કેટરિના કૈફ સાથે સગાઈ પર વિક્કી કૌશલે તોડી ચુપ્પી, કહ્યું ટૂંક સમયમાં સગાઈ કરીશ, પરંતુ રાખી આ એક શરત

બોલિવુડ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોરિડોરમાં હીરો-હિરોઇનોના લવ અફેયર્સની ચર્ચા અવારનવાર થતી રહે છે. ક્યારેક કોઈના અફેરની ચર્ચા થાય છે, ક્યારેક બ્રેકઅપની, તો ક્યારેક લગ્ન અથવા સગાઈની વાત ઉડી જાય છે. આ દિવસોમાં કેટરીના કૈફ અને વિક્કી કૌશલનાં અફેરને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે.

અફવાઓ છે કે કેટરિના અને વિકી આ વર્ષે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આટલું જ નહીં કેટલાક મીડિયા સોર્સ એ દાવો કરી રહ્યા છે કે કપલની સગાઈ થઈ ચુકી છે. હવે આ વાતમાં કેટલું સત્ય છે, તેનો ખુલાસો વિક્કી કૌશલે પોતે કર્યો છે.

સરદાર ઉધમના પ્રમોશનમાં વ્યસ્ત છે વિકી: વિકી કૌશલ આ દિવસોમાં પોતાની ફિલ્મ સરદાર ઉધમના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઈ છે. ફિલ્મને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વિકીની કથિત ગર્લફ્રેન્ડ કેટરીના કૈફે પણ ફિલ્મની પ્રશંસા કરી છે.

કેટરિનાએ ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું, “શૂજિત સરકાર તમારી દ્રષ્ટિ ખૂબ સારી હતી, બિલકુલ બાંધીને રાખનાર, શ્રેષ્ઠ ફિલ્મ. પ્યોર સ્ટોરીટેલિંગ, વિક્કી કૌશલ બિલકુલ પ્યોર ટેલેંટ, પ્રામાણિક અને હૃદયસ્પર્શી.” આ સાથે જ તેમણે હાર્ટબ્રેક, સ્ટાર અને હાથ જોડનાર ઈમોજી બનાવ્યા.

કેટરિના સાથે સગાઈ પર આ બોલ્યા વિક્કી: લાઇફસ્ટાઇલ એશિયામાં પ્રકાશિત થયેલા એક સમાચારે દાવો કર્યો હતો કે વિક્કી અને કેટરિના આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બરમાં લગ્ન કરી લેશે. આ લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં થશે જેમાં બંને પરિવારના લોકો શામેલ થશે. રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે કપલે લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. સાથે જ કેટ-વિક્કી એ સગાઈ કરી લીધી છે તેને લઈને પણ સોશિયલ મીડિયા પર સમાચાર ચાલી રહ્યા હતા. હવે આ અફવાઓ પર લગામ લગાવતા વિક્કીનો જવાબ આવી ગયો છે.

ખરેખર ‘સરદાર ઉધમ’ ફિલ્મના પ્રમોશન દરમિયાન વિક્કીને તેની અને કેટરિનાની સગાઈને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના પર વિક્કીએ હસતા કહ્યું -“આ સમાચાર તમારા મિત્રો(મીડિયા પર્સન્સ) એ ફેલાવ્યા છે. હું ટૂંક સમયમાં જ સગાઈ કરી લઈશ. જેવો સમય આવશે. તેનો પણ સમય આવશે.”

સરદાર ઉધમના સ્ક્રીનિંગમાં પહોંચી હતી કેટરિના: થોડા સમય પહેલા સરદાર ઉધમ સિંહનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. તેમાં ઘણા સ્ટાર્સ શામેલ થયા હતા. આ દરમિયાન બધાની નજર કેટરિના કૈફ અને વિક્કી કૌશલ પર જ ટકી રહી હતી. કેટ પોતાના ખાસ મિત્રને અભિનંદન આપવા આવી હતી. ઇવેન્ટમાં બંને લવ બર્ડ્સ એકબીજાને ગળે લગાવતા પણ જોવા મળ્યા હતા. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

પહેલા પણ ઉડી ચુકી છે અફવાઓ: આ કોઈ પહેલી વખત નથી જ્યારે વિક્કી કૌશલ અને કેટરિના કૈફની સગાઈને લઈને અફવાઓ ઉડી હોય. આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ બંનેની ગુપ રોકા સેરેમનીના સમાચાર વાયરલ થયા હતા. ત્યાર પછી કેટરિના કૈફના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને આ સમાચારોને નકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “કોઈ રોકા સેરેમની નથી થઈ. કેટરીના ટાઈગર 3 ના શૂટિંગ માટે જઈ રહી છે. ત્યાર પછી કેટરિના ખરેખર ટાઈગર 3 ના શૂટિંગ માટે ફિલ્મ સ્ટાર સલમાન ખાન સાથે વિદેશ ચાલી ગઈ હતી. તે થોડા દિવસ પહેલા ભારત પરત આવી છે.