેષ્ઠ છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેમની એવરેજ 50થી ઉપર છે, જે એ દર્શાવે છે કે તેની આસપાસ કોઈ નથી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને જ્યારે કેપ્ટનશિપમાંથી હટાવી દેવામાં આવ્યા હતા ત્યારે દરેકને લાગી રહ્યું કે તેમની બ્રાન્ડ વેલ્યુ ઘટી જશે પરંતુ વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુમાં કોઈ ખાસ ફરક જોવા મળ્યો નથી. તેમની બ્રાન્ડ વેલ્યુ અન્ય ખેલાડીઓ કરતાં ઘણી વધુ છે.

ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર મળે છે કરોડો રૂપિયા: વિરાટ કોહલી દુનિયાના સૌથી અમીર ક્રિકેટરના લિસ્ટમાં ટોપ પર છે, તેમની કુલ કમાણી 127 મિલિયન ડોલર છે, જે ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી વધુ છે. સાથે જ બીજી તરફ વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ પણ છે અને તેમને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે કરોડો રૂપિયા મળે છે.

બીસીસીઆઈના A+ કોન્ટ્રાક્ટમાં છે કોહલી: ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કરોડોની કમાણી કરનાર કોહલીને BCCI તરફથી A+ નો કોન્ટ્રાક્ટ પણ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટમાં ત્રણેય ફોર્મેટમાં રમતા ખેલાડીઓને શામેલ કરવામાં આવે છે. વિરાટ કોહલી અનેક પ્રકારની બ્રાન્ડ્સના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે, જેના દ્વારા તે કરોડોની કમાણી કરે છે. આ ઉપરાંત વિરાટ કોહલીએ ઘણી જગ્યાએ રોકાણ પણ કર્યું છે, જેનાથી તેમને સારું રિટર્ન પણ મળે છે.

ઘણી બ્રાંડના છે બ્રાંડ એમ્બેસેડર: વિરાટ કોહલી MPL, Manyavar, Pepsi, Fastrack, Boost, Audi, MRF, Hero Volvrin, Puma જેવી મોટી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે, જેનાથી તે કરોડોની કમાણી કરે છે.

વિરાટ કોહલીને મોંઘી કારનો શોખ છે. તેમની પાસે 83 લાખ રૂપિયાની Audi Q7, 1.2 કરોડ રૂપિયાની BMW X6, 2 કરોડ રૂપિયાની Audi A8 Quattro, 3 કરોડ રૂપિયાની Audi R8 V10 LMX છે. સાથે જ અનુષ્કા પાસે 2.77 કરોડ રૂપિયાની રેન્જ રોવર વોગ છે. અનુષ્કા શર્માની ટોટલ નેટવર્થ 350 કરોડ રૂપિયા અને વિરાટ કોહલીની નેટવર્થ 900 કરોડ રૂપિયાની આસપાસ છે.