વિકી-કેટરીના એ હંમેશા માટે યાદગાર બનાવી લીધી પહેલી એનિવર્સરી, એકબીજાને આપી આટલી મોંઘી ગિફ્ટ

બોલિવુડ

હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય કપલમાં શામેલ થઈ ચુકેલા કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું છે. 9 ડિસેમ્બરના રોજ વર્ષ 2021 માં, બંને સાત ફેરા લઈને એકબીજાના બની ગયા હતા. બંનેએ રાજસ્થાનમાં રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા.

ગુરુવારે, 9 ડિસેમ્બર ના રોજ આ બંને બોલીવુડ કલાકારોના લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક 700 વર્ષ જૂના કિલ્લા સિક્સ સેન્સમાં થયા હતા. આ કપલે રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા અને દુનિયાની સામે લગ્ન કરીને પોતાના પ્રેમની ઘોષણા કરી હતી. હવે બંનેના લગ્નને એક વર્ષ પૂર્ણ થઈ ચુક્યું છે.

સોશિયલ મીડિયા પર, વિકી અને કેટરીનાએ પોતાની પહેલી એનિવર્સરી પર તસવીરો શેર કરીને શુભકામનાઓ આપી છે. બંનેને ચાહકો અને સેલેબ્સ પણ અભિનંદન અને શુભકામનાઓ આપી રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે આ ખાસ તક પર વિકી કૌશલે પત્ની કેટરિના કૈફને એક ખાસ ગિફ્ટ આપી છે. જેના બદલામાં વિકીને પણ એક ખાસ ગિફ્ટ મળી છે.

વિકીએ કેટરિનાને આપી કસ્ટમાઇઝ જ્વેલરી: પ્રાપ્ત મીડિયા રિપોર્ટસ મુજબ લગ્નની પહેલી એનિવર્સરીની ખાસ તક પર, વિકીએ કેટરિનાને કસ્ટમાઇઝ જ્વેલરી ગિફ્ટ કરી છે. તેની કિંમત વિશે માહિતી મળી શકી નથી, જોકે વિકીએ તેની પત્નીને ખૂબ જ મોંઘી ગિફ્ટ આપી છે.

કેટરિનાએ વિકીને આપી સુંદર કાર: બીજી તરફ લગ્નની પહેલી એનિવર્સરી પર વિક્કી પણ ખાલી હાથ નથી રહ્યા. તેને પણ કેટરીના તરફથી પોતાના ખાસ દિવસ પર ખાસ ગિફ્ટ મળી છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ મુજબ કેટરીનાએ પોતાના પતિ વિકીને એક શ્રેષ્ઠ કાર આ તક પર ગિફ્ટમાં આપી છે.

વિકીએ સોશિયલ મીડિયા પર ત્રણ તસવીરો શેર કરી છે. એક તસવીર લગ્નની છે. એકમાં કેટરીના જોવા મળી રહી છે અને ત્રીજી તસવીરમાં બંને છે. આ સાથે કેપ્શનમાં અભિનેતાએ લખ્યું છે કે, “સમય ઉડે છે… પરંતુ તે તમારી સાથે સૌથી જાદુઈ રીતે ઉડે છે મારા પ્રેમ. અમારા લગ્નજીવનને એક વર્ષની શુભકામનાઓ. હું તને વધુ પ્રેમ કરું છું જેટલો તું ક્યારેય વિચારી પણ નહિં શકે.”

બીજી તરફ કેટરીનાએ બે તસવીરો અને એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. પહેલી તસવીર બંનેના લગ્નની છે. બંને હસતાં હસતાં પોઝ આપી રહ્યાં છે. બીજી તસવીરમાં પણ બંને જોવા મળી રહ્યા છે. જ્યારે ત્યાર પછી કેટરીનાએ વિકીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિકી જોરદાર સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યા છે. કેટરિનાએ કેપ્શનમાં લખ્યું છે કે, “મારા પ્રકાશનું કિરણ. એક વર્ષ મુબારક.”