“લાઈગર” માટે વિજય દેવરકોંડા એ લીધી આટલી અધધધ ફી, જાણો અનન્યા પાંડે અને અન્ય સ્ટાર્સની ની ફી

બોલિવુડ

સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાની બહુપ્રતિક્ષિત ફિલ્મ “લાઈગર” છેવટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મને લોકો તરફથી મિશ્રિત રિસ્પોંસ મળી રહ્યો છે. ઘણા એવા લોકો છે જે આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે. સાથે જ ઘણા લોકો એવા પણ છે જેમને ફિલ્મમાં વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની જોડી પસંદ આવી નથી.

જણાવી દઈ કે પુરી જગન્નાથ દ્વારા લિખિત અને નિર્દેશિત સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ એક કિક બોક્સર (વિજય)ની સ્ટોરી છે, જે પોતાના સપનાને પૂરા કરવા માટે તમામ અવરોધોને પાર કરે છે. અનન્યા પાંડે આ ફિલ્મમાં વિજય દેવરાકોંડાની ગર્લફ્રેન્ડની ભુમિકામાં જોવા મળી રહી છે. આ ફિલ્મને પુરી જગન્નાથ એ ડાયરેક્ટ કરી છે. જ્યારે આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન એ કો-પ્રોડ્યૂસ કરી છે.

આ ફિલ્મનું શૂટિંગ હિન્દી અને તેલુગુ બંને ભાષામાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે ઉપરાંત રામ્યા કૃષ્ણા, રોનિત રોય, વિશુ રેડ્ડી અને મકરંદ દેશપાંડે જેવા સ્ટાર્સે કામ કર્યું છે. આ ઉપરાંત અમેરિકન બોક્સર માઈક ટાયસન પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. અમે તમને આ પોસ્ટ દ્વારા આ ફિલ્મમાં જોવા મળેલા સ્ટાર્સની ફી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

વિજય દેવરાકોંડા: સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાએ ફિલ્મ “લાઈગર” થી બોલિવૂડમાં શરૂઆત કરી છે અને તેમાં તેમણે એક મહત્વાકાંક્ષી કિકબોક્સરની ભૂમિકા નિભાવી. વિજય દેવરાકોંડાએ આ ફિલ્મ કરવા માટે સખત મેહનત અને પરસેવો પાડ્યો છે અને બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ માટે તેમણે થાઈલેન્ડમાં માર્શલ આર્ટની ટ્રેનિંગ પણ લીધી. મીડિયા રિપોર્ટ્સ મુજબ વિજય દેવરાકોંડાએ આ ફિલ્મ માટે 35 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

અનન્યા પાંડે: અભિનેત્રી અનન્યા પાંડે આ ફિલ્મમાં વિજય દેવરાકોંડાની ગર્લફ્રેન્ડની ભુમિકામાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં તેમણે પોતાની ભુમિકા માટે ફી તરીકે ત્રણ કરોડ રૂપિયાની મોટી ફી લીધી છે.

રોનિત રોય: ટીવી અને ફિલ્મી દુનિયાના પ્રખ્યાત અભિનેતા રોનિત રોય પણ આ ફિલ્મનો એક ભાગ છે. સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં વિજય દેવરાકોંડાના કોચની ભૂમિકામાં જોવા મળ્યા છે. રિપોર્ટ્સ મુજબ લોકપ્રિય ટેલિવિઝન સ્ટાર રોનિત રોયે આ ફિલ્મ માટે 1.5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

રામ્યા કૃષ્ણન: તમને જણાવી દઈએ કે રામ્યા કૃષ્ણન પહેલાથી જ તેલુગુ સિનેમાની સ્ટાર છે અને તેણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મ “લાઈગર” માં અભિનેત્રી રામ્યા કૃષ્ણન અભિનેતા વિજય દેવરાકોંડાની માતાની ભુમિકામાં જોવા મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રામ્યા કૃષ્ણને આ પાત્ર માટે એક કરોડ રૂપિયા ફી ચાર્જ કરી છે.

વિશુ રેડ્ડી: અભિનેતા વિશુ રેડ્ડી 2009માં મિસ્ટર સાઉથ ઈન્ડિયા પ્રેઝન્ટના વિજેતા રહી ચૂક્યા છે. વિશુ રેડ્ડીને ફિલ્મ ‘લિગર’ માટે મેકર્સ એ 60 લાખ રૂપિયા ચૂકવ્યા છે.

મકરંદ દેશપાંડે: મકરંદ દેશપાંડેને ફિલ્મ ‘લાઈગર’ માટે 40 લાખ રૂપિયાની ફી મળી છે.

માઇક ટાયસન: તમને જણાવી દઈએ કે ફિલ્મ “લાઈગર” માં અમેરિકાના ભૂતપૂર્વ પ્રોફેશનલ બોક્સર માઈક ટાયસન પણ મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા છે, પરંતુ તેની ફી વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.