આ લક્ઝુરિયસ ઘરમાં શિફ્ટ થશે વિક્કી-કેટરીના, 8 લાખ રૂપિયા છે પ્રતિ મહિનાનું ભાડું, જુવો તેમના આ ઘરની અંદરની તસવીરો

બોલિવુડ

વિકી કૌશલ અને કેટરીના કૈફ 9 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના બરવાડા ફોર્ટના સિક્સ સેંસ રેજોર્ટમાં રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા. લગ્નમાં ચુસ્ત સુરક્ષાની વ્યવસ્થા હતી અને માત્ર 120 મહેમનોને આવવાની મંજુરી હતી. જોકે કપલે પોતે પોતાના લગ્નની તસવીરો ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

લગ્ન સમાપ્ત હયા પછી કપલ શુક્રવારે બપોરે જયપુર માટે રવાના થઈ ગઈ હતી. આ દરમિયાન બંનેએ મીડિયાથી અંતર બનાવી રાખ્યું હતું. કપલ પ્રાઈવેટ ચોપર દ્વારા જયપુર એયરપોર્ટ પર આવી. અહીં તેમના પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળ્યા હતા. સમાચારનું માનીએ તો લગ્ન પછી બંને હનીમૂન માટે જશે. પહેલા કપલ પોતપોતાના વર્ક કમિટમેન્ટ્સને પૂર્ણ કરશે. ફિલ્મનું શૂટિંગ સમાપ્ત થયા પછી બંને માલદીવમાં હનીમૂન માટે જઈ શકે છે. તાજેતરમાં બંને જયપુરથી સીધા મુંબઈ આવશે.

નવા ઘરમાં શિફ્ટ થશે વિકી-કેટરિના: વિકી કેટરીના લગ્ન પછી નવા ઘરમાં શિફ્ટ થશે. તેમના આ નવા ઘરને લઈને ચાહકો ખૂબ ઉત્સુક છે. જણાવી દઈએ કે આ નવું ઘર જુહુમાં છે. આ એક સી-ફેસિંગ એપાર્ટમેન્ટ છે. અહીંની બાલ્કનીમાંથી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. તાજેતરમાં જ કપલના આ નવા એપાર્ટમેન્ટની ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે. તેને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

બાલ્કનીમાંથી જોવા મળશે સમુદ્રનો નજારો: વિરલ ભાયાનીએ કેટરિના અને વિકીના નવા એપાર્ટમેન્ટની બહારનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે ન્યૂલી મેરિડ કપલ કયા ઘરમાં રહેશે. સમાચારનું માનીએ તો ગઈ રાત સુધી આ ઘરમાં કંસ્ટ્રક્શનનું કામ ચાલુ હતું. હવે જ્યારે આ નવી કપલ અહીં આવશે, ત્યારે તેમને આ ઘર સંપૂર્ણપણે તૈયાર મળશે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કપલના એપાર્ટમેન્ટની બહાર વાદળી રંગના પડદા લગાવવામાં આવ્યા છે. ખરેખર વિકી કેટરીનાએ પહેલાથી જ આ નવા ઘરમાં રહેવાની તૈયારીઓ કરી રાખી હતી.

અનુષ્કા-વિરાટ બનશે પાડોશી: રસપ્રદ વાત એ છે કે વિકી અને કેટરિના લોકપ્રિય મેરિડ કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પડોશી બનશે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે અનુષ્કાએ કપલને અભિનંદન પાઠવ્યા. તેમણે લખ્યું કે, “તમે બંને સુંદર લોકોને શુભકામનાઓ, જીવનભર સાથે રહેવા, પ્રેમ અને એકબીજાને સમજવાના અભિનંદન. આ વાતની ખુશી પણ છે છેવટે તમે બંનેએ લગ્ન કરી લીધા અને ટૂંક સમયમાં જ પોતાના નવા ઘરે જઈ શકશો. જેથી અમને કંસ્ટ્રક્શનનો અવાજ સંભળાવવાનું બંધ થઈ જાય.”

આટલું હશે દર મહીનાનું ભાડું: વિકી અને કેટરિનાએ આ વર્ષે જુલાઈમાં જ પોતાનું નવું ઘર ફાઈનલ કર્યું હતું. જણાવી દઈએ કે તેમણે આ ઘર ખરીદ્યું નથી, પરંતુ તે અહીં ભાડા પર રહેશે. તેણે આ એપાર્ટમેન્ટ 5 વર્ષ માટે ભાડા પર લીધું છે. એક મીડિયા રિપોર્ટ મુજબ કપલે આ એપાર્ટમેન્ટની સુરક્ષા માટે 1.75 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. આ એપાર્ટમેન્ટનું 36 મહિનાનું ભાડું 8 લાખ રૂપિયા પ્રતિ મહિના છે. પછી તેમના આગળના 12 મહીના 8.40 લાખ રૂપિયા પ્રતિ મહિના રહેશે. સાથે જ બાકીના વધેલા વર્ષનું ભાડું 8.82 લાખ રૂપિયા પ્રતિ મહિના રહેશે.

જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)