પત્ની છે બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી, પોતે પણ છે મોટો અભિનેતા, જાણો કોણ છે રિતિક સાથે જોવા મળી રહેલો આ નાનો છોકરો

બોલિવુડ

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ બોલિવૂડ સ્ટાર્સની બાળપણની કે જૂની તસવીરો વાયરલ થતી રહે છે. તાજેતરમાં એક તસવીર ચર્ચામાં છે. આ વાયરલ તસવીરમાં તમને સુપરસ્ટાર રિતિક રોશન જોવા મળી રહ્યા હશે. તેમની સાથે બે નાના-નાના બાળકો પણ છે. તેમાંથી એક હવે મોટો સ્ટાર બની ચુક્યો છે.

તમે જોઈ શકો છો કે આ તસવીર ખૂબ જૂની છે. આ તસવીર રિતિકની યુવાનીના દિવસોની છે. રિતિકની જમણી બાજુએ જે છોકરો ઉભો છે તે બોલીવુડમાં આજના સમયમાં પ્રખ્યાત નામ છે. સાથે જ આ બાળકની પત્ની પણ હિન્દી સિનેમાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી છે. ખાસ વાત એ છે કે રિતિકે આ બાળકની પત્ની સાથે મોટા પડદા પર કામ કર્યું છે.

વાયરલ તસવીરમાં રિતિક સાથે જોવા મળી રહેલા છોકરાને ઘણા ચાહકો ઓળખી ગયા છે, જ્યારે ઘણા ચાહકોને તેને ઓળખવામાં મુશ્કેલી થઈ રહી છે. જોકે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. ચાલો તમને જણાવીએ કે આ બાળક કોણ છે. રિતિક સાથે સફેદ ટી-શર્ટમાં જોવા મળી રહેલો આ છોકરો અભિનેતા વિકી કૌશલ છે.

વિકી કૌશલ અને રિતિક રોશનની આ તસવીર ખૂબ જ ચર્ચામાં છે. આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર kalthi_fashion નામના પેજ પરથી શેર કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં તેને 2 લાખ 83 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.

વિકી અને રિતિકની તસવીર પર સોશિયલ મીડિયા યુઝર્સ અને ચાહકોએ ઘણી કમેન્ટ કરી છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું છે કે, “રિતિક આજે પણ વિકી કરતા વધુ યંગ અને હેન્ડસમ લાગે છે”. જ્યારે એક અન્ય લખ્યું છે કે, “બીજો છોકરો સની કૌશલ છે”. જણાવી દઈએ કે સની કૌશલ વિકીનો નાનો ભાઈ અને અભિનેતા છે.

વિકીની પત્ની કેટરિના સાથે કામ કરી ચુક્યો છે રિતિક: મોટા પડદા પર રિતિક રોશને વિક્કીની પત્ની અને પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફ સાથે ખૂબ રોમાન્સ કર્યો છે. બંને કલાકારોએ સાથે ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’માં કામ કર્યું છે. બંનેની આ ફિલ્મ વર્ષ 2011માં આવી હતી. ફિલ્મમાં રિતિક અને કેટરીના ઉપરાંત ફરહાન અખ્તર, અભય દેઓલ, કલ્કી કોચલીન પણ મુખ્ય ભુમિકામાં હતા.

2021માં થયા હતા વિકી-કેટરિના ના લગ્ન: જણાવી દઈએ કે વિકી કૌશલ અને કેટરિના કૈફ એ એકબીજાને લગભગ બે વર્ષ સુધી ડેટ કરી હતી. બંનેએ ક્યારેય પોતાના સંબંધને દુનિયા સામે સ્વીકાર્યો નથી. બંનેએ લગ્ન કરીને દુનિયા સામે પોતાના પ્રેમનો ખુલાસો કર્યો હતો. વર્ષ 2021માં બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો વિકીની આગામી ફિલ્મોમાં ‘ગોવિંદા નામ મેરા’, લુકા છુપી 2 અને ‘સામ બહાદુર’ શામેલ છે. સાથે જ કેટરીનાની આગામી ફિલ્મોમાં ‘ટાઈગર 3’ અને ‘મેરી ક્રિસમસ’ શામેલ છે.