અભિનેતા વિપુલ રોયનું વિદેશી છોકરી પર આવ્યું દિલ, ગુપ્ત રીતે કર્યા લગ્ન, જુવો તસવીરો

બોલિવુડ

બોલીવુડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધી લગ્નની સિઝન ચાલી રહી છે. જ્યાં બોલિવૂડમાં ફરહાન અખ્તર સહિત ઘણા સ્ટાર્સે લગ્ન કર્યા છે, તો ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણા કલાકારો લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. આ દરમિયાન ટીવી જગતના જાણીતા અભિનેતા વિપુલ રોયે પણ પોતાની અમેરિકન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે, જેની કેટલીક તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

રિપોર્ટનું માનીએ તો, વિપુલ રોય 2 મહિના પહેલા પોતાની ગર્લફ્રેન્ડ મેલિસ એટ્સી સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. પરંતુ હવે તેમણે આ રહસ્ય ખોલ્યું છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કર્યાની 10 સેકન્ડમાં જ તે વાયરલ થઈ ગઈ અને ચાહકો સતત તેમને કમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે.

વાયરલ થઈ રહેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે વિપુલ રોયની દુલ્હનએ લાલ રંગના આઉટફિટ પહેર્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી તરફ દૂલ્હાએ ક્રીમ કલરની શેરવાની પહેરી છે અને સાથે જ લાલ રંગની પાઘડી અને શાલ પણ નાખી છે, જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

આ તસવીરો શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું કે, “પરિણીત. એક ટૂંકી નોંધમાં લખવા અને શેર કરવા માટે ઘણું બધું છે. આ એક નિર્ણય હતો જે અમે ઓક્ટોબર 2018 માં સગાઈના સમયે લીધો હતો કે અમે 2020 માં લગ્નના બંધનમાં બંધાઈ જશું. પરંતુ એ પહેલા કે અમે લગ્નની ઘોષણા કરી શકીએ કોરોના એ દુનિયામાં પ્રકોપની ઘોષણા કરી દીધી. 3 વર્ષની લાંબી રાહ પછી હવે અમે લગ્ન કરી લીધા છે. અમે બધા મિત્રો અને પરિવારજનોને આમંત્રિત કરવા ઈચ્છતા હતા, પરંતુ અમે કરી શક્યા નહીં. અહીં સુધી કે મેલિસનો પરિવાર પણ લગ્નમાં શામેલ થઈ શક્યો નહિં. પરંતુ અમે જાણીએ છીએ કે તમારા માટે અમારો પ્રેમ અને સમર્થન નિષ્પક્ષ છે.”

કહેવાય છે કે વર્ષ 2016માં વિપુલ અમેરિકા ફરવા ગયો હતો ત્યારે તેની મુલાકાત આઈટી કંપની ચલાવનાર મેલિસ સાથે થઈ. આ દરમિયાન તે બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી ધીમે-ધીમે તેમનો સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો. ત્યાર પછી બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી અને હવે લગ્નના બંધનમાં બંધાઈને તેમણે પોતાના નવા જીવનની શરૂઆત કરી લીધી છે.

જણાવી દઈએ કે, વર્ષ 2018માં આ કપલે ઈસ્તાંબુલમાં સગાઈ કરી હતી. ત્યાર પછી, તેમણે 27 ડિસેમ્બર 2021 ના ​​રોજ લગ્ન કર્યા. રિપોર્ટનું માનીએ તો આ કપલે મુંબઈના જુહુમાં એક મંદિરમાં સિમ્પલ લગ્ન કર્યા છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન વિપુલ રોયે ખુલાસો કરતા કહ્યૂં હતું કે, “અમે 27 ડિસેમ્બર 2021ના રોજ એક સિમ્પલ સેરેમનીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું. અમે બધું માત્ર સાત દિવસમાં કરી લીધું. મને મેલિસ માટે દુઃખ થયું, કારણ કે તેના પરિવારના કોઈ સભ્ય આટલા ઓછા સમયમાં લગ્નમાં શામેલ થઈ શક્યા નહિં.” જણાવી દઈએ કે, વિપુલ રોયે પોતાની કારકિર્દીમાં ‘પાર્ટનર’, ‘ડૉ. ભાનુમતી’, ‘સાહિબ બીવી ઔર બોસ’, ‘એફઆઈઆર’ જેવી ઘણી લોકપ્રિય સીરિયલ્સમાં કામ કર્યું છે.