વિરાટ-અનુષ્કા એ મુંબઈના રસ્તા પર સ્કૂટી પર કરી મુસાફરી, હેલમેટથી છુપાવ્યો ચેહરો, જુવો તેનો આ વીડિયો

બોલિવુડ

ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ દિવસોમાં મુંબઈમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. એક તરફ જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેમાં ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની વનડે સીરીઝ રમી રહી છે, તો બીજી તરફ વિરાટ પોતાના દેશમાં છે. જણાવી દઈએ કે તેમને બીસીસીઆઈ એ ઝિમ્બાબ્વે મુસાફરી માટે આરામ આપવામાં આવ્યો હતો.

વિરાટ આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ મુસાફરીના પણ ભાગ ન હતા. વિરાટ લાંબા બ્રેક પર છે. તે પોતાની પત્ની અને પુત્રી સાથે સમય પસાર કરી રહ્યા છે. તાજેતરમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મુંબઈના રસ્તાઓ પર જોવા મળ્યા હતા. જો કે બંનેએ પોતાનો ચેહરો છુપાવી રાખ્યો હતો.

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અને તેમની પત્ની અનુષ્કા શર્માની કેટલીક તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં વિરાટ અને અનુષ્કા મુંબઈના રસ્તાઓ પર સ્કૂટી પર મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે બંને સેલિબ્રિટીઓએ હેલ્મેટથી પોતાનો ચહેરો છુપાવ્યો છે.

વિરાટ સ્કૂટી ચલાવી રહ્યો છે અને અનુષ્કા તેની પાછળ બેઠી છે. વિરાટ એ તો હેલમેટ પહેર્યો છે તો સાથે જ અનુષ્કા એ પણ હેલમેટ પહેર્યો છે. બંને ચાહકોથી છુપાઈને મુંબઈના રસ્તા પર ફરવા નીકળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટાર કપલ મડ આઇલેન્ડમાં એક પ્રોજેક્ટનું શૂટિંગ કર્યા પછી સ્કૂટી પર મુસાફરી કરતા જોવા મળી.

આ દરમિયાન વિરાટ કોહલીએ ગ્રીન શર્ટ, બ્લેક જીન્સ અને વ્હાઇટ શૂઝ પહેર્યા હતા. તો સાથે જ તેમની પત્ની અનુષ્કા બ્લેક આઉટફિટમાં જોવા મળી. સાથે જ આ કપલ એ બ્લેક હેલમેટ પણ પહેરી રાખ્યા હતા. બંનેએ સ્કૂટી પર ફરતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું.

તસવીરોની સાથે વિરાટ અને અનુષ્કાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વિરાટ સ્કૂટી પર પોતાની પત્ની અનુષ્કાને પાછળ બેસાડીને મુંબઈના રસ્તા પર નીકળ્યા. પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પ્રખ્યાત કપલનો એક વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

જણાવી દઈએ કે વિરાટ કોહલી ઘણા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે. આખી દુનિયા તેમની આગામી સદીની રાહ જોઈ રહી છે. વિરાટે છેલ્લી વખત 23 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ સામે રમતી વખતે કોલકાતામાં ટેસ્ટ સદી ફટકારી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ પણ ફોર્મેટમાં તેના બેટથી સદી ફટકારવામાં આવી નથી. ત્યાર પછી બાંગ્લાદેશ સામે તેમણે 136 રનની ઇનિંગ રમી હતી.

વિરાટ ટૂંક સમયમાં એશિયા કપ માટે ભારતીય ટીમ સાથે જોડાશે. યુએઈમાં 27 ઓગસ્ટથી એશિયા કપની શરૂઆત થશે. ભારતની પહેલી મેચ 28 ઓગસ્ટે તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર આ સુંદર મેચ પર ટકેલી છે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન સહિત 6 ટીમો ભાગ લઈ રહી છે.