વિક્રાંત મૈસી-શીતલ ઠાકુર પોતાની હલ્દી સેરેમનીમાં દિલ ખોલીને ડાંસ કરતા મળ્યા જોવા, જુવો તેમની હલ્દી સેરેમનીનો વીડિયો

બોલિવુડ

વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’થી લાખો દિલો પર રાજ કરનાર ટેલેંટેડ અભિનેતા વિક્રાંત મેસી રજિસ્ટર્ડ મેરેજ પછી ટૂંક સમયમાં જ પરંપરાઓ સાથે પોતાની લેડીલવ શીતલ ઠાકુર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આજે એટલે કે 18 ફેબ્રુઆરી 2022ના રોજ આ કપલની હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની એક ઝલક સામે આવી છે.

સૌથી પહેલા જણાવી દઈએ કે વિક્રાંત મેસી પોતાની મંગેતર શીતલ ઠાકુર સાથે વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરી 2022 ના રોજ કોર્ટ મેરેજ દ્વારા લગ્નના બંધનમાં બંધાયા હતા. કપલે વર્ષ 2019માં જ સગાઈ કરી હતી અને હવે સંપૂર્ણ રીત રિવાજ સાથે આ કપલ લગ્ન કરવા માટે તૈયાર છે.

લગ્ન પહેલા 18 ફેબ્રુઆરી 2022ના રોજ વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરની હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં વિક્રાંત પોતાની ભાવિ દુલ્હન શીતલ ઠાકુર સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વિક્રાંત વ્હાઈટ આઉટફિટમાં હલ્દીમાં તરબોળ છે, જ્યારે શીતલ ઠાકુર યલો લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. બંને પોતાની હલ્દી પર ખુલ્લીને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis) 

‘પિંકવિલા’ના એક રિપોર્ટ મુજબ, 14 ફેબ્રુઆરી, 2022ના રોજ, વિક્રાંત અને શીતલ એ પોતાના વર્સોવામાં આવેલા ઘરે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. થોડા દિવસો પહેલાની જ વાત છે, જ્યારે વિક્રાંત અને શીતલે પોતાના લગ્નની તારીખ નક્કી કરી હતી અને તે તેમના પરિવારની સાથે એક ગુપ્ત વિધિ હતી. આ કપલના નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે, “વિક્રાંત અને શીતલે આજે પોતાના વર્સોવામાં આવેલા ઘરે રજિસ્ટર્ડ મેરેજ કરવાનું પસંદ કર્યું છે. તેમણે થોડા દિવસો પહેલા જ આ તારીખ નક્કી કરી હતી. તેમનો પરિવાર ખુબ જ ખુશ છે.”

‘બોમ્બે ટાઈમ્સ’ સાથે એક જૂના ઈન્ટરવ્યૂમાં, અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે તે 2020 માં પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે લગ્ન કરવા જઈ રહ્યા હતા. આ વિશે વાત કરતા આગળ કહ્યું કે, કેવી રીતે મહામારીના પ્રકોપે તેમના લગ્નને આગળ વધાર્યા. વિક્રાંતે કહ્યું કે, “જો લોકડાઉન ન થયું હોત તો મારા લગ્ન થઈ ચુક્યા હોત. આ જ એક ચીજ છે, જેમણે મને થોડા મહીના માટે પાછળ ધકેલી દીધો.”