વિકી-કેટરીના એ આજ સુધી સાથે નથી કર્યું કામ, છતાં કેવી રીતે બની ગઈ બંનેની જોડી, જાણો ક્યાંથી શરૂ થઈ તેમની લવસ્ટોરી

બોલિવુડ

બસ થોડા કલાકોની રાહ અને પછી વિકી કૌશલ અને અભિનેત્રી કેટરિના કૈફ હંમેશા-હંમેશા માટે એક થઈ જશે. 9 ડિસેમ્બરની સાંજે બંને કલાકારો સાત ફેરા લઈને પતિ-પત્ની બની જશે. 7 ડિસેમ્બરથી રાજસ્થાનના બરવાડાના સિક્સ સેંસેસ ફોર્ટમાં બંનેના લગ્નની વિધિઓ શરૂ થઈ ચુકી છે. દરેક લોકો આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અત્યાર સુધી ન તો વિકી કૌશલ અને ન તો કેટરીના કૈફે પોતાના સંબંધો પર કંઈ કહ્યું નથી અને ન તો તેમના લગ્નના સમાચાર આવ્યા પછી કપલે તેના પર કોઈ ચુપ્પી તોડી. ચાહકો આશ્ચર્યચકિત છે કે છેવટે વિકી અને કેટરીનાનું અફેર ક્યારે, કેવી રીતે અને ક્યાંથી શરૂ થયું. અહીં સુધી કે બંને કલાકારોએ અત્યાર સુધી સાથે કામ પણ નથી કર્યું. પછી કેવી રીતે બંનેની જોડી જામી ગઈ.

કહેવાય છે કે વિકી અને કેટરીના એકબીજાને લગભગ બે વર્ષથી ડેટ કરી રહ્યા છે. જો કે ક્યારેય પણ બંનેમાંથી કોઈએ પણ સોશિયલ મીડિયા પર એકબીજા માટે કોઈ પોસ્ટ શેર નથી કરી અને ન તો એકબીજા સાથે કોઈ તસવીર પોસ્ટ કરી છે. પરંતુ વિકીએ વર્ષ 2019 માં ઓક્ટોબર મહિનામાં કેટરિના કૈફ માટે એક પોસ્ટ શેર કરી હતી. પરંતુ કદાચ તે પોસ્ટમાંથી પણ કોઈ ખાસ માહિતી બંનેના સંબંધ વિશે સામે આવી શકી નથી.

વિકી એ કેટરીનાને આ ચીજ માટે આપ્યા હતા અભિનંદન: વર્ષ 2018માં 22મી ઓક્ટોબરે વિકીએ કેટરિના માટે એક પોસ્ટ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર અભિનેતાએ અભિનેત્રીને કોઈ ખાસ ચીજ માટે અભિનંદન આપ્યા હતા. ખરેખર ઓક્ટોબર 2019માં કેટરીનાએ પોતાની બ્યુટી કંપની શરૂ કરી હતી. ઘણા બોલિવૂડ સ્ટાર્સે તેના માટે કેટરિનાને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ વિક્કી એ ઈન્સ્ટાગ્રામ પરથી પોસ્ટ કરતી વખતે લખ્યું કે, ‘અભિનંદન કેટરિના કૈફને અને કે બ્યુટી માટે શુભેચ્છાઓ’. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો પણ શેર કર્યો હતો.

6 ડિસેમ્બરના રોજ પરિવાર સાથે રાજસ્થાન પહોંચ્યા વિક્કી-કેટરીના: વિકી કૌશલ અને કેટરીના કૈફ બંને પોતપોતાના પરિવાર સાથે 6 ડિસેમ્બરની સાંજે મુંબઈથી રાજસ્થાન જવા માટે રવાના થયા હતા. મુંબઈથી નીકળતી વખતે બંનેએ હાથ હલાવીને પેપરાઝીનું અભિવાદન કર્યું હતું. બંને સોમવારે રાત્રે બરવાડામાં સિક્સ સેન્સેસ ફોર્ટ પહોંચી ચુક્યા છે. જ્યાં કપલની લગ્નની વિધિઓ ચાલી રહી છે અને ગુરૂવારે લગ્ન થવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા: વિકી અને કેટરીનાના લગ્ન માટે કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ લગ્નને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યા છે. મહેમાનોને એન્ટ્રી માટે એક સિક્રેટ કોડ આપવામાં આવ્યો છે અને લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ ન થાય તે માટે મહેમાનોને ફોન ન લાવવા માટે કહેવામાં આવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ રોયલ વેડિંગમાં 120 મહેમાનો શામેલ થશે. સાથે જ બોલિવૂડમાંથી નેહા ધૂપિયા, અંગદ બેદી, ગુરમાન સિંહ, કબીર ખાન, કરણ જોહર, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા, ફરાહ ખાન જેવા સ્ટાર્સ જોવા મળશે.

દુલ્હનની જેમ સજાવ્યો બરવાડા નો સિક્સ સેંસેસ ફોર્ટ: વિકી અને કેટરિનાના લગ્ન માટે બરવાડાના સિક્સ સેંસેસ ફોર્ટને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. આ કિલ્લો 700 વર્ષ જૂનો છે અને તેને લાઇટની મદદથી સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. તેની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે વિકી અને કેટરીના પહેલા હિંદુ ધર્મ મુજબ લગ્ન કરશે. પછી બંને ખ્રિસ્તી ધર્મ મુજબ લગ્ન કરી શકે છે.