હિમાચલની વાદિઓમાં વિક્રાંત મૈસી એ ગર્લફ્રેંડ સાથે લીધા સાત ફેરા, જુવો તેમના લગ્નની તસવીરો અને વીડિયો

બોલિવુડ

બોલીવુડની ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકેલા અભિનેતા વિક્રાંત મૈસીએ પોતાની લોંગટાઈમ ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યા છે. બંનેએ પોતાના પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા અને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે.

જણાવી દઈએ કે, વિક્રાંત અને શીતલ ઠાકુરના લગ્ન સંપૂર્ણ હિન્દી રીતિ-રિવાજ મુજબ થયા. આ કપલ એ મુંબઈથી દૂર હિમાચલમાં લગ્ન કર્યા. તાજેતરમાં જ લગ્નની કેટલીક તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે વિક્રાંત મૈસીએ વ્હાઈટ કલરની શેરવાની પહેરી છે. સાથે જ તેમણે ક્રીમ કલરની પાઘડી બાંધી છે. સાથે જ તેમની ભાવિ પત્ની શીતલ ઠાકુરે લાલ રંગનો લહેંગો પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

રિપોર્ટનું માનીએ તો શીતલ ઠાકુર અને વિક્રાંત મૈસીએ 18 ફેબ્રુઆરીએ સાત ફેરા લીધા અને તેમની તસવીરો પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જો કે આ પહેલા વિક્રાંત મૈસીનો હલ્દી સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેમાં બંને પોતાના લગ્નના ફંક્શનમાં ખૂબ એન્જોય કરતા જોવા મળી રહ્યા હતા. આ ઉપરાંત વિક્રાંત અને શીતલે દેશી ગર્લના ગીત પર જબરદસ્ત ડાન્સ પણ કર્યો હતો.

જણાવી દઈએ કે, વર્ષ 2019માં જ વિક્રાંત અને શીતલની ખાનગી રીતે સગાઈ થઈ હતી. ત્યાર પછીથી આ બંને એકબીજા સાથે રહેતા હતા અને હવે બંનેએ લગ્ન કરી લીધા છે.

કહેવામાં આવી રહ્યું છે કે વિક્રાંત અને શીતલની પહેલી મુલાકાત વેબ સિરીઝ ‘બ્રોકન બટ બ્યુટીફુલ’ના સેટ પર થઈ હતી. અહીંથી આ બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ અને પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. હવે બંને પોતાના નવા જીવનની શરૂઆત કરી ચુક્યા છે.

જણાવી દઈએ કે, વિક્રાંત મૈસીએ પોતાની કારકિર્દીમાં દીપિકા પાદુકોણ જેવી મોટી સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. તેણે પોતાની કારકિર્દીમાં ‘દિલ ધડકને દો’, ‘લિપસ્ટિક અંડર માય બુરખા’, ‘અ ડેથ ઈન ધ ગંજ’, ‘છપાક’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ઉપરાંત તેમણે નેટફ્લિક્સની ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ કુશળતા બતાવી છે. હવે તે ટૂંક સમયમાં જ ઝી5 પર રિલીઝ થનારી ફિલ્મ ‘લવ હોસ્ટેલ’માં જોવા મળશે.

આ ફિલ્મમાં અભિનેત્રી સાન્યા મલ્હોત્રા અને પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સાથે જ તેમની ભાવિ પત્ની શીતલ વેબ વર્લ્ડમાં ખૂબ પ્રખ્યાત છે. તેણે ઘણા ડિજિટલ શો કર્યા છે. હાલમાં શીતલ અને વિક્રાંતને તેમના લગ્ન માટે ખૂબ અભિનંદન મળી રહ્યા છે અને ચાહકો સતત કમેંટ કરીને આ જોડીની પ્રસંશા કરી રહ્યા છે.