વિક્કી કૌશલ એ ગંગામાં લગાવી ડુબકી, લોકોએ કહ્યું- તમારા જેવું કોઈ નથી પૂરા બોલીવુડમાં, જુવો તેમનો આ વીડિયો

બોલિવુડ

હિન્દી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા વિકી કૌશલ પોતાની ફિલ્મો અને એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચામાં રહે છે. વિકીની દરેક પોસ્ટ અને તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવે છે. હાલમાં વિકીનો એક વીડિયો હેડલાઇન્સમાં છે.

વિકીનો આ વાયરલ વીડિયો આસ્થા સાથે જોડાયેલો છે. તેમાં વિકી કૌશલ ગંગામાં ડૂબકી મારતા જોવા મળી રહ્યા છે. વિકીની આ સ્ટાઈલ તેના લાખો ચાહકોના દિલ જીતવાનું કામ કરી રહી છે. વિકીએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર વિકીના આ વીડિયોને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને તાજેતરમાં જ વિકીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે વિકી ગંગામાં ડૂબકી લગાવીને ઉપર ઉઠતા જોવા મળે છે અને તે પોતાના બંને હાથ જોડીને રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09) 

વિકી તાજેતરમાં જ ઋષિકેશ પહોંચ્યા હતા અને અહીં તેમણે ગંગામાં સ્નાન કર્યું. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા વિકીએ લખ્યું છે કે, “હર હર ગંગે”. ત્યાં તેણે ઋષિકેશને ટેગ કર્યું. આ વીડિયોમાં રાઘવ જુયાલ દ્વારા ગાયેલું ગીત ‘ગંગાધરાય શિવ ગંગાધરાય’ વાગી રહ્યું છે.

વિકીના આ વીડિયો પર માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલેબ્સે પણ કમેન્ટ કરી છે. અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ હાથ જોડવા વાળું ઈમોજી કમેંટ કર્યું છે. સાથે જ રાઘવ જુયાલે લખ્યું છે કે, “જિંદગી ઝિંદાબાદ. ભાઈ હર હર ગંગે”. સાથે જ ગૌરવ ઉપાધ્યાય નામના યુઝરે લખ્યું છે કે, “હર હર મહાદેવ”.

વિકીની એક મહિલા ચાહકે લખ્યું કે, “સર, હું તમારી ખૂબ મોટી ફેન છું”. સાથે જ એક અન્ય મહિલા ચાહકે વિકીની પ્રસંશા કરતા લખ્યું કે, “રોજરોજ ખબર નથી કે તમારા પર દિલ કેવી રીતે આવી જાય છે”. એક યુઝરે વિકીને પોતાનો પ્રેમ જણાવ્યો. સાથે જ એક યુઝરે રમૂજી કમેંટ કરતા લખ્યું છે કે, “ડુબકી તમે મારી રહ્યા છો પરંતુ ભીની હું થઈ રહી છું”. એક ચાહકે લખ્યું છે કે, “વિકી જેવું કોઈ પૂરા બોલીવુડમાં નથી, વિકી સર યૂ આર ધ બેસ્ટ.”

મસૂરીથી પણ શેર કર્યો આ ખાસ વીડિયો: વિકીએ આ પહેલા પોતાનો એક અન્ય વીડિયો શેર કર્યો હતો જે મસૂરીનો હતો. મસૂરીની સુંદર વાદિઓમાં વિકીને તેના ચાહકો એ ઘેરી લીધો હતો. વિકી ખૂબ જ પ્રેમથી તેના ચાહકોને મળ્યા હતા. તેમણે ચાહકો સાથે મુલાકાતની અલગ-અલગ પળનો એક વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો હતો. મસૂરી પહોંચેલા વિકીનું ચાહકોએ જોરદાર સ્વાગત કર્યું હતું અને તેની સાથે ઘણી બધી સેલ્ફી પણ લીધી હતી.

કેટરીના સાથે લગ્નને લઈને ચર્ચામાં રહ્યા હતા વિકી: વિકી કૌશલ હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફ સાથે પોતાના સંબંધને લઈને ખૂબ ચર્ચામાં રહ્યા હતા. બંને કલાકારોએ એકબીજાને લગભગ બે વર્ષ સુધી ગુપ્ત રીતે ડેટ કરી હતી અને ગયા વર્ષના અંતમાં બંને કલાકારો લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

નોંધપાત્ર છે કે વિકી કૌશલ અને કેટરિના કૈફે 9 ડિસેમ્બર 2021ના રોજ સુંદર સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં બરવાડાના 700 વર્ષ જૂના સિક્સ સેન્સ ફોર્ટમાં થયા હતા. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી હતી.

વિકી મોટા પડદા પર છેલ્લે વર્ષ 2021માં આવેલી ફિલ્મ ઉધમ સિંહમાં જોવા મળ્યા હતા, જ્યારે હવે તે ફિલ્મ ગોવિંદા નામ મેરામાં જોવા મળશે. સાથે જ વર્ષની શરૂઆતમાં, વિકીએ સારા અલી ખાન સાથે ફિલ્મ લુકા છુપ્પી 2 નું શૂટિંગ પૂરું કર્યું છે.