લગ્ન પછી પણ ઓછો નથી થયો વિકી-કેટરીના નો પ્રેમ, કેટરીનાનો હાથ પકડેલા જોવા મળ્યા વિકી, જુવો તેમનો આ વીડિયો

બોલિવુડ

વિકી કૌશલ અને કેટરિના કૈફ આ સમયે બોલીવુડની સૌથી લોકપ્રિય પરણિત કપલ છે. બંનેના લગ્નને લગભગ 4 મહિના થઈ ગયા છે. જો કે આજે પણ તેમને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ લવ બર્ડ્સ ક્યાં જાય છે, શું કરે છે અને શું પહેરે છે, આ બધી વાતોમાં ચાહકોને રસ હોય છે. ઘણા લોકો તેમની જોડીને કપલ ગોલ માને છે.

કૂલ સ્ટાઈલમાં જોવા મળ્યા કેટરીના અને વિકી: વિકી અને કેટરીના જ્યારે પણ પબ્લિક પ્લેસ પર આવે છે ત્યારે બંને વચ્ચેની કેમેસ્ટ્રી જોવા લાયક હોય છે. હવે તાજેતરની જ આ ઘટનાને લઈ લો. આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન બંને ખૂબ જ રોમેન્ટિક સ્ટાઈલમાં જોવા મળ્યા. કેટરિનાએ બ્લેક ટ્રાઉઝર અને બ્લેક જેકેટ પર સફેદ ટી-શર્ટ પહેર્યું હતું.

પોતાના આ લુક પર કેટરીના કૈફે વાળની ​​ઉંચી પોની બનાવી હતી. સાથે જ બ્લેક સનગ્લાસ પણ પહેર્યા હતા. આ કેઝ્યુઅલ લુકમાં તે ખૂબ જ ઈમ્પ્રેસીવ લાગી રહી હતી. સાથે જ વિકી ગ્રે કલરની હૂડી અને પેન્ટમાં ખૂબ જ કૂલ લાગી રહ્યો હતો. વિકી અને કેટરીનાને આ રીતે એકસાથે જોઈને લોકોએ કહ્યું કે બંને એકબીજા માટે જ બનેલા છે.

ચાહકોને પસંદ આવી બંનેની કેમેસ્ટ્રી: જ્યારે પણ વિકી અને કેટરીનાનો કોઈ વીડિયો સામે આવે છે, તો ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછો નથી હોતો. આ વખતે પણ ચાહકોને બંનેનો આ વીડિયો ખૂબ પસંદ આવ્યો છે. ચાહકો વિકી અને કેટરીના પર ખૂબ પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

એક યુઝરે લખ્યું, “કેટરિના અને વિકી વચ્ચેની કેમેસ્ટ્રી બોલિવૂડમાં સૌથી અસલી લાગે છે.” પછી અન્યએ લખ્યું “તેમની જોડી બેસ્ટ છે. ભગવાન તેમને બધી ખુશીઓ આપે.” સાથે જ એકે લખ્યું કે, “કેટરિનાના ચહેરાની ચમક ચંદ્ર કરતાં વધુ છે.”

નોંધપાત્ર છે કે, વિકી અને કેટરીના ગયા વર્ષે 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા. તેમાં માત્ર 120 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમાં કેટ અને વિકીના નજીકના મિત્રો અને સંબંધીઓ શામેલ થયા હતા. બંનેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ થઈ હતી. કેટરિના અને વિકીના લગ્ન પછી તેમની ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.