કેટરીના કેફ એ પોતાના સાસરિયાઓ સાથે સેલિબ્રેટ કરી પોતાની પહેલી હોળી, પતિ વિક્કી કૌશલના રંગમાં રંગાયેલી મળી જોવા, જુવો તેની હોળીની તસવીરો

બોલિવુડ

18 માર્ચ, 2022 ના રોજ રંગોનો તહેવાર હોળી દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે અને સાથે જ મનોરંજન જગતના કલાકારો પણ હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા. બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે આ વખતે લગ્ન પછી પોતાના સાસરિયામાં પરિવારના સભ્યો સાથે પહેલી હોળી ખૂબ જ ખાસ રીતે સેલિબ્રેટ કરી છે અને અભિનેત્રી એ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી હોળી સેલિબ્રેશનની કેટલીક ખાસ ઝલક શેર કરી છે, જેમાં કેટરિના કૈફ પોતાના પતિ વિક્કી કૌશલ અને પૂરા પરિવાર સાથે જોવા મળી રહી છે.

આ તસવીરોમાં કેટરીના કૈફનો આખો પરિવાર હોળીના રંગોમાં રંગાયેલો જોવા મળી રહ્યો છે. કેટરિના કૈફ – વિક્કી કૌશલ માટે આ વખતની હોળી ખૂબ જ ખાસ રહી કારણ કે આ બંનેની લગ્ન પછીની આ પહેલી હોળી છે અને બંનેએ આખા પરિવાર સાથે હોળીનો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે.

સાસરિયામાં કેટરીનાની પહેલી હોળી: કેટરિના કૈફ અને વિક્કી કૌશલ બોલિવૂડની પાવર કપલ્સમાંથી એક છે અને આ બંનેની જોડીને ચાહકો ખૂબ જ પસંદ કરે છે અને લગ્ન પછી આ બંનેને એકસાથે જોવા માટે હંમેશા આતુર રહે છે. સાથે જ હવે હોળીના તહેવાર પર, કેટરિના કૈફ અને વિકી કૌશલે પોતપોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હોળી સેલિબ્રેશનની કેટલીક શ્રેષ્ઠ તસવીરો શેર કરી છે અને આ તસવીરોમાં બંનેના ચહેરા પર ગુલાલ છે.

આ તસવીરમાં કેટરિના કૈફ અને વિકી કૌશલ સાથે તેના પિતા શ્યામ કૌશલ, માતા વીણા કૌશલ અને ભાઈ સની કૌશલ પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન પરિવારના તમામ સભ્યોના મોઢા પર લાલ ગુલાલ લાગેલું છે અને હોળી ઉજવતા જોવા મળી રહ્યા છે. દરેકના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે અને કેટરિના કૈફ વિકી કૌશલની હોળી સેલિબ્રેશનની શ્રેષ્ઠ તસવીરો જોઈને ચાહકો પણ ખુશ થઈ ગયા છે.

કેટરિના કૈફ અને વિકી કૌશલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને આ તસવીરો પર કપલના ચાહકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે કેટરીના કૈફ અને વિકી કૌશલના હોળી સેલિબ્રેશનની તસવીરો પર અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ આવી ચૂક્યા છે. નોંધપાત્ર છે કે ગુરુવારે સાંજે કેટરિના કૈફ અને વિકી કૌશલ એકસાથે અપૂર્વ મહેતાની બર્થ ડે સેલિબ્રેશન પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા, જેનું આયોજન બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર કરણ જોહર દ્વારા કરવામાં આવ્યું હતું.

એક પાર્ટીમાં કેટરિના કૈફ સ્કાય બ્લુ કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે તેના પતિ વિકી કૌશલ બ્લેક પેન્ટ સૂટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યા હતા. કેટરીના કૈફે વિકી કૌશલ સાથે કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં આ બંને વચ્ચે ગજબનો બોન્ડિંગ અને કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

પ્રાઈવેટ સેરેમનીમાં થયા હતા લગ્ન: તમને જણાવી દઈએ કે કેટરિના કૈફ અને વિકી કૌશલે ગયા વર્ષે 9 ડિસેમ્બર, 2021 ના ​​રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા અને આ બંનેના લગ્નમાં બંનેના પરિવાર અને કેટલાક નજીકના મિત્રો શામેલ થયા હતા.