અંદરથી કંઈક આવું છે વિરાટ અને અનુષ્કાનું લક્ઝરી ઘર, જુઓ તેમના ઘરની હોંશ ઉડાવનારી તસવીરો જે તમને દિવાના બનાવી દેશે

રમત-ગમત

વિરાટ કોહલીના લક્ઝરી ઘરની સુંદરતાની કોઈ સરખામણી નથી અને તમે જ્યાં ઇચ્છો ત્યાંથી ખૂબ જ આરામથી મુંબઈ ફરી શકો છો.

વિરાટ-અનુષ્કાનું ઘર મુંબઈના પોશ વિસ્તાર વર્લીમાં ઓમકાર એપાર્ટમેન્ટના 35મા માળે છે. આ ઘરને બંનેએ ખૂબ જ ઉત્સાહથી સજાવ્યું છે, જેમાં તેઓ લગ્ન પછી વર્ષ 2017માં શિફ્ટ થયા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને એક પુત્રી પણ છે જેનું નામ વામિકા કોહલી છે.

વિરાટ-અનુષ્કાના ઘરની બાલ્કની ખૂબ મોટી છે. અનુષ્કા એ તેના ઘરની બાલકનીમાં ઘણા ફુલ છોડ લગાવ્યા છે, જ્યાં તે અવારનવાર સમય પસાર કરતા જોવા મળે છે.

વિરાટ અને અનુષ્કા બંને પોતાના ઘરની સજાવટનું ખાસ ધ્યાન રાખે છે. તેઓ તેમના સપનાના ઘરની દરેક બારિકાઈનું ધ્યાન રાખે છે.

વિરાટ કોહલીને કિંગ કોહલી પણ કહેવામાં આવે છે અને આટલું જ નહિં પરંતુ કિંગ સાઈઝ તેમના ઘરમાં પણ છે, જેમાં 4 બેડરૂમ અને એક મોટો હોલ છે. વિરાટ-અનુષ્કાના આ ઘરની કુલ કિંમત 34 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે.

આ લક્ઝરી ઘરની સુંદરતામાં જે વધારો કરે છે, તે એ છે કે તેમના ઘરની બાલકનીમાંથી સમુદ્રનો સુંદર નજારો જોઈ શકાય છે. સાથે જ ઘરની બારીઓમાંથી, તમે ખુલ્લા આકાશને નિહાળી શકો છો, જે મુંબઈ જેવા શહેરમાં ભાગ્યે જ જોવા મળે છે.

વિરાટ-અનુષ્કા એ તેમના ઘરમાં એક પ્રાઈવેટ જીમ પણ બનાવ્યું છે, કારણ કે બંને ફિટ રહેવાનું પસંદ કરે છે. વિરાટ-અનુષ્કા તેમના ઘરના આ જીમમાં ખૂબ પરસેવો પાડે છે.