કેટરીના સાથે લગ્ન પછી કેવું છે વિકી કૌશલનું જીવન? 7 મહિના પછી અભિનેતા એ જણાવ્યું આ સત્ય

Uncategorized

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા વિકી કૌશલ કેટલાક એવા કલાકારોમાંથી એક છે જેમની એક્ટિંગ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. ફિલ્મોની સાથે સાથે વિકી કૌશલ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. નોંધપાત્ર છે કે, વિકી અને કેટરિના લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને લગ્ન કરીને દરેકને ચોંકાવી દીધા હતા.

આ બંનેના લગ્ન ડિસેમ્બર 2021માં થયા હતા, ત્યારથી બંને પોતપોતાના કામમાં વ્યસ્ત છે. આ દરમિયાન, શનિવારે વિકી કૌશલે આબુ ધાબીમાં આયોજિત IIFA એવોર્ડ 2022 માં શામેલ થયા, પરંતુ આ દરમિયાન તેની પત્ની કેટરિના કૈફ તેની સાથે જોવા મળી ન હતી. અહીં વિકી કૌશલે જણાવ્યું કે કેટરિના સાથે લગ્ન કર્યા પછી તેનું જીવન કેટલું બદલાઈ ગયું? તો ચાલો જાણીએ વિકી કૌશલે શું કહ્યું?

વિકી કૌશલને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ: સૌથી પહેલા તો અમે તમને એ જણાવવા ઈચ્છીએ છીએ કે અબુ ધાબીમાં આઇફા એવોર્ડ સમારોહમાં આ વર્ષ 2022 નો બેસ્ટ એક્ટર એવોર્ડ વિકી કૌશલને મળ્યો, તો સાથે જ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અભિનેત્રી કૃતિ સેનનને મળ્યો. રિપોર્ટનું માનીએ તો વિકી કૌશલને આ એવોર્ડ તેની ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ માટે આપવામાં આવ્યો છે, સાથે જ અભિનેત્રી કૃતિ સેનનને તેની ફિલ્મ ‘મિમી’ માટે આ એવોર્ડ મળ્યો છે.

હવે વાત કરીએ વિકી કૌશલ અને કેટરીના કૈફની પર્સનલ લાઈફ વિશે તો તેમણે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ શામેલ થયા હતા, જોકે આ બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ છતાં પણ કેટલીક તસવીરો લીક થઈ હતી. જો કે, લગ્ન પછી વિકી અને કેટરીનાએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી હતી, જેના પર ચાહકોએ ખૂબ પ્રેમ લૂટાવ્યો હતો.

જણાવી દઈએ કે, વિકી અને કેટરીનાના લગ્નને લગભગ 7 મહિના થઈ ચુક્યા છે. આવી સ્થિતિમાં પહેલી વખત વિકી કૌશલે જણાવ્યું કે કેટરિના સાથે તેનું જીવન કેવી રીતે પસાર થઈ રહ્યું છે? ખરેખર IIFA એવોર્ડ્સ દરમિયાન, વિકી કૌશલને તેના લગ્ન જીવન વિશે પૂછવામાં આવ્યું, જેના જવાબમાં તેમણે કહ્યું કે, “જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે, શાંતિ ભરેલું. કેટરિના ખૂબ જ સારી છે. હું આજે તેમની હાજરીને ખૂબ જ યાદ કરી રહ્યો છું. આશા છે કે આવતા વર્ષે અમે આઈફામાં સાથે આવીશું.”

કેટરિના અને વિકીની આગામી ફિલ્મો: જો રિપોર્ટ્સનું માનીએ તો કેટરીના કૈફ પોતાની આગામી ફિલ્મના શૂટિંગને કારણે આઈફા એવોર્ડ વર્ષ 2022માં શામેલ થઈ શકી નથી. બંનેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિકી કૌશલ ટૂંક સમયમાં ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રખ્યાત અભિનેત્રી કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત વિકી કૌશલ પાસે ફિલ્મ ‘લુકા છુપી 2’ છે જેમાં તે પ્રખ્યાત અભિનેત્રી સારા અલી ખાન સાથે જોવા મળશે.

સાથે જ અભિનેત્રી કેટરીના કૈફ પાસે પણ ફિલ્મોની ભરમાર છે. તે ટૂંક સમયમાં જ સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે. આ ઉપરાંત કેટરીના કૈફ પાસે ‘મેરી ક્રિસમસ’ અને ‘જી લે ઝરા’ પણ છે. જ્યારે તે ‘મેરી ક્રિસમસ’માં અભિનેતા વિજય સેતુપતિની સાથે જોવા મળશે તો સાથે જ ‘જી લે ઝરા’માં તે આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે પણ જોવા મળશે.