હવે પોતાના સસરિયામાં નહિં રહે અંકિતા લોખંડેના પતિ વિક્કી જૈન, પત્ની સાથે આ નવા ઘરમાં થયા શિફ્ટ

બોલિવુડ

બોલિવૂડ અને ટીવીની દુનિયાની પ્રખ્યાત અભિનેત્રી અંકિતા લોખંડે અને વિકી જૈન લગ્નના લગભગ 6 મહિના પછી પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. તાજેતરમાં આ કપલે રિયાલિટી શો ‘સ્માર્ટ જોડી’ નો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યાર પછીથી જ હવે આ બંને નવા ઘરમાં રહેવા માટે આવી ચુક્યા છે અને આ કપલે ગૃહ પ્રવેશની પૂજા પણ રાખી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. ચાલો જોઈએ અંકિતા લોખંડેના ગૃહ પ્રવેશની તસવીરો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અંકિતાના ગૃહપ્રવેશની તસવીરો: જણાવી દઈએ કે, અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની તસવીરો શેર કરી છે જેમાં તે તેના મિત્રો સાથે પૂજા કરતા જોવા મળી રહી છે. આ સાથે તેણે ખૂબ જ મસ્તી પણ કરી હતી. કપલે ભગવાન મહાવીર સ્વામીની પૂજા કરાવી. ત્યાર પછી બંનેએ ઘરમાં એકસાથે પ્રવેશ કર્યો. આ દરમિયાન અંકિતા પિક કલરની નૌવારી સાડી પહેરેલી જોવા મળી રહી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે વિકી જૈને વ્હાઇટ કલરનો કુર્તો પહેર્યો હતો જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.

નોંધપાત્ર છે કે અંકિતા લોખંડે સાથે લગ્ન કર્યા પછી વિકી જૈન તેના સાસરિયામાં રહેતા હતા. ખરેખર તે લાંબા સમયથી પોતાનું ઘર બનાવવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ મહામારીને કારણે સંપૂર્ણ રીતે તેનું કામ થઈ રહ્યું ન હતું, પરંતુ હવે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બંનેએ પોતાના નવા મકાનમાં રહેવાની શરૂઆત પણ કરી દીધી છે.

તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન વિકી જૈને કહ્યું હતું કે, “અમે એક ફ્લેટ ખરીદ્યો હતો અને તેમાં રિપેરિંગનું કામ કરાવ્યું હતું, પરંતુ મહામારીને કારણે કામ સમયસર પૂરું ન થઈ શક્યું. તેમાં વિલંબ થયો અને કામ અત્યારે પણ પૂર્ણ નથી થયું, તેથી અમે અમારા નવા ઘરમાં શિફ્ટ થઈ શક્યા નહીં. હું આજે પણ અંકિતાના ઘરે ‘ઘર જમાઈ’ બનીને રહું છું. હું જ્યારે પણ મુંબઈ જાવ છું ત્યારે અંકિતાના ઘરે જ રહું છું. તે છેલ્લા બે વર્ષથી પોતાનું ઘર અને તેનો કબાટ મારી સાથે શેર કરી રહી છે. સાથે જ અંકિતાએ કહ્યું હતું કે, “હું એક સારી હાઉસ વાઈફ બનીશ અને હું બધી ચીજો સારી રીતે સંભાળી શકીશ. વિકી સાથે મારું જીવન અને બધી ચીજો શેર કરવામાં મને કોઈ સમસ્યા નથી.”

વિકી જૈન પહેલા અંકિતાએ સુશાંતને ડેટ કરી હતી: જણાવી દઈએ કે, અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન 14 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા. આ પહેલા અંકિતાએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને 6 વર્ષ સુધી ડેટ કરી હતી. વાત કરીએ અંકિતા લોખંડેના વર્ક ફ્રન્ટની તો આ દિવસોમાં તેનું નામ સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ની બીજી સીઝનને લઈને ચર્ચામાં છે.

જો કે આ સિરિયલમાં પણ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુખ્ય ભૂમિકા નિભાવી હતી, પરંતુ હવે તે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, ત્યાર પછી તેની બીજી સીઝનમાં પ્રખ્યાત અભિનેતા શાહિર શેખ જોવા મળી રહ્યા છે. જો કે ચાહકો આ જોડીને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે, અંકિતા લોખંડે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.