લગ્નના બંધનમાં બંધાયા વિકી-કેટરીના સામે આવી તસવીરો, જુવો વરમાળાનો ખાસ વીડિયો

બોલિવુડ

છેવટે લાંબી રાહ જોયા પછી અભિનેતા વિકી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફના લગ્ન થઈ ગયા છે. દેશ આ લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને હવે બંને કલાકારો સાત ફેરા લઈને હંમેશા માટે એકબીજાના બની ગયા છે. વિકી અને કેટરિનાએ રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટમાં હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા.

9 ડિસેમ્બરની સાંજે વિકી કૌશલ અને કેટરિના કૈફે સાત ફેરા લઈને પોતાના પ્રેમ ભરેલા સંબંધોને નવું નામ આપ્યું. રાજસ્થાનમાં રોયલ સ્ટાઈલમાં બંને પ્રેમી-પ્રેમિકાથી પતિ-પત્ની બની ગયા. ચાહકો અને બોલિવૂડ કલાકારો કપલને લગ્નની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કેટરિના કૈફ અને વિકી કૌશલે પોતાના લગ્ન ખૂબ જ ગુપ્ત રાખ્યા હતા. કપલે મહેમાનોને ફોન લાવવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો અને મહેમાનોને એક સિક્રેટ કોડ હેઠળ એન્ટ્રી આપવામાં આવી હતી, પરંતુ હવે લગ્ન પછી વિકી અને કેટરીનાએ પોતાના લગ્નની સુંદર તસવીરો પોતાના લાખો-કરોડો ચાહકો સાથે શેર કરી છે.

કેટરીના કૈફે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વિકી અને પોતાના લગ્નની 4 તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સુંદર તસવીરો શેર કરતા લખ્યું છે કે, “અમારા દિલમાં માત્ર પ્રેમ અને કૃતજ્ઞતા છે જે અમને આ ક્ષણ સુધી લઈ આવ્યા છે. તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ સાથે અમે એકસાથે આ નવી મુસાફરીની શરૂઆત કરી રહ્યા છીએ.”

વિકી અને કેટરીનાના લગ્નની તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. કેટરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્નની કુલ 4 તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં કેટરીના વિકીને જયમાલા પહેરાવી રહી છે અને બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. સાથે જ બીજી તસવીરમાં બંને હસતા જોવા મળી રહ્યા છે અને બંને સાથે બેઠેલા છે, બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો છે.

સાથે જ ત્રીજી તસવીર ફેરાની છે. વિકી કૌશલ આગળ છે અને કેટરીના પાછળ જોવા મળી રહી છે. વિકીએ કેટરીનાનો હાથ પકડી રાખ્યો છે. બંનેના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. સાથે જ ચોથી અને છેલ્લી તસવીરમાં બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં છે. ખાસ વાત એ છે કે બંનેએ તડકાના આકરા તાપ વચ્ચે આ તસ્વીર ક્લિક કરાવી છે.

કેટરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગ્નની જે 4 તસવીરો શેર કરી છે, તો વિકી કૌશલે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી છે. વિકીએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતી વખતે પણ એ જ કેપ્શન આપ્યું છે જે કેટરીનાએ આપ્યું છે.

હાલમાં આ કપલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સ બંનેને આ નવી સફર માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

વરમાળાની રસમનો વીડિયો પણ આવ્યો સામે: વિકી અને કેટરિનાના લગ્ન સાથે જોડાયેલ વરમાળા વિધિનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેને એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. બંને રજવાડી સ્ટાઈલમાં બનેલા રોયલ મંડપ નીચે જોવા મળી રહ્યા છે.

આસપાસ આતિશબાજી થઈ રહી છે અને બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યા છે. સાથે જ મહેમાનો નીચે ઉભા છે અને આ સુંદર ક્ષણની પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ મંડપની ઉપર બે લોકો ભગવો ઝંડો લહેરાવતા જોવા મળી રહ્યા છે. આ ક્ષણ કપલના લગ્નને વધુ યાદગાર બનાવી રહી છે.