ટ્રેલર રિલીઝઃ વિક્રમ વેધમાં સૈફ-રિતિકની ધમાકેદાર એક્શન, ચાહકોએ કહ્યું કે….

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રિતિક રોશન અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોયા પછી, તમે ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ જશો. હા.. કારણ કે વિક્રમ વેધનું ટ્રેલર એક્શન ડાયલોગ્સ અને સ્ટોરીથી ભરપૂર છે. ટ્રેલરમાં રિતિક દમદાર એક્શન કરતા જોવા મળી રહ્યો છે અને તેના સીન્સ પણ ધમાકેદાર છે. આ જ કારણ છે કે, ટ્રેલર જોયા પછી ચાહકોની વચ્ચે એક્સાઈટમેંટ વધુ વધી ગઈ છે. ચાલો જોઈએ ફિલ્મનું ટ્રેલર.

એક્શન અને ડાયલોગ્સથી ભરપૂર છે ટ્રેલર: જણાવી દઈએ કે, 2.50 સેકન્ડના આ ટ્રેલરમાં રિતિક રોશન યુપીના કુખ્યાત ડોન ‘વેધા’ના પાત્રમાં જોવા મળી રહ્યો છે, તો સૈફ અલી ખાન ઈન્સ્પેક્ટર વિક્રમની ભૂમિકામાં છે જે તેને વારંવાર પકડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે તેમાં નિષ્ફળ જાય છે.

ટ્રેલર રિલીઝ થયા પછી ચાહકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો. આટલું જ નહીં પરંતુ ઘણા લોકોએ કમેંટ કરતા પ્રસંશા કરી કે જે પ્રકારની ફિલ્મો તેમને જોઈતી હતી, ખરેખર રિતિકની ફિલ્મ તેવી જ છે.

ઘણા લોકોએ કહ્યું કે રિતિક અને સૈફ અલી ખાને આગ લગાવી છે. રિતિક અને સૈફની એક્ટિંગ જોયા પછી યુઝર્સનું કહેવું છે કે બંનેએ પોતાના પાત્ર સાથે ખૂબ સારું કામ કર્યું. ઘણા યુઝર્સે એક્સીલેંટ, રૂંવાટી ઉભી કરનાર ટ્રેલર, ફાયર ઇમોજી શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.

ઓરિજનલથી સારા લાગ્યા રિતિક અને સૈફ: જણાવી દઈએ કે રિતિક રોશન અને સૈફ અલી ખાનની ‘વિક્રમ વેધા’ વર્ષ 2017માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મની રિમેક છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિજય સેતુપતિએ વેધાની ભૂમિકા નિભાવી હતી. જ્યારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા આર માધવન વિક્રમના પાત્રમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

આ ફિલ્મનું નિર્દેશન પુષ્કર-ગાયત્રીએ કર્યું હતું. હવે ઓરિજિનલ ફિલ્મ પણ આ બંનેએ ડિરેક્ટ કરી છે, પરંતુ ટ્રેલર જોયા પછી લોકોનું કહેવું છે કે, રિતિક અને સૈફ વચ્ચે ઓરિજનલ ફિલ્મથી ઘણા ચેંજ જોવા મળી રહ્યા છે.

3 વર્ષ પછી રિતિકનું કમબેક થશે ધમાકેદાર? જણાવી દઈએ કે, રિતિક રોશન 3 વર્ષ પછી ‘વિક્રમ વેધા’ દ્વારા મોટા પડદા પર જોવા મળશે. બોયકટ વચ્ચે આ ફિલ્મ રિલીઝ થશે. આવી સ્થિતિમાં જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે રિતિક અને સૈફની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલો કમાલ કરી શકે છે. ફિલ્મમાં રિતિક અને સૈફ અલી ખાન ઉપરાંત રાધિકા આપ્ટે, ​​શારીબ હાશ્મી અને રોહિત સરાફ જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવવાની છે.