‘મિર્ઝાપુર’ના બબલુ પંડિત બન્યા દૂલ્હા, લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શીતલ સાથે કર્યા લગ્ન, જુવો તસવરો

બોલિવુડ

બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગનું ટેલેંટ બતાવી ચુકેલા અભિનેતા વિક્રાંત મેસીએ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યા છે. સમાચાર આવ્યા છે કે વિક્રાંત મેસી અને તેની ગર્લફ્રેન્ડ વેલેન્ટાઈન ડેના દિવસે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. જો કે લગ્નના સમાચાર પર હજુ સુધી વિક્રાંત મેસી તરફથી કોઈ રિએક્શન આવ્યું નથી.

નોંધપાત્ર છે કે, છેલ્લા ઘણા દિવસોથી વિક્રાંત મેસીના લગ્નની ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ કોવિડ-19ના કારણે તેમના લગ્નની તારીખ બદલાઈ રહી હતી. પરંતુ આ દરમિયાન તેમણે વેલેન્ટાઈન ડેના દિવસે લગ્ન કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.

રિપોર્ટનું માનીએ તો વિક્રાંત મેસી અને શીતલના લગ્નમાં માત્ર નજીકના પરિવારના સભ્યો અને મિત્રો જ શામેલ થયા હતા. તાજેતરમાં જ વિક્રાંત મેસીએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે તેની ભાવિ પત્ની શીતલ સાથે પૂજા કરતા જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતા વિક્રાંતે કેપ્શનમાં લખ્યું છે કે, “હું મારા મોદક અને પત્ની સાથે(બેટર હાફ). જો કે આ સાથે તેણે એક નોટમાં લખ્યું હતું કે હજુ સુધી અમે લગ્ન કર્યા નથી.”

જણાવી દઈએ કે, વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર લગભગ વર્ષ 2015 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલે વર્ષ 2019માં ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી, આવી સ્થિતિમાં હવે તેમણે ગુપ્ત રીતે લગ્ન પણ કરી લીધા છે.

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં વિક્રાંત મેસીએ પોતાના લગ્ન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “જો મહામારીના કારણે લોકડાઉન ન લાગ્યું હોત તો મારા લગ્ન થઈ ચુક્યા હોત. શીતલ અને મારા લગ્ન 2020માં થવાના હતા. 2021 માં અમે લગ્ન કરીશું, જો કે વિક્રાંતના લગ્ન કોરોનાના કારણે સતત સ્થગિત થઈ રહ્યા હતા. પરંતુ હવે આ બંને એકબીજાના બની ગયા છે.”

કહેવામાં આવી રહ્યું છે કે વિક્રાંત અને શીતલની પહેલી મુલાકાત વેબ સિરીઝ ‘બ્રોકન બટ બ્યુટીફુલ’ના સેટ પર થઈ હતી. અહીંથી બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ અને પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. હવે બંને પોતાના નવા જીવનની શરુઆત કરી ચુક્યા છે.

વિક્રાંત મેસીની એક્ટિંગ કારકિર્દી વિશે વાત કરીએ તો, તે બોલિવૂડના સૌથી ટેલેંટેડ અભિનેતાઓમાંથી એક છે. તેમણે પોતાની કારકિર્દીમાં દીપિકા પાદુકોણ જેવી મોટી સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. તેમણે પોતાની કારકિર્દીમાં ‘દિલ ધડકને દો’, ‘લિપસ્ટિક અંડર માય બુર્ખારખા’, ‘અ ડેથ ઇન ધ ગંજ’, ‘છપાક’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે નેટફ્લિક્સ ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે.

જણાવી દઈએ કે, વિક્રાંત મેસી છેલ્લે Zee5 પર રિલીઝ થયેલી ફિલ્મ ’14 ફેરે’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત હવે તે જલ્દી જ Zee5 પર રિલીઝ થનારી ફિલ્મ ‘લવ હોસ્ટેલ’માં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે જેને સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં અભિનેત્રી સાન્યા મલ્હોત્રા અને પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.